ETV Bharat / city

Suicide In Ahmedabad: સ્વરૂપવાન મંગેતરના ત્રાસથી વેપારી પુત્રએ કરી આત્મહત્યા, યુવતી કરતી હતી અવનવી ડિમાન્ડ

અમદાવાદના નરોડામાં વેપારી પુત્રએ મંગેતરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા (Suicide In Ahmedabad) કરી લીધી હતી. સગાઈ બાદ યુવતી એક પછી એક મોંઘી માંગણીઓ કરતી હતી. સતત માંગણીઓ કેનેડા જવા માટે લાખો રૂપિયા ભેગા કરવાના દબાણ અને સગાઈ તોડી દેવાની ધમકીથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

Suicide In Ahmedabad: સ્વરૂપવાન મંગેતરના ત્રાસથી વેપારી પુત્રએ કરી આત્મહત્યા, કરતી હતી અવનવી ડિમાન્ડ

author img

By

Published : Mar 2, 2022, 7:50 PM IST

અમદાવાદ: નરોડામાં યુવતી અને તેના પરિવારે યુવક પાસે સતત પૈસાની માંગણી કરી અને આ માંગણીના કારણે યુવકે આત્મહત્યા (Suicide In Ahmedabad) કરી હોવાની ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારના કૈલાશ રોયલ ફ્લેટ (Kailash Royal Flat Naroda)ના I બ્લોકના 203 નંબરના ફ્લેટમાં રહેતા માખીજા પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે.

યુવતી કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરી ત્રાસ આપતી હતી.

કેનેડા જવા રૂપિયા ભેગા કરવા દબાણ કરતી હતી યુવતી

આ પરિવાર કેમેરા સામે હાથ જોડી જોડીને રડી રહ્યો છે. આ પરિવારના 30 વર્ષીય પુત્ર લખન માખીજાએ ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો (man tortured by fiancee in ahmedabad) ખાઇ મોત પસંદ કરી લીધું હતું. પરિવાર જણાવે છે કે, મૃતક લખનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરી ત્રાસ આપતી હતી અને સગાઈ તોડવા કહીને મૃતકને સતાવતી હતી, જેથી લખને આત્મહત્યા (Suicide Cases In Ahmedabad) કરી હતી અને મધ્યરાત્રીએ જ મોતને પસંદ કર્યું હતું.

આ પણ વાંચો: Child suicide in Surat: કામરેજના ખોલવડમાં સગીરે કર્યો આત્મહત્યા, સ્યૂસાઈડ નોટમાં બાવાનો ઉલ્લેખ

સગાઈ થઈ ત્યારથી જ યુવતી કરતી હતી એક પછી એક માંગણીઓ

મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાન મૃતકના જ સામેના H બ્લોકમાં રહેતી હતી અને મૃતક લખન સાથે સગાઇ કરી હતી. બંનેના લગ્ન પણ થવાના હતા, પણ એ પહેલા જ લખન માખીજાએ કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. પરિવારનો આક્ષેપ છે કે, જ્યારથી સગાઇ થઇ ત્યારથી જ મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાને અલગઅલગ માંગણીઓ શરુ કરી હતી, જેમાં પહેલા આઈફોનની માંગણી કરી હતી. તો મૃતક લખન આઇફોન લઈ આવ્યો હતો. બાદમાં મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાનને લેહ-લદ્દાખ ફરવા (Leh Ladakh Tour From Ahmedabad) માટે જવું હતું, ત્યારે તેણે એક લાખ રોકડની માંગણી કરી હતી. મૃતક યુવક લખને એક લાખ રૂપિયા આપ્યાનો આક્ષેપ પરિવાર કરી રહ્યો છે.

આ પણ વાંચો: Rajkot Businessman Suicide case : લલીત કગથરાએ મહેન્દ્ર ફ્ળદુ આત્મહત્યા કેસની ઊંડી તપાસ કરવાની માગ કરી

પોલીસે ના નોંધ્યો ગુનો, અનેક દિવસ સુધી ધક્કા ખવડાવ્યા

ત્યારબાદ યુવતી વર્ષા ઉર્ફે વંદના જેસવાને વાઈટ ગોલ્ડ સેટ (White gold set Ahmedabad)અને ડાયમંડના સેટની પણ માંગણી કરી હતી. આ તમામ ઘટના બાદ પોલીસને જાણ પણ કરાઈ. ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને અપાયા. સ્વરૂપવાન યુવતી પર ગુનો નોંધવાની જગ્યાએ નરોડા પોલીસે મૃતકના પરિવારને અનેક દિવસો સુધી ધક્કા ખવડાવ્યા. પોલીસ આ અંગે સ્વરૂપવાન યુવતી સામે ગુનો નોંધવાના મૂડમાં નહોતી. પણ મૃતકના પરિવારે કમિશ્નર સુધી રજૂઆત કરતા હવે પોલીસને રેલો આવ્યો અને કમને ગુનો નોંધ્યો છે. પરિવારનો સતત આક્ષેપ છે કે, પોલીસે જે તે સમયે નિવેદન માટે યુવતીને બોલાવી હતી. પણ તેના રૂપ અને ભ્રામક વાતોમાં પોલીસ આવી ગઈ અને ગુનો નોંધ્યો નહીં અને યુવતીને ભાગવાનો મોકો આપ્યો. ત્યારે ગુનો નોંધ્યા બાદ પોલીસ સામાન્ય યુવતીને પકડે છે કે નહીં તે સવાલ પરિવારને સતાવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.