અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે મેડિકલ પ્રવેશ માટેના મેનેજમેન્ટ ક્વોટામાં અનામત (MBBS Management Quota)ની છૂટછાટનો લાભ મળી શકે નહીં એવો મહત્વનો ચુકાદો આપ્યો છે. આ સાથે હાઈકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદાને ખંડપીઠે રદ (Gujarat High Court Judgment) કરી દીધો છે. અરજદાર SEBC વર્ગમાં આવે છે અને તેણે ધોરણ 12માં 48.8 ટકા મેળવ્યા હતા. વર્ષ 2021માં નીટની પરીક્ષા (neet exam gujarat)માં તેણે 392 માર્ક મેળવ્યા હતા.
આ પણ વાંચો: Medical Students Problem : ફિલિપાઈન્સથી MBBS પાસ કરી આવેલા વિદ્યાર્થીઓની PRની કોપી ન મળતા આક્રોશ
સિંગલ બેન્ચ દ્વારા વિદ્યાર્થીની તરફેણમાં ચુકાદો- આ પછી તેણે MBBSમાં પ્રવેશ માટે અરજી (Application for admission in MBBS) કરી હતી. જો કે, એડમિશન કમિટીએ તેને સુરતની હોમિયોપેથિક કોલેજ (Homeopathic College of Surat)માં પ્રવેશ આપ્યો હતો અને કહેલું કે મેડિકલમાં પ્રવેશ માટે 50 ટકા જરૂરી છે. જેને લઈ વિદ્યાર્થીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. સિંગલ બેન્ચ દ્વારા વિદ્યાર્થીની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. સિંગલ બેન્ચના ચુકાદાને રાજ્ય સરકારે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો હતો.
હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત- હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે, મેનેજમેન્ટ ક્વોટાની બેઠક (mbbs management quota seats gujarat) પર અનામતની છૂટછાટનો લાભ આપી ન શકાય. જેમ સરકારી ક્વોટામાં મેડિકલમાં પ્રવેશ (Medical admission in government quota) માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે ધારાધોરણ છે, તે ધારાધોરણ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ માટે અમલી ન થઈ શકે. સરકારી બેઠકો પર SEBC માટે અનામત (Reservation For SEBC) છે, તે મેનેજમેન્ટ ક્વોટામાં લાગુ પડે નહીં.
ચીફ જસ્ટિસની ખંડપીઠે સિંગલ જજના ચુકાદાને ફગાવ્યો- આ મામલે ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારની અપીલ ગ્રાહ્ય રાખી સિંગલ જજના ચુકાદાને ફગાવી કાઢ્યો છે. કોર્ટે આદેશમાં નોંધ્યું છે કે, મેડિકલ પ્રવેશમાં મેનેજમેન્ટ ક્વોટામાં અનામતની છૂટછાટનો લાભ આપી શકાય નહીં.