- રાષ્ટ્રીય પ્રાણી વાઘનું ચામડું વેચનારા ત્રણ શખ્સોની ધરપકડ
- કયા કામ માટે વાઘનું ચામડું વેચવા નીકળ્યા હતા અને કોને વેચવા આવ્યા હતા તેની તપાસ ચાલુ
- 2.50 કરોડમાં વાઘનું ચામડું વેચવાના હતા
અમદાવાદ: આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. ગુલબાઈટેકરામાં રહેતા મોહન રાઠોડ પાસેથી બે વર્ષ પહેલા આ ખાલ ખરીદી હતી. પોલીસે મોહન રાઠોડની ધરપકડ કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ. વાય. બલોચે જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે નૈનેશ જાની, રણછોડ પ્રજાપતિ, અને અલ્પેશ ધોળકિયા એક્ટિવા પર મૃત વાઘની ખાલ વેચવા ફરી રહ્યા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવીને તમામની ગોળલીમડા ખાતેથી ધરપકડ કરી છે.
આ પણ વાંચો : નર્મદા જિલ્લામાં વન્યજીવોનું ગેરકાયદે રીતે આંતરરાજ્ય વેચાણનું કૌભાંડ ઝડપાયું
ખાલ કયા કારણસર વેચવાની હતી તે અકબંધ
આ મામલે આરોપીઓ આ ખાલ 2.50 કરોડમાં વેચવા નીકળ્યા હતા. તાંત્રિક વિધિ કે અન્ય કોઈ કામ માટે ખાલ વેચવાની હતી તે અંગે તપાસ ચાલુ છે.
પોલીસે આ મામલે વધુ તાપસ હાથ ધરી
આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે કર્ણાટકના કોઈ શખ્સ પાસેથી બે વર્ષ પહેલા આ ખાલ ખરીદી હતી. ત્યારે આ મામલે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
આ પણ વાંચો : SOGએ કડીમાં થતો બાયોડિઝલનો ગેરકાયદેસર વેપલો શોધી પંપ સિલ કરાવ્યો