- પોલીસકર્મી ટપલીદાવ અને ધાડનો શિકાર બન્યો
- કબ્રસ્તાનમાં ભેગા થયેલા લોકોના ફોટો પાડતો હતો પોલીસકર્મી
- લોકો જોઈ જતાં મોબાઈલ છીનવી લીધો, 5 ઝડપાયાં
અમદાવાદઃ પોલીસકર્મી સાથે ટપલીદાવ અને લૂંટના કેસના બનાવની વાત કરીએ તો તેમાં આરોપીઓ મોહંમદ અહેમદ ઉર્ફે રાજા સીદ્દિકી, મઝહરખાન પઠાણ, ફિરોજ મોહંમદ શેખ, ઇફતેખાર કલ્યાણી, સુલતાન અને પરવેઝ સાબિર શેખ લોકો અન્ય લોકો સાથે મળી જુહાપુરાના કબ્રસ્તાન ખાતે ભેગા થયાં હતાં. ત્યાં ઇદ હોવાથી કબર પર ફૂલ ચઢાવી રહ્યાં હતાં. ત્યારે ત્યાં વિશેષ શાખાના વોચર તરીકે કામ કરતા એ.એસ.આઇ કૃષ્ણકુમાર ભાવસિંહ પહોંચ્યા હતા. ઇદને લઈને ભીડ એકઠી થતાં તેઓ ફોટો વિડીયો લેતાં હતાં. ત્યાં આ શખ્શો તેમને જોઈ ગયાં અને ટપલીદાવ કરી મોબાઈલ આંચકીને લૂંટી લીધો હતો.
પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
એ.એસ.આઈ જ્યારે પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં ત્યારે આ ટોળામાંથી કેટલાક લોકોએ 'એ આદમી ટોળે કા વિડીયો બનાતા હે' એવું કહી લોકોને ઉશ્કેર્યાં હતાં અને બાદમાં ભેગા મળી માર માર્યો હતો. જેથી એ.એસ.આઈ પોતાને બચાવવા ભાગ્યાં અને પોલીસને જાણ કરાતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઈન્જેકશન માટે ઓનલાઈન રૂપિયા લઈ છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ
પોલીસે તપાસ કરતા આ 5 આરોપીઓમાંથી કેટલાક લોકોનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાંથી અનેક લોકો અગાઉ અલગ અલગ ગુનામાં પકડાયા છે અને અન્ય ફરાર લોકોની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ કોવિડ દર્દી અને તેમના સ્વજનો માટે ચેતવણીરૂપ કિસ્સો, ઘરે સારવાર આપવાના બહાને કરી ઠગાઈ