- રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શાળાઓમાં શૈક્ષણિક વર્ગ થયા શરૂ
- સરકારે શાળાઓમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે જાહેર કરી SOP
- શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ SOP અંગે આપી વિસ્તૃત માહિતી
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેને લઈને સરકાર પણ કડક પગલાં ઉઠાવી રહી છે તો આ તરફ ધીમે ધીમે શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે, જેને લઈને શિક્ષણ વિભાગે SOP જાહેર કરી છે.
આ પણ વાંચોઃ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ
કેટલીક શાળાઓને અમુક સમય બંધ કરવા આદેશ
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOP અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ કોરોનાના કેસને ઘટાડવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. જોકે, શાળાઓમાં પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર કડક પગલાં ઉઠાવી રહી છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાતા કેટલીક શાળાઓને તો અમુક સમય માટે બંધ કરવાનો પણ આદેશ આપી દેવાયો છે.
આ પણ વાંચોઃ મહુવાની જે પી હાઇસ્કૂલમાં થઇ 1.5 લાખની ચોરી