ETV Bharat / city

હાય રે મોંઘવારી! મોંઘવારીના વધતા મારથી નગરજનો ત્રસ્ત - અર્થતંત્ર

દરેક ચીજવસ્તુઓમાં ઊંચો જતો ભાવવધારો જનસામાન્યના ખિસ્સા પરનો બોજો વધારી રહ્યો છે. ત્યારે પરિવારનું બજેટ સંભાળતી અમદાવાદી ગૃહિણીઓ પણ રોજબરોજની જરુરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારાને કઇ રીતે જૂએ છે તે જાણવાનો પ્રયાસ અમે કર્યો હતો.

હાય રે મોંઘવારી! મોંઘવારીના વધતા મારથી નગરજનો ત્રસ્ત

author img

By

Published : Jun 5, 2021, 6:21 PM IST

  • વધતી જતી મોંઘવારીના કારણે જનતા બેહાલ
  • લોકડાઉન અને અંશતઃ લોકડાઉનના કારણે આવકના સ્ત્રોતમાં ઘટાડો
  • આરોગ્યક્ષેત્રે વધી રહેલા ખર્ચની સાથે વધી રહેલા ભાવ વધારાએ આમ જનતાને મૂંઝવણમાં મૂકી

અમદાવાદ: વધતા જતા ભાવ વધારાના કારણે આમ જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. એક તરફ કોરોનાની અસરને કારણે આરોગ્યક્ષેત્રે કરવો પડતો ખર્ચ અને બીજી તરફ લોકડાઉન અને અંશતઃ લોકડાઉન જેવી પરિસ્થિતિઓના કારણે આવકમાં થઈ રહેલો ઘટાડો કોટુંબિક ખર્ચ ઉપર વિપરીત અસર કરી રહ્યો છે. આવકના સ્ત્રોત કરતા જાવકના રસ્તાઓ વધતા મધ્યમવર્ગી પરિવાર ચિંતામાં મુકાયો છે. એવામાં અમદાવાદની ગૃહિણીઓ મોંઘવારી મુદ્દે શું કહી રહી છે તે જાણવાનો ETV ભારતે પ્રયાસ કર્યો.

અમદાવાદી ગૃહિણીઓ પણ રોજબરોજની જરુરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારાને કઇ રીતે જૂએ છે

આ પણ વાંચોઃ ચોથા ક્વાર્ટરનો ગ્રોથ વધશે પણ વાર્ષિક વિકાસ દર ઘટી 7.3 ટકા રહી શકેઃ એસબીઆઈ

જે ક્ષેત્રમાં રાહત આપી શકાય તે આપવા સરકારે ધ્યાન આપવું જોઇએ

અમદાવાદની ગૃહિણીઓનું કહેવું છે કે ભાવ વધારો દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. ઘરવપરાશની વસ્તુઓ સાથે પેટ્રોલ-ડીઝલ અને, આરોગ્ય ક્ષેત્રનો ખર્ચ બોજા સમાન છે. રાંધણ ગેસના બાટલામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આમ મધ્યમ વર્ગી પરિવાર ઉપર વધુ બોજો પડ્યો છે. જ્યારે બીજી તરફ કેટલીક ગૃહિણીઓનું માનવું છે કે સરકારે તેના ખર્ચ સામે આવક પણ મેળવવી પડે જેના કારણે તેમણે પણ ટેક્સ લેવો પડે. પરંતુ જે ક્ષેત્રોમાં રાહત આપી શકાતી હોય તેવા ક્ષેત્રોમાં સરકાર રાહત આપે તેવી માગણી કરવામાં આવી.

આ પણ વાંચોઃ કોરોનાના કારણે 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.