ETV Bharat / city

Save Soil MoU : આ એમઓયુમાં હાજર રહ્યાં જગ્ગી વાસુદેવ, માટી બચાવવા માટેના કયા કયા પગલાં લેવાનો આશય તે જાણો

રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના MOU અમદાવાદમાં કરવામાં (Save Soil MoU) આવ્યા હતાં. આ બેક ટુ બેઝિક અને પ્રાકૃતિક ખેતીના વિચારને સાકાર કરવામાં ગુજરાતની આગવી પહેલ ગણાવાઇ છે. માટીને રણમાં ફેરવવાથી અટકાવવા-ક્ષારપ્રવેશ નિયંત્રણ, વૃક્ષારોપણ,ચેરના વૃક્ષોના આવરણથી ગ્રીન કવર વધારવાનો (Soil conservation measures ) આ MOUનો આશય છે.

Save Soil MoU : આ એમઓયુમાં હાજર રહ્યાં જગ્ગી વાસુદેવ, માટી બચાવવા માટેના કયા કયા પગલાં લેવાનો આશય તે જાણો
Save Soil MoU : આ એમઓયુમાં હાજર રહ્યાં જગ્ગી વાસુદેવ, માટી બચાવવા માટેના કયા કયા પગલાં લેવાનો આશય તે જાણો
author img

By

Published : May 30, 2022, 9:54 PM IST

અમદાવાદ- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં ( Jaggi Vasudev present in MoU) રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ (Isha Outreach) વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના MOU (Save Soil MoU)અમદાવાદમાં કરવામાં આવ્યા હતાં. માટી બચાવોના આ અભિયાન માટે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવા ઇશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી સદગુરૂ (Jaggi Sadguru, founder of Isha Foundation) 100 દિવસીય 30,000 કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે.સમગ્ર યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વ વિસ્તારોમાં તેમણે માટી બચાવવાના તાત્કાલિક નીતિગત ફેરફારો માટે સરકારોને સજાગ કરવાના ઉદેશ્ય સાથે આ યાત્રા આરંભી છે.

સદગુરૂ જગ્ગી વાસુદેવ ‘માટી બચાવો’ અંગેના MOU થવા અવસરે ઉપસ્થિત રહ્યાં -સેવ સોઇલ’ માટી બચાવોની વૈશ્વિક ચળવળમાં આ MOU ની (Save Soil MoU)અભિનવ પહેલ દ્વારા સહયોગ આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ છે. વિશ્વમાં ઉપજાઉ માટીની ગુણવત્તા ચિંતાજનક સ્તરે નીચે જઇ રહૂ છે તેની સામે જનજાગૃતિ કેળવવા આ માટી બચાવો અભિયાન ઇશા ફાઉન્ડેશને હાથ ધર્યુ છે. મનુષ્યના આરોગ્ય અને અન્ય જીવોના સ્વાસ્થ્ય માટે જમીનની માટીની ગુણવત્તાની મોટી અગત્યતા છે તે માટે પણ જમીનની ફળદ્રુપતા જાળવવાની સૌની સામૂહિક જવાબદારી છે તે માટે આ અભિયાન જન-જનમાં ‘માટી બચાવવા માટેનું એક મોટું જન આંદોલન બની શકે તેમ છે.

કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન

આ પણ વાંચોઃ Mitti Bachao Abhiyan : જામનગરમાં સદગુરુ જગ્ગી વાસુદેવનું ઢોલના નાદથી શાહી સ્વાગત..

માટીનું મહત્ત્વ - પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવી રાખવામાં જમીન અને માટીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. માટીમાં રહેલા અનેક સૂક્ષ્મ પોષક તત્વો કૃષિ પાકોની ગુણવત્તા માટે ખૂબ જરૂરી છે. આ સંદર્ભમાં ગુજરાતે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્ય અને ગુણવત્તા માટે ‘સોઇલ હેલ્થ કાર્ડ’ની દૂરંદેશી પહેલ વર્તમાન વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યપ્રધાન પદ દરમ્યાનથી કરેલી છે. માટીમાં રહેલા પોષક દ્રવ્યોની માપણી માટેની 115 જેટલી સોઇલ હેલ્થ લેબોરેટરી પણ કાર્યરત છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં હવે આ સોઇલ હેલ્થકાર્ડની યોજના દેશભરમાં અમલી બનાવાઇ છે. દેશ અને દુનિયામાં રસાયણોના ઉપયોગ અને પ્રદૂષણ તેમજ કલાયમેટ ચેન્જની અસરોના કારણે માટીની ફળદ્રુપતા ઘટતી જાય છે. કૃષિ પાકોમાં પણ તેના પરિણામે રસ-કસ ઘટી ગયા છે.

આ પણ વાંચોઃ Sadhguru Jamnagar Visit: સદગુરુ જગ્ગી વાસુદેવ મે મહિનામાં કયા સંદેશ સાથે આવી રહ્યા છે જામનગર, જાણો

સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી - એક અનુમાન મુજબ વિશ્વની 24 ટકા માટી રણમાં ફેરવાઇ ગઇ છે. સંયુકત રાષ્ટ્ર એ એવી ચેતવણી પણ આપી છે કે આ જ દરે માટી લુપ્ત થતી રહેશે તો 2050 એટલે કે આવનારા 3 દાયકા સુધીમાં 90 ટકા પૃથ્વી રણમાં ફેરવાઇ જઇ શકે છે. આ વૈશ્વિક સમસ્યામાંથી દેશને બચાવવા અને માટીની ફળદ્રુપતા જાળવી રાખવા ‘‘બેક ટુ બેઝિક’’નો નવતર વિચાર આપ્યો છે. સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે ઇશા ફાઉન્ડેશનના ઇશા આઉટરિચ (Isha Outreach) સાથે કરેલા આ માટી બચાવો-‘‘સેવ સોઇલ’’ MOU (Save Soil MoU) વડાપ્રધાને આપેલા બેક ટુ બેઝિક અને પ્રાકૃતિક ખેતીના વિચારને સાકાર કરવામાં દેશભરમાં ગુજરાતની આગવી પહેલ છે.

જમીનની ફળદ્રુપતા જાળવવાની સૌની સામૂહિક જવાબદારી છે

સીએમે શું કહ્યું - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ક્હ્યું કે સદગુરુએ શરૂ કરેલા આ અભિયાનમાં ગુજરાત અગ્રિમ રહી યોગદાન આપી શકવા શું વધુ કરી શકે તે દિશામાં પણ આવનારા દિવસોમાં સક્રિયતા પૂર્વક આગળ વધીશું. સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ઈશા આઉટરિચ વચ્ચે, ગુજરાતમાં માટી બચાવવા માટેના જુદા જુદા પહેલરૂપ પ્રયાસો હાથ ધરવા માટે જાગૃતિ અને લોકભાગીદારી ઊભી કરવાના હેતુથી આ MOU પર (Save Soil MoU) હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરના વૃક્ષોના આવરણ થકી હરિયાળું આવરણ-ગ્રીન કવર વધારવા જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.