- આસો વદ ચૌદસ - કાળી ચૌદસ
- મંત્ર-તંત્રમાં માનનારા માટે વિશિષ્ટ દિવસ
- માનવ કલ્યાણ માટે શ્રેષ્ઠ દિવસ
અમદાવાદ: દિવાળીના પર્વમાં આસો વદ ચૌદસને કાળી ચૌદસ (kali chaudas) તરીકે ઓળખવામાં આવે છે. મંત્ર- તંત્રમાં માનનારા માટે આ વિશિષ્ટ પર્વ છે. કાળી ચૌદસ ઉપરાંત તેને વીર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અનિષ્ટ દૂર કરવા પૂજા કરો
જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠિયાએ Etv Bharat ને જણાવ્યું હતું કે, મંત્ર-તંત્રની સાધના માટે કાળી ચૌદસ (kali chaudas) છે. તે માનવ કલ્યાણ માટેનો શ્રેષ્ઠ દિવસ છે. અનિષ્ટ દૂર કરવા, ખરાબ ગ્રહોની સ્થિતિ દૂર કરવા, આરાધ્ય દેવની પૂજા સંપ્રદાય મુજબ થતી હોય છે. આખો દિવસ ઇષ્ટ દેવ, હનુમાનજી કે શનિદેવના જાપ માટે શ્રેષ્ઠ છે.
શનિ કે રાહુની પ્રતિકૂળતા દૂર કરવા
શનિ કે રાહુની પ્રતિકૂળતા કે અન્ય ગ્રહોની પ્રતિકૂળતા દૂર કરવા માટે હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. હનુમાન ચાલીસા અને બજરંગ બાણનું પઠન કરવું જોઈએ. માતાજીની ભક્તિ માટે વિશિષ્ટ માર્ગદર્શન હેઠળ પૂજા કરવી જોઈએ. ભક્તિ દ્વારા માનવ કલ્યાણ માટેનો આ શ્રેષ્ઠ સમય છે.
પિતૃ કૃપા મેળવો
કાળી ચૌદસ (kali chaudas) ના દિવસે સાંજે તેલનો દીવો ઘરના આંગણામાં કે ગેલેરી પાસે પ્રગટાવી પિતૃદેવ કે સંકલ્પિત દેવને પ્રાર્થના કરવાથી તેમની કૃપા અને આશીર્વાદ મળે છે.
આ પણ વાંચો: જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ
આ પણ વાંચો: સ્મૃતિમાં સચવાયેલી એ સુગંધનો તરોતાજા સ્વાદઃ બેસનના લાડુ, ઘરે બનાવવા આ રહી રેસિપી