અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. તે તૌ સૌ જાણે જ છે, પરંતુ જ્યારથી આ સ્ટેડિયમનું નવું નામકરણ (Protest for Narendra Modi Stadium Naming) થયું છે. ત્યારથી આ સ્ટેડિયમ નામના કારણે વિવાદમાં જોવા (Narendra Modi Stadium name controversy) મળી રહ્યું છે. કેટલીક વાર વિપક્ષે પણ સ્ટેડિયમનું નામ બદલવા વિરોધ દર્શાવ્યો હતો. તો હવે સરદાર સન્માન સંકલન સમિતિએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને પુનઃ સરદાર પટેલ સ્ટેડિયમ કરવા અભિયાન (Sardar Coordinating Committee Campaign) શરૂ કર્યું છે.
આ પણ વાંચો-હાર્દિકભાઈ જોરદાર.... ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને ચટાડી ધૂળ
કોંગ્રેસનો ટેકો - આ પાટીદાર સમિતિની બેઠક અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ (Sardar Patel Memorial) ખાતે પૂર્વ પ્રધાન અને સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ઈન્દ્રવિજય ગોહિલ, હરિ દેસાઈ, કૉંગ્રેસ પ્રવક્તા ગીતા પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આંદોલન 1 મેએ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ કરમસદથી શરૂ થયું છે. તો આગામી સમયમાં 12 જૂને સરદાર પટેલના વતન કરમસદથી રેલી નિકળી 13 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચીને વિરોધ (Protest for Narendra Modi Stadium Naming) નોંધાવાશે.
આ પણ વાંચો- Congress Jan Adhikar Satyagrha : કોંગ્રેસે નક્કી કરી 12 જૂને રેલી, જાણો બીજા કયા કાર્યક્રમો આપશે
ભાજપ પર વરસ્યા કૉંગી નેતાઓ - સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium name controversy) કરવા બદલ કૉંગ્રેસના નેતાઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વરસ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈતિહાસ નહીં બનાવી શકનારાઓ ઈતિહાસ બદલવા ચાલ્યા છે. કેટલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી તાનાશાહ ગદ્દાફી સાથે કરી હતી.
શંકરસિંહે કૉંગ્રેસને અરિસો બતાવ્યો - એ વાત સૌ કોઈ જાણે છે કે, કોંગ્રેસનું રાજકીય અસ્તિત્વ હવે જોખમમાં છે. ત્યારે શંકરસિંહે અલગ સૂર છેડતાં (Shankarsinh Vaghela on Congress) જણાવ્યું હતું કે, સ્ટેડિયમનું શું નામ રાખવું કે નહીં તે સ્ટેડિયમની બોડી નક્કી કરે છે. તેનો તેમને હક્ક છે. આપણા હાથમાં નામ બદલવાનું નથી, પરંતુ આપણે સરકાર બદલવી પડે તો આવા કેટલાય નામ બદલાઈ જશે. પહેલા કૉંગ્રેસે સરકાર લાવવાનું કામ કરવું જોઈએ.