ETV Bharat / city

અમદાવાદમાં ડૉક્ટરના બંગલામાં ઘૂસી છરી બતાવી લૂંટ કરી તસ્કર ફરાર

ઝાયડસ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉક્ટરના ઘરે બપોરના સમયે તસ્કરે લૂંટ કરી હતી. ઘરમાંથી કેટલીક મોંધી વસ્તુઓ અને ચાંદીના વાસણ ચોરી ઈસમો ફરાર થઈ ગયા હતાં. આ અંગે સોલા પોલીસે તપાસ કરી છે.

Robbery in Ahmedabad
Robbery in Ahmedabad
author img

By

Published : Sep 29, 2020, 10:15 AM IST

Updated : Sep 29, 2020, 5:06 PM IST

અમદાવાદ: શહેરમાં ધોળા દિવસે છરીની અણીએ લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં તસ્કરે બપોરના સમયે ડૉક્ટરના ઘરે જઈને કામવાળી અને પુત્રને બાંધીને ઘરમાંથી દાગીના અને મોંઘી વસ્તુઓની લુંટ કરી છે. આ ઘટના અંગે સોલા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા સોસાયટી રહેતા ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટરના ઘરે તસ્કર ત્રાટક્યો હતો. તેમનો પુત્ર ભવ્ય દરજી ઘરમાં હતો, અજાણ્યો ઇસમ પહેલા માળેથી નીચે આવીને ભવ્યને છરી બતાવી તેની વીંટી અને બ્રેસ્લેટ લઈ લીધુ હતું. જે બાદમાં બીજા રૂમમાં લઈ જઈને છરી બતાવી કબાટની ચાવી માગી હતી.

અમદાવાદમાં ડૉક્ટરના બંગલામાં ઘૂસી છરી બતાવી લૂંટ કરી તસ્કર ફરાર

ચાવી અંગે ના પાડતા ભવ્યના હાથ ચાર્જરના વાયર વડે બાંધી મોઢે સેલોટેપ બાંધી દીધી હતી અને કબાટની સાઈડમાં પડેલા ચાંદીના વાસણ ચોરી પોતાના પાસેના થેલામા મૂકી દીધા હતા. ઇલેક્ટ્રિક એરપોડ પણ ચોરી લીધા હતા. તસ્કરે ઘરમાંથી કુલ 52,000 રૂપિયાની કિંમત મતા લૂંટી હતી.

ભવ્યએ લૂંટેરા ઇસમ ગયા બાદ ઘરમાં જોયું તો ઈસમે ઘરના સર્વન્ટ રૂમમાં ઘરના કામવાળા બેનને પણ પૂરી દીધા હતા. આ સમગ્ર મામલે સોલા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજને આધારે તરસ્કરનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Last Updated : Sep 29, 2020, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.