- તૌકતે વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું
- રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું
- ઉત્તર પ્રદેશમાં થઇને શાંત થઈ શકે છે વાવાઝોડું
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જોકે, હાલ ગુજરાત પરથી વાવાઝોડાનું સંકત તળી ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક બાદ રાજ્યમાં ફરી વાતાવરણ સ્વચ્છ થઈ જશે અને ફરી ગરમીનો અહેસાસ પણ શહેરીજનો તેમજ રાજ્યના નાગરિકોને કરવો પડશે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા
આ વાવાઝોડાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સંકેત પણ આપી દેવામાં આવ્યાં છે કે, તૌકતે વાવાઝોડું ગુજરાતથી આગળ વધી રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. જેના લીધે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. આ વાવાઝોડું ઉત્તરપ્રદેશમાં શાત થઈ શકે છે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ તૌકતેના પગલે ગાંધીનગર જિલ્લામાં 24 કલાકમાં 263 મિમી કમોસમી વરસાદ નોંધાયો
માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બનાસકાંઠાના પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તો હજુ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.