ETV Bharat / city

Subhash Chandra Bose Award: વડાપ્રધાન ગુજરાતની આપદા પ્રબંધન સંસ્થાને સુભાષચંદ્ર બોઝ એવોર્ડ આપશે - સુભાષચંદ્ર બોઝ એવોર્ડ

સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર (Subhash Chandra Bose Award ) બે કેટરગરીમાં અપાય છે. જેમાં પહેલું છે સંસ્થાને આપદા પ્રબંધન ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે અને વ્યક્તિને આ ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે. આ વર્ષે આ એવોર્ડ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management Institute of Gujarat) (GIDM)ને સંસ્થા તરીકે તથા પ્રૉ.વિનોદ શર્માની વ્યક્તિગત શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે.

Subhash Chandra Bose Award: વડાપ્રધાન ગુજરાતની આપદા પ્રબંધન સંસ્થાને સુભાષચંદ્ર બોઝ એવોર્ડ આપશે

author img

By

Published : Jan 23, 2022, 5:53 PM IST

અમદાવાદ: વર્ષ-2022 માટે સંસ્થાની શ્રેણી માટે પી.કે.તનેજા, ડાયરેક્ટર જનરલ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ (GIDM)ને સંસ્થા વતી આ પુરસ્કાર તા.23 જાન્યુઆરી, 2022 ના રોજ ઇન્ડિયા ગેટ ખાતે આયોજિત થનારા કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે અપાશે. જયારે પ્રૉ.વિનોદ શર્મા વ્યક્તિગત શ્રેણીમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2022 (Subhash Chandra Bose Award ) માટે પસંદ કરવામાં આવ્યા છે.

એવોર્ડમાં શું મળે છે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કારની જાહેરાત પ્રતિવર્ષ 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજ્યંતિ (Subhash Chandra Bose Birthday 2022)ના દિને કરવામાં આવે છે. આ સન્માન અંતર્ગત સંસ્થાને રૂ.51 લાખ રોકડ રકમ અને પ્રમાણપત્ર તથા વ્યક્તિગત શ્રેણીમાં રૂ.5 લાખની રોકડ રકમની સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

પુરષ્કાર માટે નામાંકન ભરવામાં આવે છે.

ચાલુ વર્ષના પુરસ્કાર માટે 1 જુલાઈ, 2021થી નામાંકન આમંત્રિત કરવામાં આવ્યા હતા. વર્ષ-2022માં આ પુરસ્કાર સંદર્ભે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક તથા સોશ્યિલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. જેની ફળશ્રુતિરૂપે 243ની સંખ્યામાં અલગ-અલગ સંસ્થાઓ અને વ્યક્તિવિશેષના નામાંકન પ્રાપ્ત થયા હતા.

ગુજરાત ડિઝાસ્ટર મેજેમેન્ટની સ્થાપનાને 10મું વર્ષ

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) એટલે કે, ગુજરાત આપત્તિ નિયમન સંસ્થાની સ્થાપના વર્ષ-2012માં ગુજરાતમાં ડિઝાસ્ટર રિસ્ક રીડકશન (આપત્તિથી જોખમ ઘટાડવા) થાય તે માટે કરવામાં આવી હતી. જેમાં કૌશલ્ય નિર્માણ, તાલીમ અને કાર્યક્રમોનું આયોજન કરીને GIDMને રોગચાળા, દુર્ઘટનાઓ સહિતના વિવિધ વિષયો અંગે સક્ષમ બનાવવામાં આવી હતી.

GIDMએ કોરોના કાળમાં કર્યા કામ

એકતરફ જયારે વર્ષ-2021માં દેશ પૂર્ણ કે આંશિક લોકડાઉનમાં હતો ત્યારે, GIDMએ સિફતપૂર્વક ''ન્યુ નોર્મલ''ની સ્થિતિ પ્રાપ્ત કરી લઈને 80 મલ્ટી-સેકટોરીઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કરવાની સાથે 12,123 લોકોને કોવિડ-19 તથા અન્ય જોખમો સામે લડવા તાલીમબદ્ધ કર્યા હતા. ''ગુજરાત ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ''અને કોવિડ-19ના એકીકૃત નિરીક્ષણના હેતુસર ''એડવાન્સડ કોવિડ-19 સિન્ડ્રોમીક સર્વેલન્સ''(ACSyS) નામક મોબાઈલ એપને પણ આ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવી છે.

BIMSTECના સભ્યોને આપે છે તાલીમ

આ સંસ્થાએ ''ધ બે ઓફ બંગાળ ઈનિટીએટીવ ફોર મલ્ટી-સેકટોરીયલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન (BIMSTEC)ના સભ્ય દેશોને તાલીમ તથા કૌશલ્ય નિર્માણની તાલીમ આપી હતી. અત્રે નોંધનીય છે કે, GIDM દ્વારા 5 કલાકનો આપત્તિ વ્યવસ્થાપનનો એક મૂળભૂત ઈ-કોર્સ પણ આવ્યો છે, જે DIKSHA ઉપર નિઃશુકલ ઉપલબ્ધ છે.

વ્યક્તિગત ઇનામ વિનોદ શર્માને

પ્રૉ.વિનોદ શર્મા ''ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન''માં પ્રોફેસર તથા સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ પ્રેસિડેન્ટ પદે કાર્યરત છે. તેઓ 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ'' સ્થાપક સંયોજક પણ છે. ડિઝાસ્ટર રિસ્ક રીડકશન ક્ષેત્રે તેમણે કરેલા અવિરત પ્રયાસોથી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ છે. વળી, લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ફોર એડમીનસ્ટ્રેશન (LBSNAA) તથા અન્ય કેટલીક આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાઓ સાથે નિષ્ણાત તરીકે સેવાઓ આપે છે.

આ પણ વાંચો:

શું તમે ઈચ્છો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમને બર્થ-ડે વિશ કરે ?

વાહ... વૈજ્ઞાનિકોએ મિનિટોમાં કોવિડને શોધી કાઢવાની ટેકનિક વિકસાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.