ETV Bharat / city

પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઇએ અમદાવાદમાં વિશાલા ખાતે થિયેટરનું ઉદ્ઘાટન કર્યું, નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત - વિશાલા ખાતે થિયેટરનું ઉદ્ઘાટન

ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઇએ (film director Subhash Ghai) ગુરુવારે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમના બેનર મુક્તા આર્ટસ અંતર્ગત મલ્ટીપ્લેક્સના ઉદ્ઘાટન કાર્યક્રમના સંદર્ભમાં તેઓ અમદાવાદ આવ્યા હતા. તેમણે અમદાવાદમાં વિશાલા ખાતે થિયેટરનું ઉદ્ઘાટન (Subhash Ghai inaugurated the theater at Vishala in Ahmedabad) કર્યું હતું. તેમની સાથે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા. નીતિન પટેલે (Nitin Patel) તેમને વાઇબ્રન્ટ સમિટમાં આવવા આમંત્રણ આપ્યું હતું.

film director Subhash Ghai
film director Subhash Ghai
author img

By

Published : Nov 26, 2021, 8:08 AM IST

  • પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઇ અમદાવાદની મુલાકાતે
  • મુક્તા આર્ટસ બેનર અંતર્ગત મલ્ટીપ્લેક્સનું કર્યું ઉદ્ઘાટન
  • પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત

અમદાવાદ: ફિલ્મોના પ્રસિદ્ધ ડિરેક્ટર સુભાષ ઘાઇએ ગુરુવારે અમદાવાદની મુલાકાત લીધી (Subhash Ghai visited Ahmedabad) હતી. તેમના બેનર મુક્તા આર્ટસ અંતર્ગત મલ્ટીપ્લેક્સના ઉદ્ઘાટન કાર્યક્રમના સંદર્ભમાં તેઓ અમદાવાદ આવ્યા હતા. તેમણે અમદાવાદમાં વિશાલા ખાતે થિયેટરનું ઉદ્ઘાટન (Subhash Ghai inaugurated the theater at Vishala in Ahmedabad) કર્યું હતું. તેમની સાથે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Former Deputy Chief Minister Nitin Patel) પણ ઉપસ્થિત હતા.

પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઇએ અમદાવાદમાં વિશાલા ખાતે થિયેટરનું ઉદ્ઘાટન કર્યું

થિયેટરની વિશેષતાઓ

નવા મલ્ટિપ્લેક્સમાં 4 સ્ક્રીન છે. જેમાં 3D અને 2K પ્રોજેક્શન પણ કરી શકાય છે. કોરોનાકાળ બાદ મુક્તા આર્ટ્સના થિયેટર સિરીઝમાં આમદવાદમાં 4 સ્ક્રીનનું મલ્ટીપ્લેક્સ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મલ્ટીપ્લેક્સની 583 બેઠકોની ક્ષમતા છે. જેમાં ફૂડ કોર્ટ પણ ઉપલબ્દ્ધ છે.

નીતિન પટેલે વાઇબ્રન્ટ સમિટમાં આવવા સુભાષ ઘાઈને આમંત્રણ આપ્યું

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Former Deputy Chief Minister Nitin Patel) જણાવ્યું હતું કે, અહીંયા સુધી મેટ્રો આવશે જેનો લાભ લોકોને મળશે. જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં આવવા તેમણે સુભાષ ઘાઈને આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ બનાવવાની ફેસિલિટીની જે પણ જરૂર હોય તે ગુજરાત સરકાર આપવા તૈયાર છે.

આ પણ વાંચો: Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ

સિનેમા લોકોમાં જિજ્ઞાસા વધારે છે: સુભાષ ઘાઇ

સુભાષ ઘાઇએ (Subhash Ghai) આ પ્રસંગે જણાવ્યું હતું કે, 1950, 1980, 2010 અને આજનું સિનેમા અલગ છે. દરેક ભાષામાં સિનેમા પોતાના પ્રાંતની સ્ટોરી કરે છે. સ્થાનિક સાહિત્યનું ઇન્ટરનેશનલ લેવલે પ્રદર્શન થવું જોઈએ. પહેલાના જમાનામાં સિનેમાને વિકાર સ્વરૂપે જોવાતું, પણ આજે તે વિકાર નહીં વિવેક છે. સિનેમા લોકોમાં જિજ્ઞાસા વધારે છે. અમેરિકામાં ડિફેન્સ બાદ એન્ટરટેઇનમેન્ટ સૌથી મોટી નિકાસ ઇન્ડસ્ટ્રી છે. ભારત તેમાં આગળ વધી શકે છે.

આ પણ વાંચો: સમરસ ગ્રામ પંચાયતોના પ્રોત્સાહનમાં વધારો: બ્રિજેશ મેરજા

પોઝિટિવ થીંકર બનવા માટે નાટ્યશાસ્ત્ર જાણવું જરૂરી છે: સુભાષ ઘાઇ

સુભાષ ઘાઇએ (Subhash Ghai statement on drugs) જણાવ્યું હતું કે, પોઝિટિવ થીંકર બનવા માટે નાટ્યશાસ્ત્ર જાણવું જરૂરી છે. આપણે જેમાં આપણા પ્રશ્નોનું સમાધાન શોધીએ છીએ તે મહાભારત આખરે નાટક જ છે. નૃત્ય, નાટ્ય અને સંગીતમાં નિપુણ થવું જરૂરી છે. આર્ટસ સ્કૂલોનો વિકાસ જરૂરી છે. દેશને આર્ટસ દ્વારા સોફ્ટ પાવર બનાવી શકાય છે. સુભાષ ઘાઇએ લિકડાઉનમાં 65 કવિતાઓ અને 21 જેટલા ગીતો કમ્પોઝ કર્યા છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Former Deputy Chief Minister Nitin Patel) ડિરેક્ટર સુભાષ ઘાઈને વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાત પધારવા આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં સુભાષ ઘાઇએ જણાવ્યું હતું કે, તેઓ વાઇબ્રન્ટ સમિટમાં આવશે પરંતુ ઇન્વેસ્ટર તરીકે નહીં. જો તેઓ જોતો રાજ્યમાં આર્ટ્સની શાળાઓ શરૂ કરવા માંગતા હોય તો તે ચોક્કસ પોતે તેમાં મદદ કરશે.

ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકો તે આજના સમયના રાક્ષસ છે : સુભાષ ઘાઇ

તાજેતરમાં બોલિવુડ અને ગુજરાત બન્ને ડ્રગ્સ મુદ્દાને લઈને ચર્ચાના ચકડોળે છે. તે મુદ્દે બોલતા સુભાષ ઘાઇએ જણાવ્યું હતું કે, દરેક સમયમાં સારા અને ખરાબ માણસ હોય છે. તેવી જ રીતે ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકો તે આજના સમયના રાક્ષસ છે. Etv Bharat દ્વારા સુભાષ ઘાઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, આજના સમયમાં જ્યારે ફિલ્મો OTT પર રિલીઝ થઈ રહી છે. ત્યારે મલ્ટીપ્લેકસ શરૂ કરવાનો શું ઉદ્દેશ છે ? તેના જવાબમાં સુભાષ ઘાઇએ જણાવ્યું હતું કે, OTT એટલે તાજમહેલને દૂરથી જોવો અને થિયેટર એટલે તાજમહેલને નજીકથી જોવો. OTT આપણા કદ કરતાં પણ નાની સ્ક્રીન હોય છે. જ્યારે થિયેટર આપણા કદ કરતાં અનેક ગણી મોટી સ્ક્રીન હોય છે, જે વાસ્તવિકતાને વધુ સારી રીતે દર્શાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.