ETV Bharat / city

ગુજરાતઃ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ખોલ્યો 'પોઝિટિવ'નો પટારો, સરકાર-સંગઠન બન્નેને 'લાભ' !

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર આવ્યા છે, તે અગાઉ તેમના સૌરાષ્ટ્ર પ્રવાસ, સાબરકાંઠા અને બનાસકાંઠાના (ઉત્તર ગુજરાત) પ્રવાસ દરમિયાન ભાજપના કેટલાય કાર્યકરો કોરોના સંક્રમિત થયા છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં જ 7 લોકો પોઝિટિવ થયા છે. જ્યાં પાટીલના આદેશથી ગુજરાત સરકારના પ્રધાનો જનતાની રજૂઆત સાંભળવા કમલમમાં બેસે છે. એટલે કે કમલમમાં ભીડ ભેગી થઈ, અને કમલમ કોરોનાનું એપી સેન્ટર બની ગયું. અને પાટીલ કોરોના વાયરસને લઈને ફર્યા, અને પ્રવાસ ખેડ્યો. હવે વાત એમ છે કે સી આર પાટીલ સાથેના અભિવાદન કાર્યક્રમમાં હાજર રહેલા અને ફોટો સેશન કરાવનાર તમામ કોરોના ટેસ્ટ કરાવી લે. નહી તો કોરોના વાયરસ જાન લેવા છે… તે તો બધાને ખબર છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ
author img

By

Published : Sep 8, 2020, 10:22 PM IST

Updated : Sep 8, 2020, 11:39 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસના સંદર્ભમાં હાલ અનલોક-4 ચાલે છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન્સ છે, તે જનતાએ પાળવાની છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન, માસ્ક પહેરવાનું, 50 લોકોથી વધુ કોઈએ ભેગા નહી થવાનું, સામાજિક મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો બધુ બંધ છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખે આવા કોઈ નિયમોનું પાલન જ કર્યું નથી. સીએમ, ડેપ્યુટી સીએમ, આરોગ્ય વિભાગ, પોલીસ, જિલ્લા કલેક્ટર કોઈને ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન દેખાયું જ નહી.

BJP State President CR Patil
સી.આર. પાટીલે કહ્યું હું સ્વસ્થ છું

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ જ્યારે પ્રમુખપદે નિમાયા ત્યારે તેમણે સુરતમાં સ્વાગત રેલી કાઢવાની જાહેરાત કરી હતી, રાજકીય રીતે જોરદાર વિરોધ થયો એટલે પાટીલે સમયસૂચકતા વાપરીને આ સ્વાગત રેલી રદ કરી હતી. પણ ત્યાર બાદ પાટિલે સૌરાષ્ટ્રનો ચાર દિવસના પ્રવાસ કરવાની જાહેરાત કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરીને કાર્યકર્તાઓ સાથે બેઠકો કરી હતી. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સનું જરાય પાલન થયું ન હતું.

સી આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સી. આર.ની રેલી બાદ ભાજપના ધારાસભ્યો અને સાંસદ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, જેમાં પ્રથમ રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ત્યારબાદ મેયર બીનાબેન આચાર્ય, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ધારાસભ્ય ગોવિંદ પટેલ કોરોના સંક્રમિત થયા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
મુખ્યપ્રધાનના હોમ ટાઉનમાં પણ ભાજપને નથી લાગુ પડતી ગાઈડલાઈન

એક સપ્તાહ પછી પાટીલે અંબાજી મંદિરે દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસની જાહેરાત કરી હતી. અંબાજી મંદિર બંધ હતું, ત્યાં પણ પાટીલનો પ્રવાસ કાર્યક્રમ હતો એટલે અંબાજી મંદિર એક દિવસ વહેલું ખોલી નાંખવામાં આવ્યું હતું. પાર્ટી પ્રેસિડેન્ટ આવે એટલે સ્વભાવિક છે કે ભાજપના સ્થાનિક નેતાઓએ હાજરી આપવી જ પડે. બધા કાર્યકરો સાથે બેઠક, સ્વાગત કાર્યક્રમ, ફોટો સેશન થઈ, અને હવે કોરોના વાયરસથી સંક્રમિત થવાના સમાચારો ઉપરાછાપરી આવવા લાગ્યા છે.

ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયા કોરોના સંક્રમિત થયાના સમાચાર આવ્યા, તેમની પહેલા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ થયા. અને કમલમ કાર્યાલયમાં તો 7 કર્મચારીઓ કોરોના પોઝિટિવ તો હતા જ. બપોર પછી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. જો કે તેમણે સત્તાવાર ટ્વીટ કરીને માહિતી આપી છે કે એન્ટીજન ટેસ્ટમાં તેમનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે, પણ આરટી-પીસીઆરનો રીપોર્ટ પેન્ડિંગ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પાટીલનો રીપોર્ટ નેગેટિવ આવે. પણ કોરોના વાયરસની ગંભીરતને ધ્યાને લીધી હોત તો કોરોના વાયરસ આટલો બધો ફેલાયો ન હોત.

જૂનાગઢ, રાજકોટ, ગોંડલ બધે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આરોગ્ય સચિવ જ્યંતિ રવીએ રાજકોટમાં ધામા નાંખ્યા છે. ગોંડલ અને વીરપુરમાં એટલા વધુ કેસ આવ્યા કે વીરપુર જલારામ મંદિર એક મહિના માટે બંધ કરવાની ફરજ પડી છે.

સામાન્ય માણસ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન ન કરે તો તેની પાસેથી રૂપિયા 1000 દંડ વસુલાય છે. અને કેટલાક લોકોની અટક પણ કરાઈ છે, અને કેસો પણ નોંધાયા છે. પાટિલનો સૌરાષ્ટ્ર પ્રવાસ અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ મેળાવડા જેવો જ હતો. ત્યારે કેમ કોઈ કાર્યવાહી નહી, એવો સવાલ આમ જનતા કરી રહી છે.

પાટીલના પ્રવાસ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે પાટીલજીના પ્રવાસથી સુરત અને સૌરાષ્ટ્રના પ્રવાસથી કેટલાય નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા, હવે ભાગ-2ની ઉત્તર ગુજરાતના પ્રવાસથી સંક્રમણથી સંગઠનની યાત્રા કરી. તેમની આ યાત્રા ફરીથી કોરોના ફેલાવવામાં સુપર સ્પ્રેડર્સ સાબિત થઈ છે. આ દેશમાં કોરોના નહોતો ત્યારે નમસ્તે ટ્રમ્પ, અને કોરોના પરાકાષ્ટા છે ત્યારે નમસ્તે ભાઉ… આ બન્ને કાર્યક્રમો સુપર સ્પ્રેડર સાબિત થયા છે. ભાજપના આગેવાની વારંવાર સંક્રમિત થઈ રહ્યા છે, તેનું ખૂબ દુખ છે. ભગવાનને પ્રાર્થના કરું કે તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સારુ થાય. અને લોકસેવામાં લાગી જાય. નેતા તો ખરા, પણ કેટલીય આમ જનતા આ પ્રવાસમાં ભાગ લીધો હશે, તેમનું શું? તે ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી માટે સંક્રમણ કરતાં સંગઠન અને ચૂંટણી ખૂબ મહત્વની છે. મહેરબાની કરીને હવે સમજો તો સારુ છે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ ઈ ટીવી ભારત ગુજરાત

જુઓ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પોતાના સ્વાગત-સત્કાર માટે મેળાવડાઓ જમા કર્યા બાદ ભાજપના આ નેતાઓ આવ્યા કોરોનાની ઝપેટમાં...

Last Updated : Sep 8, 2020, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.