ETV Bharat / city

Organ Donation : ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી 3 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓની મહેક

ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી 3 વ્યક્તિઓને (Organ Donation) નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિ (Organ Donation at Ahmedabad Civil Hospital) વચ્ચે 48 અંગદાનમાં સફળતા મળી છે.

Organ Donation : ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી 3 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓની મહેક
Organ Donation : ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી 3 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓની મહેક
author img

By

Published : Apr 4, 2022, 5:04 PM IST

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 48 મું અંગદાન (Organ Donation) થયું છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ગણપતપુરામાં રહેતા 30 વર્ષીય બ્રેઇનડેડ સંદીપ ઠાકોરનું 27 માર્ચના રોજ માર્ગ અકસ્માત થયો હતો. માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સાત દિવસની સઘન સારવાર બાદ તેઓએ જીવન ટૂંકાવ્યું હતું. તેને લઈને તબીબો દ્વારા સંદિપ ઠાકોરને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી 3 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓની મહેક

ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ - સંદિપ ઠાકોરને બ્રેઇન ડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પરિવારજનોને વિચાર-વિમર્શ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના તબીબોની સંદિપ ઠાકોરના અંગોના દાન માટે સંમતિ દર્શાવવામાં આવી હતી. તેમજ ટીમ દ્વારા અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરાતા બે કિડની અને એક લીવરનું દાન (Organ Donation at Ahmedabad Civil Hospital) મેળવવામાં સફળતા મળી હતી. તેને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટીટ્યૂટમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Organ donation: સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે વ્યક્તિઓના અંગદાન, રાજસ્થાનના યુવકનું “હાર્ટ” જામનગરના બાળકમાં ધબકતું થયું

જીવંત રાખીને અંગો બહાર કાઢવામાં આવે છે - સિવિલ હોસ્પિટલના SOTTOની ટીમના કો-ઓર્ડિનેટર ડૉ.સંજય સોલંકી જણાવ્યું કે, દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવે ત્યારથી લઇ શરીરમાં અંગોને જીવંત રાખીને બહાર કાઢવા સુધીની પ્રક્રિયા એટલે રીટ્રાઇવલ. બ્રેઇનડેડ દર્દીના (Brain Dead patient) અંગદાનની સંમતિ મળ્યા બાદ હૃદય, કિડની, લિવર, સ્વાદુપિંડ જેવા અંગોને શરીર માંથી કાઢવા માટે હોસ્પિટલના ICU સેન્ટરમાં જ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટરની ટીમને કાર્યરત કરવામાં આવે છે. જેમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન સંલગ્ન જરૂરી ટેસ્ટ તેમજ અંગોને સારી અવસ્થામાં રાખવા માટેની સારવાર કર્યા બાદ અંગોને કાઢવાની પ્રક્રિયા અલાયદા ઓપરેશન થીયેટરમાં હાથ ધરવામાં આવે છે.

અંગદાન અંગેની સમજ આપવામાં આવે છે - અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 16મી ડિસેમ્બર 2020 થી ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર કાર્યરત થયું છે. તે સમયથી ડૉ.સંજય સોલંકી સમગ્ર કામગીરી સાથે સંકળાયેલા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ જ્યારે બ્રેઇન ડેડ જાહેર થાય ત્યારે SOTTOની ટીમના કાઉન્સેલર્સ દ્વારા પરિવારજનોને અંગદાન (Organ Donation in Gujarat) અંગેની સમજ આપવામાં આવે છે. પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવતા શરીરને રીટ્રાઇવલ સેન્ટરમાં લઈ જવામાં આવે છે.

આ પણ વાંચોઃ Organ Donation Surat: ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

કોરોનાની પરિસ્થિતિ વચ્ચે 48 અંગદાન - ડૉ. સોલંકીનું કહેવું છે કે, સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારબાદ ટીમના અથાગ પરિશ્રમથી આજે લોકોમાં અંગદાન પ્રત્યે જનજાગૃતિ આવી છે. કાઉન્સેલીંગથી લઇ અંગોના રીટ્રાઇવલની કામગીરી અગાઉની સરખામણીએ વધુ સધન અને સરળ બની છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા દિવસ-રાત અંગદાન માટે અથાગ પરિશ્રમ કરવામાં આવે છે. જેના પરિણામે જ આજે 15 મહિનામાં કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ 48 અંગદાનમાં સફળતા મળી છે. જેનો સમગ્ર શ્રેય અંગદાતાઓના પરિવારજનો અને સિવિલ (Ahmedabad Civil Hospital) હોસ્પિટલની SOTTOની ટીમના ફાળે જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.