અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેનનું સ્વપ્ન સાકાર કરવા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી કેવડીયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરવા તારીખ 22 જુલાઈ 2020ના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર સાથે ત્રિપક્ષીય MOU કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સી-પ્લેન સેવા શરૂ કરવા માટે ગાંધીનગરમાં તારીખ 29 ઓગસ્ટ 2020ના રોજ ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને અતિ મહત્વની રિવ્યુ મીટિંગ યોજવામાં આવી છે. આ મિટિંગમાં સચિવ તેમજ સંયુક્ત સચિવ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકાર, એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ, સ્પાઇસ જેટ એરલાઇન અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.