અમદાવાદ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મનીષ ઝવેરી, નીરવ વખરીયા અને જીતેન્દ્ર ઠાકોરે ડુપ્લીકેટ માર્કશીટ Scam of duplicate marksheetsબનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલીને કૌભાંડ આચર્યું છે. સામાન્ય રીતે કોઈ પોતાનું કેરિયર બનાવવા તો કોઈ બેરોજગાર પોતાની જીવનભર બચાવેલી મૂડીથી વિદેશ જવા માટે સપના જોતા જોતા ભેજાબાજ સકંજામાં ફસાઈ જાય છે. લોકોના જીવનની આશાઓ સાથે ચેડાં tampering with marksheets કરતા આ આરોપીનો પર્દાફાશ એલિસબ્રિજ Ahmedabad Police પોલીસે કર્યો છે.
ડુપ્લીકેટ માર્કશીટ જપ્ત આરોપીઓ વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12 તેમ જ કોલેજની માર્કશીટમાં ચેડાં tampering with marksheets કરી બોગસ માર્કશીટના Scam of duplicate marksheets આધારે UK માં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતાં. Ahmedabad Police પોલીસે 31 ડુપ્લીકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.
આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTS ની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તો તેમની માર્કશીટમાં ચેડાં tampering with marksheets કરીને વિદેશમાં એડમિશન કરાવે છે.
બોર્ડનો સાઇનિંગવાળો સિક્કો કાઢી નખાતો જે વિદ્યાર્થીઓના 12 ધોરણમાં અંગ્રેજીમાં 70થી વધુ માર્ક્સ આવેલા હોય તેમનું UKમાં એડમિશન થઈ જાય છે. જેથી આરોપી અસલી માર્કશીટના માર્ક્સમાં ચેડાં tampering with marksheets કરતો હતો. 56 માર્કસના 76 કે 86 કરતો અને માર્કશીટની Scam of duplicate marksheets ઝેરોક્ષ કાઢીને UK ની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો. જો વિદ્યાર્થીનું એડમિશનનું નક્કી થઈ જાય તો આરોપી અસલી માર્કશીટમાંથી ગુજરાત એજ્યુકેશન બોર્ડનો સાઇનિંગવાળો સિક્કો કાઢીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વિદેશ મોકલતો હતો.
60 જેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા કૌભાંડી મનીષ ઝવેરી લોકોને વિદેશ જવાના અવેરનેસના પ્રોગ્રામ પણ કરતો હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં માર્કશીટ કૌભાંડમાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. Ahmedabad Police એલિસબ્રિજ પોલીસે આ માર્કશીટ કૌભાંડમાં Scam of duplicate marksheets અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.