અમદાવાદઃ વર્ષ 2007માં અરજદાર મુરુભા જાડેજા દ્વારા ટાટા ઇન્ડિકા કાર ખરીદવામાં આવી હતી. જોકે તેમાં ખામી સર્જાતા બે વાર ડીલર સમક્ષ રીપેર કરવા માટે મુકી હતી. જોકે ત્રીજીવાર ડીલરે કાર ઠીક થઈ ગઈ છે તેમ કહી લઈ જવાનું કહેતા અરજદાર દ્વારા કચ્છ ગ્રાહક સુરક્ષા ફોરમ અરજી દાખલ કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ 2013માં કંપનીને અરજદારને નવી કાર આપવા અથવા 4.13 લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ કર્યો. આ આદેશને ગાંધીનગર સ્ટેટ કન્ઝ્યુમર ફોરમ દ્વારા મંજૂર રાખવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે નેશનલ કન્ઝ્યુમર ફોરમ કાર કંપનીને અરજદારને 2.75 લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.