ETV Bharat / city

Demolition of AMC: નરોડામાં પોલીસને દોડાવી માર મારનાર આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું - demolished In Naroda

અમદાવાદમાં (Demolition in Ahmedabad) 3 પોલીસકર્મીઓને રોડ પર દોડાવી દોડાવીને માર મારવા મામલે ક્રાઈમ બ્રાન્ચ અને નરોડા પોલીસે આરોપીને ઝડપ્યા બાદ આરોપીઓએ ઉભું કરેલું ગેરકાયદેસર બાંધકામ તોડવા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું હતું.

Demolition of AMC
Demolition of AMC
author img

By

Published : Feb 4, 2022, 8:58 AM IST

અમદાવાદ: નરોડાના માથાભારે બૂટલેગરે આરોપી પકડવા ગયેલા પોલીસને દંડા તથા હથોડા વડે જાહેરમાં બીભત્સ ગાળો આપીને માર માર્યો હતો. જોકે પોલીસે 24 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત આરોપીની ગેરકાયદે મિલકત અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (Demolition of AMC) જાણ કરી હતી. જે આધારે કોર્પોરેશન અને પોલીસે સાથે રહીને ગુરુવારે સવારથી બૂટલેગરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. JCB દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. કોઈ સંઘર્ષ ના થાય તે માટે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

નરોડામાં પોલીસને દોડાવી માર મારનાર આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

આ પણ વાંચો: લ્યો બોલો…ઢોરને પકડવા માટો લાંચ લેતા AMCનો કર્મચારી ઝડપાયો

નરોડા પોલીસ કર્મીઓને દોડાવીને માર મારવાની ઘટના

આ પણ વાંચો: સૂકા સાથે લીલું બળ્યું: અમદાવાદ AMCએ ઈંડા નોન-વેજની લારીઓ બાદ ખાણીપીણીના લારી ગલ્લા જપ્ત કર્યા

26મીએ નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police Station) પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અનીલ સોલંકી તથા તેનો ભાઇ સંજય સોલંકીને પકડવા નરોડા પોલીસના સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે નરોડા મુઠીયા ગામ અરવિંદભાઈની ચાલી ખાતે ગયા હતા. જ્યાં આરોપી અનીલ મળી આવતાં તેને પકડ્યો હતા. જેથી તેણે બૂમાબૂમ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી તેના ભાઇઓ પિતા તથા ચાલીના 10થી 12 જેટલા માણસો ભેગા કરી ફરીયાદી તથા અન્ય પોલીસના માણસો ઉપર જાન લેવા હુમલો કરી તમામને શરીરે ગડદાપાટુંનો માર માર્યો હતો. આરોપી સંજય સોલંકીનાએ લોખંડના હથોડાથી ફરીયાદીને શરીરે તથા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજાઓ પહોંચાડી ગુનો કરી તમામ આરોપીઓ નાસી ગયા હતા. જેના અમદાવાદ શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને બનાવ બાબતે સમાચાર માધ્યમમાં તેમજ મોબાઇલમાં પોલીસને દોડાવી દોડાવી માર મારતા આરોપીઓનો વીડિયો વાયરલ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.