ETV Bharat / city

Year Ender 2021: વર્ષમાં એસ.ટી નિગમના મોટા સમાચારો - ST BUS હડતાળ

2021નું વર્ષ વિકાસની દ્રષ્ટિએ એસ.ટી.નિગમ માટે ઘણું સારું રહ્યું છે, પરંતુ કોરોના અને કર્મચારીઓના પ્રશ્નોને લઈને એસ.ટી.નિગમે પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડી છે. 2021 માં એસ.ટી નિંગમને લગતા કેટલાક મહત્વનાં સમાચારો પર એક નજર...

વર્ષમાં એસ.ટી નિગમના મોટા સમાચારો
વર્ષમાં એસ.ટી નિગમના મોટા સમાચારો
author img

By

Published : Dec 26, 2021, 11:13 AM IST

Updated : Dec 26, 2021, 11:23 AM IST

1. CM રૂપાણીએ કરી જાહેરાત, રાજ્ય સરકાર 1000 ST બસો અને 50 ઇ-બસની કરશે ખરીદી

રાજ્યમાં એસ.ટી.નિગમના નવા બસ સ્ટેન્ડ રોડનું ખાતમુર્હૂત કરતા સમયે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. રૂપાણીએ જાહેરાતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું એસ.ટી.નિગમ આવનારા સમયમાં એક હજાર જેટલી નવી બસો ખરીદશે. ઉપરાંત નાના રોડ પર 50 જેટલી ઈલેક્ટ્રીક બસોની પણ ખરીદી કરવામાં આવશે. CLICK HERE

2. રાત્રિ કરફ્યુ: અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડામાં 1000થી વધુ બસ સેવ બંધ

કોરોના સંક્રમણને ધ્યાને રાખી રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે જ આ શહેરોમાં 1000 કરતાં પણ વધાર બસોની સેવા બંધ કરવામાં આવી છે. CLICK HERE

3. ST BUS હડતાળ સમેટાઈ: સરકારે સ્વીકારી કર્મચારીઓની માગ

છેલ્લા કેટલાય વર્ષોથી એસટી વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો ન હતો. વર્ષ 2018 માં દાખલ કર્યા બાદ અમુક માગ રાજ્ય સરકાર દ્વારા સંતોષવામાં આવી હતી પરંતુ મહત્વની માગોને રૂપાણી સરકારે સ્વીકારી ન હતી. આજે 20 ઓક્ટોબરના રોજ એસ.ટી વિભાગ દ્વારા હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી હતી. સરકારે યુનિયન સાથે બેઠક કરીને તેમની માગોનો સ્વીકાર કરાતા કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી લીધી છે. CLICK HERE

4. દિવાળીમાં મુસાફરોને મુશ્કેલી ન પડે માટે ST નિગમે મૂકી 1,200 એક્સ્ટ્રા બસો, ચૂકવવું પડશે વધુ ભાડું

દિવાળી (Diwali) સમયે પોતાના વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે મુસાફરી માટે સૌથી વધુ ભાર ST વિભાગ (ST Department) પર પડતો હોય છે. લોકોને પણ વાહનોમાં ભીડ હોવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે ST વિભાગે લોકોને મુશ્કેલી ન પડે તે માટે 1,200 એક્સ્ટ્રા બસ (Extra Bus) મુકી છે. જો કે એક્સ્ટ્રા બસમાં મુસાફરે સવા ઘણું ભાડું ચૂકવવું પડશે. CLICK HERE

5. અમદાવાદ રેલવે અને એસટી સ્ટેશન પર વધ્યા કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન

દિવાળીના તહેવારોમાં બજારોમાં મોટા પાયે બજારોમાં ભીડ જોવા મળી હતી. લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવર- જવર કરતા હતા. બીજી તરફ દિવાળી વેકેશનમાં ફરવાના ક્રેઝને લઈને પણ અમદાવાદમાં ફરીવાર કોરોનાની રી- એન્ટ્રી થઈ છે. દિવાળી બાદ કોરોના કેસમાં ધીમે પગલે વધારો જોવા મળી રહ્યો છે. જેથી રેલવે સ્ટશન (Ahmedabad railway station) અને એસટી સ્ટેશન (ST station) પર કોરોના ટેસ્ટીંગ (Corona testing) ની કામગીરી વધારી દેવામાં આવી છે. CLICK HERE

Last Updated : Dec 26, 2021, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.