અમદાવાદ : અમદાવાદમાં થોડા સમય પહેલા આર્મીમેનના (Case Against Armiman son in Ahmedabad) પુત્ર ટ્રાફિક પોલીસને માર મારવાના બનાવ સામે આવ્યો હતો. આ બાબત ગંભીર બનતાં સમગ્ર મામલો હાઈકોર્ટે પહોંચ્યો હતો. તેને લઈને આર્મીમેનના પુત્રના આગોતરા જામીન આપવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ, હાઈકોર્ટે આ અરજીને અસ્વીકાર કર્યો છે અને આગોતરા જામીન આપવા (HC Armimans Son Kocked Out) માટે પણ ઇન્કાર કર્યો છે.
કેસની વિગત - સમગ્ર મામલો જોઈએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અરજદાર અને તેમના મિત્રો ગાડી લઇને જઇ રહ્યા હતા, ત્યારે તેમણે શીટબેલ્ટ ન પહેર્યો હતો. ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું ન હતું. તેથી તેમને ટ્રાફિક પોલીસે રોક્યા હતા. જે બાદ તેમણે ગાડીમાં સવાર લોકો અને પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઇ ગઈ હતી અને આ બંને વચ્ચે થયેલી મારામારીમાં પોલીસ કર્મીઓને પણ ઇજા પહોંચી હતી. આ મામલે પોલીસે ચાર (Armiman Son and Police Case) લોકો સામે ફરિયાદ નોંધી હતી. તેમજ એ જ આર્મીના પુત્રએ પોતાના આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો : Hijab Controversy: SCએ કહ્યું, દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ થશે, યોગ્ય સમયે સુનાવણી કરાશે
કાર્ટની ટકોર - સમગ્ર મામલે અરજદારની કોર્ટ સમક્ષ રજૂઆત હતી કે, તેઓ એક સમાજમાં સારી છબી ધરાવે છે અને એટલું જ નહીં તેમના પિતા આર્મીમાં કાર્યરત છે. તેઓ એક આર્મીમેનના દીકરા છે. તેમની કાયદા અને પોલીસ પ્રત્યે માન-સન્માન છે. તેથી તેમને જે ભૂલ કરી હતી તે બદલ માફી આપીને આગોતરા જામીન આપવામાં આવે. જોકે આ સાંભળ્યા બાદ હાઇકોર્ટની ખંડપીઠે આર્મીમેનના પુત્ર સામે ટકોર કરતા કહ્યું હતું કે, જો તે આર્મી જવાનના પુત્ર હોય તો શું કાયદાનું પાલન કરાવતા તમારા પિતા પોલીસ કર્મીઓને માર મારવાની ઘટનાએ સ્વીકારશે ખરા? પિતા આર્મીમાં ફરજ બજાવે છે. જો તમને કાયદા પ્રત્યે માન હોત તો આવી પ્રવૃત્તિ કદાપી ના કરી હોત, પોતાના દીકરાની આવી હરકતને તો દેશભક્ત પિતા પણ કદાપી માફ ના કરે.
આ પણ વાંચો : Indore Traffic Police: 7 વર્ષના બાળકે હાઈકોર્ટ ચોકડીનો ટ્રાફિક સંભાળ્યો, જુઓ વીડિયો
જામીનને લઈને કોર્ટનું અવલોકન - પોલીસ પોતાની ફરજ નિભાવનાર સામે મારામારી કરવાના મુદ્દે હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે, આવા કિસ્સાઓમાં આગોતરા જામીન મંજુર કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જઈ શકે છે. તેથી આવા કેસમાં (Traffic Policeman and Armyman Son) ગંભીરતા દાખવીને જામીન આપી શકાય નહીં. મહત્વનું છે કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારના હદમાં એલ ડિવિઝન ટ્રાફિક (Son of Armiman and Police Case) પોલીસ કર્મચારીઓ સાથે 01 મે 2022ના રોજ આ મારામારીની ઘટના બની હતી.