- 626 સુપર સ્પ્રેડર્સ (Super spreaders)ને વેક્સિન આપવામાં આવી
- વેજીટેબલ દુકાનદાર, ફેરિયાઓ, પાથરણાવાળા વગેરેને પણ કે જેઓ રોજબરોજ અન્ય નાગરીકો વેક્સિન અપાઈ
- સૌથી વધુ વેક્સિનેશન ઉત્તર વિસ્તારમાં 135 લોકોને આપવામાં આવી
અમદાવાદ : શહેર કે જ્યાં એક સમયે કોરોનાના સૌથી વધુ કેસો નોંધાતા હતા. એવામાં સુપર સ્પ્રેડર્સ (Super spreaders) મનપાની યોજનાનો મહત્વપૂર્ણ ભાગ હતો. આજે પણ કે જ્યાં વેક્સિનેશન સૌથી મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે કોરોનાને નાબુદ કરવા માટે, ત્યારે હાલમાં વેક્સિનેશન કેમ્પેઇન (Vaccination Campaign)ને વધુ અસરકારક બનાવવા આવતા 626ને સુપર સ્પ્રેડર્સ (Super spreaders)ને વેક્સિનેશન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat Corona Updates: છેલ્લા 24 કલાકમાં 228 પોઝિટિવ કેસ નોંધાયા, 5 દર્દીના થયા મૃત્યુ
રોજબરોજ અન્ય નાગરીકોના સંપર્કમાં આવતા હોય તેમનું વેક્સિનેશન
હાલમાં હેલ્થ કેર, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, 45 વર્ષથી ઉપરના તેમજ 18થી 44 વર્ષના તમામ લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ અમદાવાદ મહાનગરપાલિકાએ સુપર સ્પ્રેડર્સ (Super spreaders) જેવા કે વેજીટેબલ દુકાનદાર, ફેરિયાઓ, પાથરણાવાળા વગેરેને પણ કે જેઓ રોજબરોજ અન્ય નાગરીકોના સંપર્કમાં આવતા હોય તેમને વેક્સિનેશન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે બની શકે છે ઘાતક, વેક્સિન વગર કોરોના સામે લડવું મુશ્કેલ ?
પશ્ચિમ વિસ્તારમાં 114 લોકોને અપાઈ
મહત્વનું છે કે, દરેક ઝોનમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સૌથી વધુ વેક્સિન ઉત્તર વિસ્તારમાં 135 લોકોને આપવામાં આવી છે, ત્યાર બાદ પશ્ચિમ વિસ્તારમાં 114 લોકોને આપવામાં આવી છે. મધ્ય ઝોનમાં 141 લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે પૂર્વ ઝોનમાં 77, દક્ષિણ ઝોનમાં 91, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 23 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 45 લોકોને આપવામાં આવી છે.