ETV Bharat / city

State Doctors Strike: રાજ્યના 10,000 સરકારી ડોક્ટર આજથી હડતાળ પર, જાણો કારણ - અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની હડતાળ

રાજ્યના 10,000 સરકારી ડોક્ટર્સ આજથી અચોક્કસ મુદતની હડતાળ (Government Doctors strike in State) કરશે. રાજ્ય સરકારે ડોક્ટર્સની પડતર માગણી પૂર્ણ ન કરતા ડોક્ટર્સે હડતાળનો (Doctors strike for demands) નિર્ણય કર્યો છે.

State Doctors Strike: રાજ્યના 10,000 સરકારી ડોક્ટર આજથી હડતાળ પર, જાણો કારણ

author img

By

Published : Apr 4, 2022, 8:56 AM IST

Updated : Apr 4, 2022, 9:22 AM IST

અમદાવાદઃ રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં જનારા દર્દીઓને આજે તકલીફનો સામનો કરવો પડશે. કારણ કે, રાજ્યના 10,000 સરકારી ડોક્ટર્સ આજથી અચોક્કસ મુદતની હડતાળ (Government Doctors strike in State) કરશે. સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સે રાજ્ય સરકાર સમક્ષ પોતાની માગણી અંગે (Doctors strike for demands) વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા આજથી (સોમવાર) રાજ્યની સરકારી અને GMERS સંચાલિત મેડિકલ કોલેજોના 10,000 ડોક્ટર્સ હડતાળ પર (State Doctors Strike) ઉતરશે.

વિવિધ લાભ અંગે ડોક્ટર્સનો વિરોધ - કેન્દ્રના પગાર ધોરણ મુજબ લાભ ન મળતા તેમ જ વિવિધ પ્રશ્ન મુદ્દે ડોક્ટર્સ હડતાળ પર (Government Doctors strike in State) ઉતરશે. આ હડતાળમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના 450 જેટલા ડોક્ટર્સ (Ahmedabad Civil Hospital doctors strike) પણ જોડાશે. ઓપીડી ઉપરાંત ઈમરજન્સી સેવાથી પણ ડોક્ટર્સ અડગા રહેશે. તેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ Bhavnagar Trade Union: સંયુક્ત ટ્રેડ યુનિયન હડતાળ પર, આશાવર્કર બહેનોનો પણ વેતન મુદ્દે આકરો રોષ

ડોક્ટર્સના પ્રશ્નોના ઉકેલ અંગે સરકારે આપી હતી બાંહેધરી - ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લે સરકાર સાથે બેઠક યોજાઈ ત્યારે ડોક્ટર્સના પ્રશ્નોનો ઉકેલ (Demands of Doctors) આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. જોકે, 31 માર્ચ સુધીમાં ઠરાવ કરવાનું જે વચન આપ્યું હતું. તે સરકારે કર્યું નથી. આ રીતે ડોક્ટર્સને લાભ ન આપીને અન્યાય થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશન, GMERS, ઈન સર્વિસ ડોક્ટર્સ, હેલ્થ સર્વિસ, મેડિકલ સર્વિસ, ESISના ડોક્ટર્સ પણ આ હડતાળમાં જોડાશે.

આ પણ વાંચોઃ સલાયા નગર પાલિકાના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, સમગ્ર પંથકમાં ગંદકીના ઢગલા

સરકારે માગણી પૂરી કરવાની જાહેરાત કરી ડોક્ટર્સને કોણીએ ગોળ ચોટાડ્યો - આ પહેલા 20મી જાન્યુઆરીએ હડતાળના એલાન (Doctors strike for demands) અંગે રાજ્ય પ્રધાન જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ ડોક્ટર્સ, ડેન્ડલ કેડરના તમામ પ્રશ્નો અને માગણીઓનો સ્વીકાર (Demands of Doctors) કરાયો છે, પરંતુ આ જાહેરાતના અમલ માટે કોઈ ઠરાવ કે પરિપત્ર કરાયા નથી. તેવો ડોક્ટર્સે દાવો કર્યો છે.

સરકાર સામે ડોક્ટર્સનો અવિશ્વાસ - ડોક્ટર્સનો આક્ષેપ છે કે, કેન્દ્રના પગાર પંચ મુજબ લાભો આપવામાં વિલંબ કરવામાં આવે છે. સરકારે આ પહેલા ડોક્ટર્સની માગણી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ ડોક્ટર્સને સરકારની જાહેરાત પર વિશ્વાસ ન હોવાથી ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાળ (Government Doctors strike in State) પર ઉતર્યા છે.

Last Updated : Apr 4, 2022, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.