અમદાવાદ: જિલ્લાના ધંધૂકા ખાતે થયેલી કિશન ભરવાડ નામના યુવાનની હત્યા સંદર્ભે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. તો પરિવારજનોને ઝડપથી ન્યાયની ખાતરી આપી હતી. આ હત્યા કેસ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે તપાસની વિગતો અંગે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આરોપી શબ્બીરે અમદાવાદના મૌલવી ઐયુબને કહ્યું હતું કે, કિશને જે ફેસબુક પોસ્ટ (murder of Dhandhuka over a Facebook post) મુકી છે એ મને નથી ગમ્યું, જેથી સબક શીખવવો છે, મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.
બે આરોપીની ધરપકડ
આ હત્યા કેસના (Dhandhuka Murder Case) આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની અટકાયત કરવામાં આવી છે.
શબ્બીરે ફાયરિંગ કર્યું, ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો
25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું. જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.
આ પણ વાંચો: Firing In Rajkot: મોડી રાત્રે 3 રાઉન્ડ ફાયરિંગથી ધ્રુજ્યુ રાજકોટ, આરોપીની કરવામાં આવી ધરપકડ
મૃતકે 6 જાન્યુઆરીએ મુકેલી ફેસબૂક પોસ્ટને કારણે હત્યા થઈ
6 જાન્યુઆરીએ મૃતકે ફેસબૂક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબૂક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. મૌલવી જે કટ્ટરવાદી હોવાથી તેના સંપર્કમાં હોય શકે. મુંબઈમાં મૌલવીને મળ્યો હતો. જેને અમદાવાદમાં જમાલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું.
શબ્બીરે મૌલવીને કહ્યું, તેને સબક શીખવાડવવો છે મને હથિયાર આપો
અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળી ચુક્યા છે, જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો અને તેણે મૌલવીને મળી ફેસબૂક પર આ પોસ્ટની વાત કરી કહ્યું હતું કે, આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું. આ સંગઠન અને અન્ય મૌલવીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈમ્તિયાઝ શબ્બીરનો મિત્ર છે અને અન્ય યુવાનો સાથે પણ વાતચીત કરતો હતો.
આ પણ વાંચો: ગુજરાત મિરઝાપુર તરફ...! ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું મટોડા
પોલીસની દરેક રીતે તપાસ ચાલુ છે
શબ્બીરે એક વર્ષ પહેલા મૌલવીની સ્પીચ સાંભળી હતી, જેમાં આરોપી શબ્બીર મુજબ 1 વર્ષ પહેલાં મૌલવીની સ્પીચ સાંભળી છે અને મળ્યો હતો. મૌલવી ઐયુબ જમાલપુરમાં જ રહે છે અને વધુ પૂછપરછ કરવામાં આવ્યું છે. પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની કટ્ટરવાદી માનસિકતા છે. રિમાન્ડ મેળવી ફન્ડિંગ તેમજ અગાઉ આવા કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી અને લોકોના વિચાર બદલવા અંગેની તપાસ કરવામાં આવશે. આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈના મૌલવીને મળ્યો હતો અને તેણે અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબને મળવા કહ્યું હતું. મૂળ મૌલાના દિલ્હીનો છે અને મુંબઈ ખાતે મળ્યો હતો. દરેક રીતે પોલીસની તપાસ ચાલુ છે.