ETV Bharat / city

રિયલ એસ્ટેડ માર્કેટમાં મંદી, કોરોનાની મહામારીમાં મજૂરો વતનમાં જતા કામકાજ બંધઃ બિલ્ડર - Industries

કોરોનાની બીજી લહેરમાં મોટા ભાગના ઉદ્યોગો બંઘ હાલતમાં છે. રાજયમાં પણ કંપનીઓ અને બાંધકામના ઉદ્યોગોને 50 ટકા કામદારોની સાથે શરૂ રાખવા માટેની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રિયલ એસ્ટેડ માર્કેટમાં સૌથી મોટી અસર દેખાઇ રહી છે. લોકો ખરીદી અને વેચાણ પણ નથી કરી રહ્યા, તેની સામે નવુ રોકાણ પણ હાલ લોકો કરી રહ્યા નથી.

રિયલ એસ્ટેડ માર્કેટમાં મંદી
રિયલ એસ્ટેડ માર્કેટમાં મંદી
author img

By

Published : May 4, 2021, 9:24 PM IST

  • રિયલ એસ્ટેડ માર્કેટમાં મંદીનો માહોલ
  • બાંધકામની 80 ટકાથી વધારે સાઇટ બંધ હાલતમાં
  • નવુ રોકાણ કરતા પણ લોકો ડરી રહ્યા છે

અમદાવાદઃ રાજયમાં કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક થઈ રહી છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સેવા પર તો મોટી અસર થઇ છે. સાથે સાથે ઉદ્યોગોમાં પણ મોટી અસર થઇ છે. હાલમાં સરકાર લોકડાઉન કરી નથી રહી, અને કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કંપનીઓ, કારખાનાઓ, અને બાંધકામ સહિતના ઉદ્યોગોને 50 ટકા કામદારોની મંજૂરી સાથે કામ શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

બાંધકામના ઉદ્યોગને 50 ટકા કામદારો સાથે શરૂ રાખવાની મંજૂરી

અમદાવાદના જાણીતા ગણેશ ગ્રુપના બિલ્ડર પંકજ પટેલે જાણકારી આપતા કહ્યું હતું કે, રિયલ એસ્ટેડ માર્કેટમાં હાલ સૌથી મોટી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. કારણ કે, કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉનના કારણે બાંઘકામના કામો બંધ હતા. ત્યારબાદ તમામ ધંધાઓ શરૂ થતા રિયલ એસ્ટેડ માર્કેટમાં તેજીનો માહોલ દેખાયો હતો. પરંતુ કોરોનાની બીજી લહેરમાં કોરોનાનો મૃત્યુ દર વધ્યો છે. તેવામાં હાલ સરકાર પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરી રહી છે અને બાંધકામના ઉદ્યોગને 50 ટકા કામદારો સાથે શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રિયલ એસ્ટેટનું માર્કેટ ખૂલવા છતાં મિલકતોના ભાવમાં સરેરાશ 20થી 25 ટકાનો વધારો

મજૂરોમાં લોકડાઉનનો ભય

તેઓએ જણાવ્યું કે, બાંધકામની સાઇટ પર કામ કરતા કામદારોમાં મોટો ભય છે. તેમને તેવી આશંકા છે કે, સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવશે, તો તેમના વતનમાં પણ જવા દેવામાં આવશે નહીં. તેવા સંજોગોમાં કોરોનાના કેસ વધતા અને સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરતા કામદારો તેમના વતનમાં પાછા ફરી રહ્યા છે. જેને લઇને કામદારો જ નથી મળી રહ્યા.

આ પણ વાંચોઃ કોવિડના વધતા કેસના સ્ટોક માર્કેટ જોવા મળી શકે છે ઉતાર-ચડાવ

કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક હશે તેવી શક્યતા

તેઓએ વધુમાં જણાવ્યું કે, એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર તો સૌથી વધારે ઘાતક હશે. તેવા સંજોગોમાં લોકો હાલ પોતાની મુડીને બચાવીને રાખી રહ્યા છે અને લોકો રિયલ એસ્ટેડમાં પણ રોકાણ કરી રહ્યા નથી. ઉપરથી બાંધકામ સાથે સંકળાયેલા તમામ કાચા મટિરિયલ્સના ભાવોમાં વધારો થતા, પ્રોપર્ટીના ભાવમાં પણ વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.