અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના (Indian Institute of Chartered Accountants) ચેરમેન હરિત ધારીવાલે જણાવ્યું હતું કે CA ઇન્ટરમીડિયેટ નવા કોર્સમાં, અમદાવાદનું પરિણામ (Result of CA Intermediate 2022) 36.30 ટકા છે. જ્યારે ભારતનું પરિણામ 11.56 ટકા છે. CA ઇન્ટરમીડિયેટ નવા કોર્સમાં અમદાવાદનું પરિણામ 11.56 ટકા છે. તેમાં સિમર કૌર હુડાએ ઓલ ઈન્ડિયા રેન્કમાં 38 અને રિયા કુંજનકુમાર શાહએ ઓલ ઈન્ડિયા રેન્કમાં 42મો રેન્ક મેળવ્યો છે.
આ પણ વાંચો: સુરતના આયુષ ગર્ગે CA ઈન્ટરમીડીયેટમાં ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો, સુરતમાં પ્રથમ ક્રમે
અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો
અમદાવાદમાં પ્રથમ રેન્ક લાવનાર સીમર હુડાએ જણાવ્યું હતું કે. પ્લાન કરીને મહેનત કરો તો સફળતા મળે છે. ત્યારે કોરોનામાં ઓનલાઇન ક્લાસમાં કોઈક વાર તકલીફ પડતી હતી. બીજો રેન્ક લાવનાર રિયા શાહે જણાવ્યું હતું કે, મને ઓનલાઇન ક્લાસમાં સરળતા રહી મારે ટ્રાવેલિંગનો સમય બચી જતો હતો તેમાં હું સ્ટડી કરતી હતી. જ્યારે જે રીતે મહેનત કરી હતી તે પ્રમાણે પરિણામ મળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ટોપ 50માં મેળવ્યું સ્થાન
બંને ગ્રુપમાં 898 માંથી 326 પાસ થયા
બંને ગ્રુપમાં 898 માંથી 326 પાસ થયા (36.30%), ગ્રુપ 1 માં 999 માંથી 143 પાસ થયા (14.31%) જ્યારે ગ્રુપ 2 માં 966 માંથી 99 પાસ થયા (10.25%) છે. જ્યારે ભારતમાં 31136 માંથી 3598 પાસ થયા બંને જૂથમાં (11.56%), જૂથ 1માં (21.78%) 79822 માંથી 17387 પાસ થયા જ્યારે જૂથ 2માં (11.81%) 62029 માંથી 7327 પાસ થયા છે.