અમદાવાદ : મુન્દ્રા પોર્ટ પરથી ઓક્ટોબર-2021માં પકડાયેલા 21,000 કરોડની કિંમતના 3,000 કિલો હેરોઇનના (Mundra Drugs Case) કેસમાં NIA સ્પેશિયલ કોર્ટે આરોપીઓના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને અન્ય પાંચ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. સાથે જ ચાર આરોપીઓને સાથે રાખી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તપાસ માટે જવાનું હોવાથી વધુ રિમાન્ડની (Remand to Accused in Mundra Drugs) માંગણી કરવામાં આવી હતી.
ડ્રગ્સ મામલે 8 આરોપી કોર્ટમાં મંજુર - બચાવ પક્ષના વકીલ ઇલીયાઝ પઠાણે જણાવ્યું કે, મુન્દ્રા પોર્ટ પરથી 3 હજાર કરોડના ડ્રગ્સ ઝડપાવવા મામલે NIAએ 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાં 8 માંથી 4 આરોપીના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપીની તબિયત લથડતા જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody of Drug Accused) મોકલવામાં આવ્યો છે. રીમાંડના કારણે આરોપીઓને ડ્રગ હેરાફેરીમાં નાણાંકીય લેવડ દેવડ લઈને યુપી, દિલ્હી અને ઉત્તરાખંડમાં કરી હોવાથી આરોપીઓને તપાસ માટે જ્યાં લઈ જવાના છે. વધુ 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જંગી જથ્થો, તાલિબાની કનેક્શનની શક્યતાઓ
ડ્રગ્સ કાંડનું પગેરું અન્ય રાજ્યમાં નીકળ્યું - તો બીજી તરફ NIA દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ ડ્રગ્સ કાંડનું પગેરું ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ નીકળ્યું છે. તેથી આરોપીઓને સાથે રાખી આ રાજ્યોમાં વિવિધ સ્થળોએ તપાસ કરવી જરૂરી છે. આરોપીઓએ અગાઉ મંગાવેલું ડ્રગ્સ કયા ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું. અને તેની હેરાફેરી કેવી રીતે કરવામાં આવી હતી તે જાણવું જરૂરી છે. આ ઉપરાંત ચૂકવાયેલા પૈસા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠનો પાસે પહોંચવાના હોવાથી કેસમાં ગંભીરતાથી તપાસની જરૂર છે. તેથી આરોપીઓની વધુ કસ્ટડીની માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy
રજૂઆત સાંભળી રિમાન્ડ મંજૂર કર્યા - આ રજૂઆત ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીઓ જન્નત ગુઇ કાકર અબ્દુલ હબીબ, મોહમ્મદ લાલ કાકર ખુદા હીન, ઇમરાન અહમદ અલી અહમદ અને ઇમ્તિયાઝ અહેમદ મુમતાઝના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને અન્ય પાંચ આરોપીઓને (Defendants in Mundra Drug Case) જેલમાં, આ ઉપરાંત ડ્રગ્સના વેચાણમાં મોકલવાનો નિર્દેશ કર્યો છે. તેમજ કોર્ટે બન્ને પક્ષની રજૂઆત સાંભળી 4 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.