ETV Bharat / city

રાજ્ય સરકાર શિક્ષણ સર્વેક્ષણ કરશે, શૈક્ષણિક સંઘે કર્યો વિરોધ - teacher sarvekshn

મંગળવારે રાજ્ય સરકાર શિક્ષણ સર્વેક્ષણ માટે શિક્ષકોની પરીક્ષા યોજવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ રાજ્ય સરકારના નોટિફિકેશન અને જાહેરાતથી નારાજ છે.

edu
રાજ્ય સરકાર શિક્ષણ સર્વેક્ષણ કરશે, શૈક્ષણિક સંઘે કર્યો વિરોધ
author img

By

Published : Aug 23, 2021, 6:12 PM IST

  • રાજ્ય સરકાર કરશે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ
  • સજ્જતા સર્વેક્ષણ ફરજીયાત નહીં પણ મરજીયાત
  • રાજ્યમાંશિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકારનો પ્રયાસ

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે સત્યતા સર્વેક્ષણની મંગળવારથી શરૂઆત થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ રાજ્ય સરકારના નોટિફિકેશન અને જાહેરાતથી નારાજ છે. આજે (સોમવારે) શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવની અધ્યક્ષતામાં શૈક્ષણિક શિક્ષક મહાસંઘ વચ્ચે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બેઠકમાં કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો ન હતો અને શિક્ષકોએ પરીક્ષાના વિરોધ કરવાની સ્પષ્ટતા કરીને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો.

શિક્ષકો નહિ આપે પરીક્ષા

રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના ગુજરાત ના આગેવાન ભીખુભાઈ પટેલે સરકારની સજ્જતા પરીક્ષણની પરીક્ષા બાબતે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે," રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષકોની સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમાં શિક્ષકોનું અપમાન થઇ રહ્યું છે. શિક્ષક બનવા માટે જે તે વ્યક્તિ પહેલા જ ધોરણ 10, 12 બી એડ પીટીસી જેવી પરીક્ષાઓ પાસ કર્યા પછી જ શિક્ષક બને છે અને હવે શિક્ષકોની પણ પરીક્ષા યોજીને તેમને તેમની લાયકાત સાબિત કરવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જેથી આમાં શિક્ષકોનું અપમાન થઈ ગયા હોવાનો આક્ષેપ પણ ભીખાભાઈ પટેલે કર્યો હતો.આ ઉપરાંત તેમના સંઘ સાથે જોડાયેલા એક પણ શિક્ષકો પરીક્ષા નહીં આપે તેવી પણ જાહેરાત ભીખા પટેલે કરી હતી.

આ પણ વાંચો : અફઘાન મુદ્દે 26 ઓગસ્ટે તમામ રાજકીય પક્ષોની બેઠક, વડાપ્રધાને આપી સૂચના

ઘરે બેસીને આંદોલન, ભૂખ હડતાલ

સરકારના શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરતા તીખા પટેલે વધુમાં જણાવ્યું હતું કે," જે શિક્ષક સંઘ સાથે જોડાયેલા છે અને પરીક્ષા નહીં આપે તેવા શિક્ષકો પોતાના ઘરે બેસીને સરકાર વિરોધી આંદોલન કરશે અને મંગળવારના દિવસે ઉપવાસ કરીને આખો દિવસ અન્નનો ત્યાગ કરશે સાથે જ તેમના પરિવારજનો ઉપરાંત સગાસંબંધીઓને પણ આ હડતાલમાં જોડવાની વિનંતી છે".

પરીક્ષા મરજીયાત છે ફરજીયાત નથી : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

શૈક્ષણિક રાષ્ટ્રીય સંઘના વિરોધ બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા પરીક્ષા અંગેની સ્પષ્ટતા કરી હતી કે,"રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા કોઈ જ પ્રકારની ફરજિયાત રાખવામાં આવી નથી, જે શિક્ષક પરીક્ષા આપવા માંગે છે તે જ શિક્ષક પરીક્ષા આપી શકે બાકી જે શિક્ષક પરીક્ષા આપવા નથી માંગતા તે ના આપી શકે. આ ઉપરાંત આવતીકાલે યોજાનારી પરીક્ષા બાદ જો શિક્ષકોનું મંત્ર બદલાય અને પરીક્ષા આપવાની ઇચ્છા થાય તો તેઓ આવનારા છ મહિના પછી આવનારી પરીક્ષામાં પરીક્ષા આપી શકે છે આમ પરીક્ષા બાબતે શિક્ષકો પર અત્યારે કોઈ પણ પ્રકારનો ફરજ પાડવામાં આવી નથી.

આ પણ વાંચો : ભારતીય સેનાની પાંચ મહિલા અધિકારીઓને કર્નલ ટાઇમ સ્કેલ રેન્કમાં બઢતી આપવામાં આવી

શિક્ષણનું સ્તર સુધારવાનો પ્રયત્નો

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યના શિક્ષણ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અને સમય અનુસાર શિક્ષકોને જીતે સુવિધા અને સમય પ્રમાણે કરવા બાબતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિક્ષણનો પ્રદ જો શિક્ષકમાં સુધરશે તો બાળકોમાં પણ નવ શિક્ષણ આસાનીથી પ્રાપ્ત કરી શકશે. 2009માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસ સરકારે ધોરણ એક થી નવ માં કોઈપણ વિદ્યાર્થીઓને નપાસ નહિ કરવાની પોલીસી બનાવી હતી જેથી અત્યારે શિક્ષણના સ્તરમાં ઘટાડો થયો છે. જેથી આ કાયદાને હવે સુધારા તરફ લઈ જવા માટે આ ખાસ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.