- મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની વ્યવ્સથા સિવિલમાં કરવામાં આવી
- દર્દીઓ વધુ માહિતી મેળવી શકે તે માટે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો
- અરજીઓનો અભ્યાસ કર્યા બાદ 112 અરજીઓ ફાયનલ કરવામાં આવી હતી
અમદાવાદ: હાલની સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ (Mukarmycosis)ના કેસમાં સતત વધારો થતા તેની સારવાર માટે જેની સારવારમાં ઇન્જેક્શનના વિતરણ બાબતે એમ્ફોટેરિસીન બી (Amphotericin B) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. પરંતુ તેની અછત સર્જાતા હાલ મુશ્કેલી સર્જાઈ રહી છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
112 અરજીઓ આવી
તારીખ 26મી મેના રોજ શહેરની 12 ખાનગી હોસ્પિટલમાંથી આવેલી અરજીઓનો અભ્યાસ કર્યા બાદ 112 અરજીઓ ફાયનલ કરવામાં આવી હતી. જેના આધારે 364 ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું હતુ. બે દિવસમાં 46 ખાનગી હોસ્પિટલમા સારવાર મેળવી રહેલા 234 દર્દીઓ માટે 784 ઇન્જેકશન વિતરણ યુધ્ધના ધોરણે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આનંદો... ગુજરાતમાં કોરોના પોઝિટિવ રેટ ઘટતો જઈ રહ્યો છે, બીજા રાજ્યો કરતાં રીકવરી રેટમાં પાછળ
ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે
સીવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. સવારે 9 થી 12 ના સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીના ડોક્યુમેન્ટસ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહે છે. જેના આધારે તમામ ડોક્યુમેન્ટસનું પૃથ્થકરણ કરીને બપોરે 3 થી 5 ના સમયગાળા દરમિયાન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની બારી નં. 10 થી 12માં ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.