ETV Bharat / city

ગાયે પોતાની વાછરડીની સારવાર કરાવવા 1962 વાનનો રોક્યો રસ્તો, જુઓ વીડિયો... - અમદાવાદમાં 1962નો સેવા

ધોળકા તાલુકાના વટામણ ગામે ‘મા તે મા’ કહેવત સાર્થક થઇ છે. આ ગામમાં ગત 4 દિવસથી પોતાની વાછરડીની સારવાર કરાવવા એક ગાય 1962-વાનનો રસ્તો રોકી બેસી રહે છે.

ETV BHARAT
પોતાની વાછરડીની સારવાર કરાવવા ગાય 1962 વાનનો રસ્તો રોકે છે
author img

By

Published : Oct 13, 2020, 10:57 PM IST

અમદાવાદઃ 6 ઓકટોબર 2020ના રોજ જિલ્લાના વટામણ ગામમાં ગાયની સાથે ફરતી એક વાછરડીનો અકસ્માત થયો હતો. જેથી આ વાછરડીનો એક પગ તૂટી ગયો હતો અને બીજો એક પગ માઇનર ફ્રેક્ચર થયો હતો. જેથી 1962 પર ઇમર્જન્સી કોલ આવ્યો હતો. કોલ મળતાની સાથે 1962ની ટીમે સ્થળ પર પહોંચી હતી અને વાછરડીને સંપૂર્ણ સારવાર આપી હતી. તબીબી ટીમે તૂટેલા પગને કાપીને દૂર કરી તેનું ડ્રેસિંગ કર્યું હતું અને ફ્રેક્ચરવાળા પગને પ્લાસ્ટર કર્યું હતું. આ સાથે જ ઇન્જેકશન અને બોટલ ચડાવી હતી.

ETV BHARAT
બીમાર વાછરડી

આશ્ચર્ય જનક વાત એ છે કે, ત્યાર પછી 2 દિવસ બાદ 8 ઓકટોબર, 2020ના રોજ 1962ની ટીમ તે સ્થળેથી નીકળી, ત્યારે તે ગાય 1962-ગાડી જોઈ ટીમને ઓળખી ગઈ હતી. આ ગાય દોડતી-દોડતી 1962-ગાડી જોડે આવી અને વાનને ઘેરી લીધી હતી. જેમ મા પોતાના દીકરા માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાય તેની વાછરડીની સારવાર માટે ટીમને તેમની જોડે આવાનું કહેતી ભાંભરતી હતી. જેથી ટીમને પણ ખબર પડી ગઈ એટલે ટીમ પણ પોતાની ફરજ બજાવવા અને ગાયની પછળ-પાછળ જઈ વાછરડીને સારવાર આપી રી-ડ્રેસિંગ કર્યું હતું. રુટીન વિલેજ વિઝીટ દરમિયાન આ જ ઘટનાક્રમ 10 ઓકટોબરના રોજ ફરી પૂનરાવર્તીત થયો હતો.

1962 ટીમના પ્રયાસો બાદ હાલ તે ગાય અને વાછરડી ગામના જ એક પશુપાલકના વાડામાં આશ્રય લઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, હરતું-ફરતું પશુ દવાખાનું-1962 ઇમરજન્સી સેવા 22 જૂનના રોજ મુખ્યપ્રધાને રાજ્યભરમાં શરૂ કરાવી હતી.

પોતાની વાછરડીની સારવાર કરાવવા ગાય 1962 વાનનો રસ્તો રોકે છે

આ અંગે પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીના જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યમાં 11 અને શહેરમાં 3 હરતા-ફરતાં પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 10 ગામ દીઠ 1 વાન મૂકવામાં આવી છે. આ હરતું-ફરતું પશુ દવાખાનું રોજ 3 ગામની નિયમિત મુલાકાત લે છે અને ગામડાના બીમાર પશુઓને સારવાર આપે છે. આમ કુલ 6 કલાકની વિલેજ વિઝીટ કરે છે. આ ઉપરાંત બીજા 6 કલાક માટે ઇમર્જન્સી સેવા માટે ખડે પગે રહે છે, એમ કુલ 12 કલાક માટે હરતું-ફરતું પશુ દવાખાનું ઉપલબ્ધ રહે છે.

વિલેજ વિઝીટ દરમિયાન જો કોઈ ઇમરજન્સી કોલ આવે તો વિલેજ વિઝીટને ત્યાં જ અટકાવી ઇમરજન્સી કોલને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી 365 દિવસ માટે સવારે 7થી સાંજે 7 ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.