અમદાવાદ: 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન પ્રદર્શન (Sciences Exhibition At Gujarat University)નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં 'વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે' નામનું સાપ્તાહિક વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર કરવામાં આવશે. આ વિજ્ઞાન પ્રદર્શન (Science Exhibition Ahmedabad)ની એક સહયોગી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી પણ છે.
વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રદર્શન મુકવામાં આવ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ ફેર (Science Fair at Gujarat University)માં વિજ્ઞાનના કાર્યક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું લોકાર્પણ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ (Chancellor of Gujarat University), ઉપકુલપતિ, રજિસ્ટર, પ્રોફેસરો, સિન્ડિકેટ મેમ્બર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ (Students of Gujarat University) તથા અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રદર્શન મુકવામાં આવ્યા હતા, જેની સ્કૂલ અને કોલેજના હજારો વિદ્યાર્થીઓ મુલાકાત લેશે.
વિદ્યાર્થીઓએ અત્યારે મોજમાં રહેવું જોઇએ - જીતુ વાઘાણી
શિક્ષણ પ્રધાન જીતુ વાઘણીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલેન્સ (Center of Excellence Gujarat University) મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં અનેક સ્ટાર્ટઅપ થયા છે. વિદ્યાર્થીઓને સલાહ આપતા કહ્યું કે, અત્યારે મોજમાં રહેવું જોઈએ,બહુ ચિંતા ન કરવી. તમારે જ બધુ કરવાનું છે. આજે અમે જે કરી રહ્યા છીએ તે આગામી સમયમાં તમે કરશો.
PM મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં 10 કરોડ ડોઝ આપ્યા
વેક્સિન (Vaccination In India) અંગે જીતુ વાઘણીએ જણાવ્યું કે, કોરોનામાં આજે પણ વિશ્વના અનેક દેશો ફાંફા મારી રહ્યા છે. 175 કરોડ કોરોના વેક્સિનના ડોઝ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપ્યા છે. ગુજરાતમાં 10 કરોડ ડોઝ (Vaccination In Gujarat)નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપ્યા છે. એક સમૂહ એવો છે કે, જે માતાજીની મંજૂરી બાદ વેક્સિન લેવાનું પસંદ કરે છે છતાં બધાએ વેક્સિન લીધી છે. મુશ્કેલ સ્થિતિમાં પણ લોકોને વેક્સિન આપી વિશ્વને પાછળ રાખ્યું છે.