ETV Bharat / city

લોકડાઉન દરમિયાન જાહેર ફરિયાદોના નિકાલ માટે ટેકનોલોજીનો ઉપયોગ વધુ થયો

author img

By

Published : Sep 5, 2020, 10:28 AM IST

કોરોના વાઇરસના સંક્રમણને કારણે સમગ્ર ભારતમાં તા.25 માર્ચથી લોકડાઉન જાહેર કરાવામાં આવ્યું હતું. આ લોકડાઉનના બે મહિના બાદ દરેક રાજ્યોને સુવિધા અનુસાર સરકારના આદેશ મુજબ અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ. ગુજરાતમાં પણ જૂન મહિનાથી અનલોક-1 લાગુ કરવામાં આવ્યું હતું.

Ahmedabad
લોકડાઉન દરમિયાન જાહેર ફરિયાદોના નિકાલ માટે ટેકનોલોજીનો ઉપયોગ વધુ થયો

અમદાવાદ: લોકડાઉનના આ બે મહિના દરમિયાન કરોડો નાગરિકો પોતાના ઘરમાં રહ્યા છે. ત્યારે સતત નાગરિકોથી ઉભરાતી સરકારી કચેરીઓના દ્વાર નાગરિકો માટે બંધ રહ્યા હતા. જ્યારે અમુક અનિવાર્ય કાર્યો કે, જેના વગર જાહેર કામકાજ અટકી પડતુ હોય, તેના માટે સરકારી કચેરીઓમાં મર્યાદિત સંખ્યામાં સ્ટાફ ઉપલબ્ધ રહેતો હતો. પરંતુ આમ છતાં ખૂબ જ અગત્યના કાર્યો જેમ કે, આરોગ્ય, પોલીસ, સફાઈ, જાહેર વિતરણ અને ડ્રેનેજ જેવી ફરિયાદોના નિવારણ માટે વ્યવસ્થા તંત્ર દ્વારા નાગરિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ મીડિયાએ મોટો ભાગ ભજવ્યો છે. મોટા શહેરોમાં સામાન્ય રીતે વહીવટનું કાર્ય જિલ્લા કલેકટરની કચેરી અને જાહેર સુખાકારીનું કાર્ય સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતું હોય છે.

અમદાવાદ જેવા મેગા સિટીમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા નાગરિકોની સુખાકારી અને તેમની ફરિયાદોનું નિવારણ લોકડાઉન દરમિયાન પણ થાય તે માટે અમદાવાદ જિલ્લા કલેકટર અને તેમના તાબાના અધિકારીઓ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જીવન જરૂરિયાતની વસ્તુઓ યોગ્ય કિંમતે લોકોને મળે, આરોગ્યની ટીમોનું સંકલન કરવું, કોરોનાને લગતી સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે યોગ્ય પગલાં લેવા, જાહેર વિતરણ પર ધ્યાન આપવું, પોલીસ તંત્ર સાથે સંકલન જાળવવું વગેરે જેવા કાર્યો કલેકટર કચેરી દ્વારા કરવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આ એક નવું વાતાવરણ હતું, નવી ડ્યુટી હતી અને સાથે કર્મચારીઓ અને નાગરિકોમાં કોરોનાનો ડર પણ હતો. પરંતુ તેમ છતાં તે વખતે સૌથી મોટો પ્રશ્ન આવડા મોટા શહેરમાં કામ કરતાં લાખો શ્રમિકોને ભોજન અને રાશન પૂરું પાડવું, તેમજ પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવાનો હતો. તો અમદાવાદ જિલ્લાના લાખો નાગરિકોને સસ્તા અનાજની દુકાનેથી સરકારની જાહેરાત પ્રમાણે યોગ્ય અનાજ મળી રહે તેની દેખરેખનું કાર્ય પણ હતું. આ માટે વિવિધ શાખાઓ સાથે સંકલન અને ઉચ્ચ તેમજ તાબાના અધિકારીઓ સાથે સતત મિટિંગ યોજાતી રહેતી હતી.

આ સમયે જાહેર ફરિયાદ નિવારણ માટે આ કચેરીઓ ફિઝિકલ બંધ હતી. પરંતુ સરકારી આદેશો પ્રજા સુધી પહોંચાડવામાં મીડિયાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મીડિયાના માધ્યમ દ્વારા જાગરૂકતા ફેલાવવામાં આવી છે. જેમાં સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે, કલેકટર કચેરીના ટ્વિટર હેન્ડલ, ફેસબુક પેજ, તેમજ જુદા-જુદા કાર્યો માટે જાહેર કરાયેલા વોટ્સએપ નંબર અને ટેલિફોનિક નંબર દ્વારા પણ લોકોની ફરિયાદનું નિવારણ કરવાના પ્રયત્નો કરાયા છે અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત અગત્યનાં કામો ન અટકે તે માટે જુદા-જુદા સરકારી ખાતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ, ઝૂમ એપ્લિકેશન, ગુગલ મિટ જેવા ડિજિટલ સાધનો દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર લોકોને સોલ્યુશન આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાએ ઇટીવી ભારતને વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ કાળ દરમિયાન સ્ટાફ ઓછો હતો અને જે કામો પછીથી થઈ શકે. પરંતુ ફિઝિકલ સુનાવણી જરૂર હોય તે થઈ શક્યાં નથી. તે કાર્યો અત્યારે શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે સામાન્ય રોજના કાર્યો જેમ કે આવકનો દાખલો, સોગંદનામું, જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ જેવા કાર્યો પણ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. આમ તો સામાન્ય પ્રમાણપત્રો ઓનલાઇન એપ્લિકેશનથી પણ મેળવી શકાય છે અને સરકારે સામાન્ય નાગરિકને તકલીફ ન પડે તે માટે આવા અમુક પ્રમાણ પાત્રોની વેલીડિટી પણ વધારી છે. જોકે, અત્યારે કામનું ભારણ વધ્યું છે અને લોકો તેમની ફરિયાદો કે, આવેદનપત્રો લઈને જિલ્લા સેવાસદન આવી રહ્યા છે. ત્યારે કલેકટર કચેરી દ્વારા નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે કોરોના વાઇરસને લઈને નિયમો સાથે નાગરિકોના કાર્યો કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ધીમે-ધીમે કામકાજ સામાન્ય થઈ રહ્યું છે. સરકારી નીતિ નિયમો પ્રમાણે દરેક કાર્યોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેમ કે, પાણી, ડ્રેનેજ, રસ્તાઓ, જાહેર આરોગ્યની સેવાઓ, સ્થાવર મિલકતના પ્રશ્નો વગેરે. તેથી નાગરિકોની ફરિયાદ સાંભળવા માટે પહેલેથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડિજિટલ થઈ ગયું છે. તેની પોતાની ફરિયાદ નિવારણની રજૂઆત માટેની મોબાઈલ એપ પણ છે. ત્યારે અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પાલડી ખાતે આવેલા કંટ્રોલરૂમમાં CCRS એટલે કે 'સીટીઝન કમ્પ્લેન રિડ્રેસલ સિસ્ટમ' નામનું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યુ છે. જેના પર આવતી ફરિયાદોને સાંભળવા 30 થી વધુ કર્મચારીઓનો સ્ટાફ 24×7 હાજર હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્પલાઇન 155 303 નંબર ઉપર ફોન કરીને કમ્પ્લેન નોંધાવી શકાય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા જેમકે ટ્વીટર, ફેસબુક, મોબાઈલ એપ, IVR અને મેસેજ દ્વાર પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુવાન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર પૃથ્વીરાજસિંહ ઝાલાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન પણ કોર્પોરેશનના જુદા-જુદા જાહેર કાર્યોની ફરિયાદને લઇને હેલ્પલાઇન પર ફોન આવતા રહ્યા છે. ફિઝિકલ કામ કરવા માટે આરોગ્ય અને સફાઇ કર્મીઓ સીવાય અન્ય વિભાગના કર્મચારીઓની તંગી હતી. એમ પણ સમગ્ર વિશ્વ માટે નવી આ કોરોના મહામારીમાંથી શહેરના નાગરિકોને બચાવવા માટે તે સમયે કોર્પોરેશન માટે આરોગ્યની સેવાઓને જ પ્રાથમિકતા આપવામાં આવી હતી.જ્યારે તે વખતે બહુ જરૂરી ન કહેવાય તેવી સેવાઓને સ્થગિત કરવામાં આવી હતી.

કોર્પોરેશનના ગ્રીવેન્સ રિડ્રેસલ મિકેનિઝમ સિસ્ટમમાં, કંટ્રોલરૂમમાં મેસેજ કે કોલ આવતા જ તેના એડ્રેસ અને વિગત સાથે જે તે ડિપાર્ટમેન્ટે ફોરવર્ડ કરવામાં આવે છે. નિયત સમયમાં તેનો ઉકેલ આવે તેનું ફોલોઅપ લઈને નાગરિકને તેમની સમસ્યાઓનું નિવારણ ક્યારે થશે તેના નિયત સમય સાથે ફરિયાદ નમ્બર જણાવવામાં આવે છે. ફરિયાદ નિવારણ થતા તેનો મેસેજ પણ નાગરિકને મોકલાય છે. સામાન્ય રીતે એક દિવસમાં ફરિયાદનું નિવારણ કરાય છે. લોકડાઉન દરમિયાન પણ નાગરિકોની ફરિયાદો સાંભળવામાં આવતી હતી. આજે પણ દરરોજ 3000 જેટલી ફરિયાદો કોર્પોરેશન કંટ્રોલરૂમ પાસે જુદા-જુદા મધ્યમોથી વિસ્તારમાંથી આવે છે.

કોરોનાવાયરસના સંક્રમણ કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ 104 હેલ્પલાઇન પર કોરોના વાઇરસને લઈને આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં શહેરમાં નાગરિકોના ઘરે-ઘરે જઈને આરોગ્યનું સ્ક્રિનિંગ કરવું, હેલ્થ સ્ક્રિનિંગ પોઇન્ટ ઉભા કરવા, કોરોનાનું ટેસ્ટિંગ અને સારવાર સાથે માહિતીનું એકત્રીકરણ અને ડેટા એનાલિસિસ, ખાનગી હોસ્પિટલો સાથે સંકલનનો પણ સમાવેશ થાય છે. જો કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામે તો તેના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવો પણ કોર્પોરેશનના કાર્યમાં સામેલ હતું. લોકડાઉનમાં કોર્પોરેશન દ્વારા તેની ફરજમાં ના આવતા હોય તેવા કાર્ય પણ જાહેર સુખાકારી માટે કરવામાં આવ્યા છે. જેમ કે, ગરીબો સુધી તૈયાર ભોજન અને રાશન પહોંચાડવું લોકોના ઘર સુધી શાકભાજીનું વિતરણ કરવું.

કોરોના વાઇરસની આ ઉપાધિ સમગ્ર વિશ્વ માટે નવી હતી. ત્યારે જાહેર સેવકોએ પોતાનાથી બનતા દરેક કાર્ય કર્યા છે. ખાસ કરીને આરોગ્ય કર્મીઓ, સફાઈ કર્મીઓ, પોલીસ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલ કર્મચારીઓ, રેલ્વે કર્મીઓ વગેરે દ્વારા કોરોના સંક્રમણના કાળમાં, લોકડાઉન દરમિયાન પણ જાહેર કાર્યો કરવામાં આવ્યા છે. તેમાં કેટલાય કર્મચારીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને કેટલાંય કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.