- આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rathyatra of Lord Jagannath)
- રથ ખેંચનારા ખલાસીઓના કરાયા RT-PCR ટેસ્ટ
- આ વખતે 60 ખલાસીઓ જ ખેંચશે રથ
- રથયાત્રામાં એક રથ પૈકી 20 ખલાસીઓ રહેશે હાજર
ગાંધીનગરઃ કોરોના વૈશ્વિક મહામારી (Corona global epidemic)ને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આ વખતે પ્રતિરથ ફક્ત 20 ખલાસીઓને જ ભગવાન જગન્નાથનો રથ ખેંચવાની પરવાનગી આપી છે. જોકે, આજે ભગવાન જગન્નાથજીની 144મી ઐતિહાસિક રથયાત્રા (144th Rathyatra of Lord Jagannath) યોજાઈ રહી છે. ત્યારે 60 જેટલા ખલાસીઓ વહેલી સવારથી જ પોલીસ સ્ટાફે આપેલા પાસ લઈને મંદિરે પહોંચ્યા હતા. અહીં પોલીસ ચેકિંગ અને RT-PCRના ચેકિંગ બાદ તેમને મંદિરના પ્રાંગણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દર વર્ષે ભગવાનનો રથ ખેંચતા ખલાસીઓની સંખ્યા પણ આ વખતે ઓછી રાખવામાં આવી છે. જોકે, રથયાત્રા અગાઉ તમામ ખલાસીઓએ કોરોના રિપોર્ટ કરાવ્યા હતા.
આ પણ વાંચોઃ jagannath rath yatra 2021 : ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી
રથયાત્રા શરૂ થાય તે પહેલા જ ખલસીઓએ વિરોધ કર્યો
રથયાત્રાની શરૂઆત થાય તે પહેલા જ ખલાસી ભાઈઓએ રથયાત્રાનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા એકમદીઠ 20 ખલાસીઓને જ પરવાનગી આપવામાં આવી છે ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, 20 વ્યક્તિ એક રથને ખેંચી શકે, પરંતુ રાજ્ય સરકારે જે 1 વાગ્યા સુધી રથ નીજ મંદિર પરત ફરવાનો સમય આપ્યો છે. તે એક વાગ્યા સુધી રથ મંદિરે પરત આવી શકે નહીં. જ્યારે આ સમગ્ર બાબત અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner)ને કાને પહોંચતા તેઓ જ ખલાસીઓ સાથે તાત્કાલિક ધોરણે ચર્ચા કરી હતી અને જો જરૂર પડશે તો પોલીસ કર્મચારીઓ દ્વારા પણ રથને ધક્કો મારવાની તૈયારી અમદાવાદ પોલીસે દર્શાવી છે.
આ પણ વાંચોઃ 144મી રથયાત્રા પ્રસ્થાન : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ, જાણો આ વિધિ શું છે અને કોના હસ્તે કરાય છે ?
કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે કોઈ ભક્ત મંદિરે આવી શક્યું નહીં
રાજ્ય સરકારે પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જગન્નાથ મંદિરને ચારે દિશાથી કોર્ડન કરી દીધું છે. આ સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત (Tight policing) પણ ગોઠવી દીધો છે ત્યારે મંદિરમાં એક પણ ભક્ત પ્રવેશી ન શકે તે માટે પણ પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી ત્યારે દર વર્ષે જ્યારે પહિંદ વિધિ મંગળા આરતી અને રથ નીજ મંદિરેથી બહાર નીકળે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જામતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ભાવિક ભક્તો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, ભક્તોએ પણ સરકારના નિયમોનું પાલન કરીને મંદિરની આસપાસ જોવા નહતા મળ્યા.