ETV Bharat / city

ટોક્યો પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાઇ

ટોક્યો પેરા ઓલમ્પિકમાં બેડમિન્ટન સિંગલ્સની રમતમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા 03 કરોડ રૂપિયાથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આજે ગુરુવારે ભાવિનાને ચેક અર્પણ કરવા માટે રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા ભાવિનાના ઘરે પહોંચ્યા હતા.

ટોક્યો પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાઇ
ટોક્યો પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાઇ
author img

By

Published : Oct 21, 2021, 5:33 PM IST

  • રાજ્ય સરકારે ભાવિના પટેલને 03 કરોડનો પુરસ્કાર આપ્યો
  • રમત અને યુવા પ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા ખેલાડીના ઘરે
  • ભાવિના દ્વારા અપાયેલા સૂચનો ઉપર ધ્યાન અપાશે

અમદાવાદ : હર્ષ સંઘવીએ ભાવિના અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની દીકરીએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભાવીનાએ અમદાવાદમાં ટેબલ ટેનિસની ટ્રેનિંગ લીધી હતી. નાના ઘરમાં લોકડાઉન દરમિયાન એક રૂમને ભાવિનાએ પ્રેક્ટિસ રૂમમાં કન્વર્ટ કર્યો હતો. તેઓ ઓલમ્પિકમાં જતા પહેલા પણ તેજ રુમમાં પ્રેક્ટિસ કરતી હતી.

ટોક્યો પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાઇ

રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો

રાજ્ય સરકારે દેશ અને રાજ્યનું ગૌરવ વધારવા બદલ ભાવિના પટેલને ત્રણ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે ખેલ મહાકુંભ થકી ગામડાના નાના ખેલાડીઓને મોટા પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કર્યું હતું. ભાવિનાએ પુરસ્કાર બદલ રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો.

ભાવિના દ્વારા અપાયેલા સૂચનો ઉપર ધ્યાન અપાશે

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી ટુર્નામેન્ટ રમવા કોઈ ખેલાડી વિદેશ જાય, ત્યારે તેમને ચોક્કસ સહાય મળી રહે અને તેના પ્રશ્નોના ઉકેલ આવે તે મુજબનું કાર્ય રાજ્ય સરકાર કરશે. ભાવિના દ્વારા અપાયેલા સૂચનો ઉપર ધ્યાન અપાશે.

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

આ પણ વાંચો : ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તા રોકી શકતા નથી: SC

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.