ETV Bharat / city

આગામી 3 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

author img

By

Published : May 26, 2021, 1:19 PM IST

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી
  • હવામાન વિભાગની આગાહી
  • રાજ્યમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસી શકે છે વરસાદ

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગુરૂવારે બનાસકાંઠા, સાબરકાંઠા-અરવલ્લી વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસી શકે છે વરસાદ

આ પણ વાંચો: સુરત જિલ્લામાં આગામી 5 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતા

આગામી ત્રણ દિવસ તાપમાન 40 ડિગ્રીને પારની આગાહી

વરસાદની આગાહી દરમિયાન આજે અમદાવાદમાં 39 ડિગ્રીથી વધારે તાપમાન થઈ શકે છે અને આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર થાય તેવું પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી સાથે સૌથી મહતમ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો: આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે આંશિક ચંદ્રગ્રહણ

અન્ય સ્થળોનું તાપમાન

રાજ્યમાંથી અન્યત્ર રાજકોટ 40.8, અમરેલીમાં 40.6, ગાંધીનગરમાં 39.5, વડોદરામાં 39.4, ભાવનગર 37.3 અને સુરતમાં 34.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.