ETV Bharat / city

IBના રિપોર્ટ પછી Rathyatra માટે ગુજરાત સરકાર શું નિર્ણય કરશે ? ETV Bharatનો વિશેષ અહેવાલ - Ahmedabad Breaking News

જગન્નાથ પુરી પછી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે સૌથી મોટી રથયાત્રા નિકળે છે. આ વર્ષે 12 જુલાઈને સોમવારે રથયાત્રા આવે છે. કોરોના કહેર વચ્ચે રથયાત્રા યોજવી કે નહી, તે અંગે હજુ સુધી ગુજરાત સરકારે કોઈ નિર્ણય કર્યો નથી પણ મંદિર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. IB (Intelligence Bureau) દ્વારા એલર્ટ આપી દેવાયું છે કે, ગુજરાતમાં તમામ રથયાત્રા ન યોજવી જોઈએ. રથયાત્રા પર ETV Bharatનો વિશેષ અહેવાલ...

Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : Jun 23, 2021, 2:56 PM IST

Updated : Jun 23, 2021, 4:58 PM IST

  • અષાઢી બીજે ભગવાન ભક્તોને દર્શન આપવા કરે છે નગરયાત્રા
  • કોરોના કહેરને કારણે ગત વર્ષે રથયાત્રા યોજી શકાઈ ન હતી
  • આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહીં ?
  • કોરોનાની ત્રીજી લહેર આવવાની છે સંભાવના

અમદાવાદ: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બેસીને અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નિકળે છે. દર વર્ષે ભગવાન ભક્તને દર્શન આપવા સામે ચાલીને રથ પર બિરાજીને નિકળે છે, ત્યારે ભક્તો ભગવાનના ઓવારણા લે છે. તે દિવસે રથયાત્રાના રૂટ વરસાદરૂપી અમીછાંટણા પણ થાય છે. ગત વર્ષે કોરોના કહેરને કારણે રથયાત્રા યોજી શકાઈ ન હતી. હવે આ વર્ષે શું થશે ? તે અંગે હજી અવઢવ છે.

આ પણ વાંચો : Rathyatra 2021: રથયાત્રા પૂર્વે 24 જૂને જગન્નાથ મંદિરથી યોજાશે જળયાત્રા

રથયાત્રાના પક્ષમાં કોણ અને વિરોધમાં કોણ ?

ભક્તો અને મંદિર રથયાત્રા નિકળે તેના પક્ષમાં છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Association) અને ઈન્ટેલિજન્સ બ્યૂરો (Intelligence Bureau) રથયાત્રા ન નિકળે તે પક્ષમાં છે. સરકાર હજી નક્કી નથી કરી શકી. મુખ્યપ્રધાન રૂપાણીનું નિવેદન હતું કે, યોગ્ય સમય જોઈને નક્કી કરીશું. કોરોનાની પ્રથમ લહેર વખતે તબલગી સમાજ દ્વારા કોરોના વાઈરસ ફેલાયો છે, તેવા આક્ષેપ થયા હતા. બીજી લહેર વખતે સરકારે છ મહાનગપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી કરી અને મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ રમાડીને ભીડ ભેગી કરી, ત્યારે કોરોના વાઈરસ ખૂબ ફેલાયો હતો. પ્રથમ લહેર કરતાં બીજી લહેર વધારે ખતરનાક રહી હતી. હવે જ્યારે ત્રીજી લહેર આવવાની સંભાવના છે, ત્યારે ધાર્મિક મેળાવડાઓ યોજવા કેટલા વાજબી છે, તે સવાલ થવો સ્વભાવિક છે.

આ પણ વાંચો : 144th Jagannathji Rathyatra ને લઇ મહત્વના સમાચાર, જળયાત્રાને મળી મંજૂરી

જળયાત્રામાં નેતાઓની હાજરી વધુ ભીડ કરે છે

હાલ તો ગુજરાત સરકારે 24 જૂનને ગુરુવારે જેઠ સુદ પૂનમના દિવસે 50 વ્યક્તિઓની હાજરીમાં જળયાત્રા યોજવા મંજૂરી આપી છે. આ જળયાત્રામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. ધાર્મિક મેળાવડામાં નેતાઓની હાજરીથી વધુ ભીડ ભેગી થાય છે અને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન થતું નથી. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી સાબરમતી નદી સુધી જળયાત્રા યોજાશે. સાબરમતી અને સાત નદીઓના જળથી ભગવાનને સ્નાન કરાવાશે. આ દિવસથી જ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે.

ડેલ્ટા વેરિએન્ટ સાથે ત્રીજી લહેરની સંભાવના

હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી છે, ત્રીજી લહેર વધુ ખતરનાક હોઈ શકે છે. તેમજ ડેલ્ટા વેરિએન્ટ પણ આવી ચુક્યો છે, ત્યારે આવા ધાર્મિક મેળાવડા કે રથયાત્રા યોજવી યોગ્ય નથી. અમદાવાદ શહેરના રથયાત્રાના પરંપરાગત રૂટ પર રથયાત્રા નિકળે છે, તે રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભગવાનના દર્શન કરવા ભક્તો તે રૂટના રસ્તાઓ પર ઉમટી પડે છે. હૈયેહૈયુ દબાય તેટલી ભીડ હોય છે. આમાં સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જળવાશે ? માસ્ક પહેરીને પણ ભીડ ભેગી કરવા જેવી નથી. એક વિચાર એવો પણ છે કે, જગન્નાથ પુરીને જેમ અમદાવાદ શહેરમાં કરફ્યૂ નાંખીને રથયાત્રા કાઢવી જોઈએ. ભક્તો વગરની રથયાત્રા કાઢવી તે પણ યોગ્ય નથી. ભક્ત જ નહીં હોય તો ભગવાનના દર્શન કરશે કોણ ?

IBએ રીપોર્ટ આપ્યો છે રથયાત્રા ન યોજવી

તાજેતરમાં જ IBએ એલર્ટ આપ્યું છે કે, રથયાત્રા યોજાશે તો કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શકયતાઓ વધી જશે. IBએ આ રિપોર્ટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આપ્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ તમામ ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, તેવી ભલામણ કરી છે. આ સંજોગોમાં હવે સરકાર શું નિર્ણય કરે છે, તેના પર તમામ ભક્તોની નજર છે.

કોરોનાની બીજી લહેરમાં સારવાર આપવામાં સરકાર નિષ્ફળ

હાલ ગુજરાત સરકાર સામે રથયાત્રા અંગે નિર્ણય કરવો ખૂબ કઠિન છે. એક તરફ કોરોના છે અને બીજી તરફ હિન્દુઓની ધાર્મિક ભાવના છે. બીજી લહેરને કન્ટ્રોલ કરવામાં અને દર્દીઓની સારવાર કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હતી. જોકે પાછળથી બધી વ્યવસ્થાઓ થઈ પણ તે પહેલા કોરોના પોઝિટિવ અને મ્યુકોર માઈકોસિસથી અનેક દર્દીઓના મોત થયા હતા. હોસ્પિટલો ફુલ હતી. 108 એમ્બ્યુલન્સનું 22થી 28 કલાકનું વેઈટિંગ હતું. આ બધુ રાજ્ય સરકાર કેવી રીતે ભુલી શકે. કોરોના પોઝિટિવ થયા પછી સારવાર લઈને બચી ગયેલા તમામ લોકો પણ એવું ઈચ્છે કે, ધાર્મિક મેળાવડા ન થવા જોઈએ.

રથયાત્રા પછી અનેક ઉત્સવો આવે છે

આગામી બે મહિનામાં રથયાત્રા પછી શ્રાવણ મહિનો આવે છે. શ્રાવણ મહિનો ઉત્સવોથી ભરેલો હોય છે. ગણેશોત્સવ અને મહોરમ પણ આવશે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નિર્ણય લેવો રહ્યો. ગુજરાત સરકારે ગુજરાતની પ્રજાની સુખાકારી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને જ તમામ ધાર્મિક મેળાવડાઓ ન યોજવા નિર્ણય લેવો જોઈએ. રથયાત્રાને કારણે કોઈના જીવ જોખમમાં ન મુકી શકાય, તે પણ વાસ્તવિકતા છે. જોઈએ હવે ગુજરાત સરકાર કયા પ્રકારના નિર્ણય લે છે .

- ભરત પંચાલ, બ્યૂરો ચીફ ETV Bharat, ગુજરાત

Last Updated : Jun 23, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.