ETV Bharat / city

કોરોના વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની નોખીઅનોખી યાદગાર મુલાકાતો, જુઓ વિશેષ અહેવાલ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાં પ્રવાસ કરતા રહે છે. તે વિશે તેમને વિરોધીઓના અનેક ઉપાલંભો સહન કરવાં પડ્યાં છે તે જાણીતી વાત છે. ત્યારે તેઓ પોતાના વતન ગુજરાતની મુલાકાતે સત્તાવાર કારણસર આવ્યા હોય કે અંગત કારણોસર, નોંધ તો લેવાય જ. કોરોના સંક્રમણ અટકાવવાના ઉપાયરૂપે સામાજિક અંતર નામનો શબ્દ સૌના જીવનમાં વણાઈ ગયો છે. ત્યારે જે કાર્યક્રમોમાં મોટી ભીડ ઉપસ્થિત થતી હોય તેવા જાહેર કાર્યક્રમ મુલતવી રહ્યા. વડાપ્રધાન મોદીની આ વર્ષમાં જે મુલાકાત થઈ તેમાં ફેબ્રુઆરીની નમસ્તે ટ્રમ્પ મુલાકાતથી લઈને છેક ઓક્ટોબરમાં નવ મહિના બાદ આવેલી અમદાવાદ-કેવડિયાની મુલાકાતની નોંધ લેવી પડે તેમ છે. 30-31 ઓક્ટોબર પછી બીજા જ મહિને નવેમ્બરમાં 28 તારીખે જ તેઓ વળી એકવાર અમદાવાદની મુલાકાતે પણ આવી ગયા. વડાપ્રધાન મોદીની આ વર્ષની વતન ગુજરાતની મુલાકાતોને લઈને પ્રસ્તૂત છે ETV Bharatનો વિશેષ અહેવાલ....

કોરોના વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની નોખીઅનોખી યાદગાર મુલાકાતો, જુઓ વિશેષ અહેવાલ
કોરોના વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની નોખીઅનોખી યાદગાર મુલાકાતો, જુઓ વિશેષ અહેવાલ
author img

By

Published : Dec 4, 2020, 7:25 PM IST

Updated : Dec 4, 2020, 9:52 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના વર્ષમાં વતનની મુલાકાતો
  • વૈશ્વિક મહામારીના વર્ષમાં PM મોદીની ફક્ત ત્રણ મુલાકાત યોજાઈ
  • જો કે હંમેશ માટે પ્રકરણ સ્વરુપે નોંધાયેલી રહેશે આ ત્રણ મુલાકાતો

અમદાવાદઃ વડાપ્રધાનપદે બીજી વારની ટર્મમાં બિરાજમાન થયા બાદના ટૂંકા ગાળામાં દુનિયામાં કોરોના વાઇરસની મહામારી પ્રસરી અને મહાનુભાવોના મુલાકાત કાર્યક્રમો મોકૂફ રહેવા લાગ્યા હતા. ડિસેમ્બર 2019 સુધીમાં ચીનમાં કોરોનાએ હાહાકાર વર્તાવ્યો અને જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં ઘણાં દેશોમાં કોરોનાના પ્રાથમિક કેસ દર્જ થવા લાગેલા. આવા વાતાવરણની પશ્ચાદભૂમિકા એટલે જાણવી રહી કે, આવા વાતાવરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદમાં મુલાકાત યોજાઈ હતી.

કોરોના વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની નોખીઅનોખી યાદગાર મુલાકાતો, જુઓ વિશેષ અહેવાલ
કોરોના વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની નોખીઅનોખી યાદગાર મુલાકાતો, જુઓ વિશેષ અહેવાલ
  • પીએમ મોદીની મેગા ઈવેન્ટઃ નમસ્તે ટ્રમ્પ

અમેરિકા-ભારતના વેપાર સંબંધો અને ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના અંગત રાજકીય પ્રભાવ, આ બન્ને છબી માટે આ મુલાકાત અતિમહત્ત્વનો અવસર માનવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વ્હાઈટ હાઉસથી નીકળીને નવી દિલ્હી નહીં પણ સીધા અમદાવાદ આવવાના હતા. એવા આ પ્રસંગ વિશ્વભરના લોકોની નજરમાં અમદાવાદનું નામ લોકજીભે રમતું કરી દીધું હતું. વડાપ્રધાન મોદીનું પોતાના હોમસ્ટેટનું પરિચિત લોકો પરિચિત સ્થળો અને પોતીકાં લોકો વચ્ચે એકદમ કમ્ફર્ટ ઝોનમાં હોવું અને વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં વિશ્વની મહાસત્તાના સર્વ સત્તાધીશ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મિત્રતાભરી ઉષ્મા સાથે જે કંઈ કહેવાનું થતું હોય તે પ્રખર છાપ છોડી જાય તે સાવ સ્વાભાવિક બાબત હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી બન્ને વિશ્વની બે મોટી લોકશાહી સત્તાના સૂત્રધારોની આ મુલાકાતને ખાસ નામ પણ આપવામાં આવ્યું હતું. મુલાકાતના આયોજન સમયે તેને કેમ છો ટ્રમ્પના નામનો ટેગ આપવામાં આવેલો, જો કે, પછીથી કોઈ કારણથી આ મુલાકાત કાર્યક્રમનુ નામ નમસ્તે ટ્રમ્પ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ખર્ચની બેલેન્સશિટ તો કદાચ જ બહાર આવે, પણ અહેવાલો પ્રમાણે તેમાં 100 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બિનરાજકીય ગણાવાયેલી આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટ્રમ્પની કેમેસ્ટ્રી સૌની આંખે ચડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કારણ કે, ટ્રમ્પે ભારતની ચૂંટણી પહેલાં અમેરિકાના ટેકસાસમાં પીએમ મોદીને બિનનિવાસી ભારતીયો સમક્ષ હાઉડી મોદી કાર્યક્રમનું માઈલેજ અપાવી દીધું હતું. જેની મિત્રતાપૂર્ણ પરત ભેટ ટ્રમ્પને આપવાની હતી. કારણ કે, 2020 અમેરિકન પ્રેસિડેન્શિયલ ચૂંટણીનું વર્ષ હતું અને ભારતીય મૂળના અમેરિકન મતદારોના મત કોઈપણ ઉમેદવારની જીત માટે મહત્ત્વના બની રહેનાર હતા. બહરહાલ, હવે તો એ ચૂંટણી પતી પણ ગઈ અને ટ્રમ્પ માનતાં નથી પણ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેવા જઈ રહ્યાં છે તે પાકું છે.

  • સવા લાખ લોકોને અમેરિકાના રાષ્ટ્પ્રમુખ ટ્રમ્પ સમક્ષ હાજર કરી દીધાં

વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની આ મુલાકાતનો ટૂંકસાર જોઈએ તો આ મુલાકાતમાં બે દેશ વચ્ચેના પારસ્પરિક સંબંધો ગાઢ છે તેવી વિશ્વના અન્ય દેશોને આપવાની ઈમેજનો સવાલ હતો તેમાં મોદી સફળ રહ્યાં છે. મોટેરામાં એક કરોડ લોકોની વચ્ચે પોતે સંબોધન કરશે તેવા ડોનાલ્ડ ટ્રમ્પના આશાભર્યાં ટ્વિટ અને પછી આંકડો ઘટતો ઘટતો 50 લાખ પર આવીને અટક્યો તેની ચૂટકીખોરોએ સોશિયલ મીડિયા પર ખૂબ મઝા લીધી હતી. જો કે, એ ગુજરાત સરકાર અને ભાજપની સફળતા હતી કે કુલ એક લાખની ક્ષમતા ધરાવતાં મોટેરા સ્ટેડિયમને સવા લાખ લોકોને અમેરિકાના રાષ્ટ્પ્રમુખ ટ્રમ્પ સમક્ષ હાજર કરી દીધાં હતાં. જેમાં રાજકીય જગત, આર્થિક જગતના માંધાતાઓ સહિત સૌ કોઈ ગણમાન્ય વ્યક્તિઓ જ હતાં. સીએમ વિજય રૂપાણી સહિતના મહાનુભાવો બસમાં બેસીને નમસ્તે ટ્રમ્પ કહેવા મોટેરા પહોંચેલા એ વળી આ કાર્યક્રમની અલગ કહેવાય એવી યાદગીરી કહેવાય!

  • PM મોદી ગાઈડ પણ બન્યા

24 ફેબ્રુઆરીની નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટના મુખ્ય કાર્યક્રમ સહિત ગુજરાતે અને દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વધુ અનોખી ક્ષમતાના દર્શન પણ કર્યાં હતાં. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સાથે ફરતાં તેમણે જ અથથી ઈતિ સુધી પીએમ મોદીએ જ તેમને બધી માહિતી પૂરી પાડનાર ગાઈડ તરીકેની ભૂમિકાના અદભૂત દ્રશ્યો પણ પીએમ મોદીની આ મુલાકાતનું સંભારણું કહી શકાય. યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પ અને પીએમ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ત્યારે ત્યાં દરેક સ્થળે ફરતાં ફરતાં પીએમ મોદી ટ્રમ્પને વિગતો જણાવતાં નજરે ચડ્યાં હતાં. ગાંધી આશ્રમ બાદ આ બન્ને મહાનુભાવ 22 કિલોમીટર લાંબા રોડ શૉ-દરમિયાન પણ તેમની અદભૂત મૈત્રીના દર્શન કરાવી રહ્યાં હતાં. PM મોદીની નજરે અમદાવાદની ભવ્યતા, સુંદરતા, ઝગમગાટને નિહાળીને અમેરિકન પ્રમુખનો રસાલો એરપોર્ટ પહોંચ્યો હતો અને ત્યાંથી તેઓ આગ્રા જવા નીકળ્યાં હતાં અને વડાપ્રધાન મોદી નવી દિલ્હી ભણી નીકળી ગયાં હતાં.

નમસ્તે ટ્રમ્પના આ મહા કાર્યક્રમનો સંદર્ભ હજુ પણ વાતાવરણમાં ગૂંજતો રહ્યો છે તેમાં વિપક્ષને ખાસ યાદ કરવા પડે. પીએમ મોદીની આ મુલાકાતનો કાર્યક્રમ ત્રણ કલાકનો હતો અને તેના આયોજનમાં એક અબજ રુપિયા વપરાયા એ મુદ્દો ભલા વિપક્ષ ન ઊઠાવે તો નવાઈ કહેવાય. વિપક્ષને એક બીજો મુદ્દો પણ આ કાર્યક્રમમાંથી જ મળ્યો હતો. જે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આયોજક તરીકે ગણાવાયેલી નાગરિક અભિનંદન સમિતિનો હતો. પહેલાં અસ્તિત્વ ન ધરાવતી આ સમિતિ કોણ છે. તેની કોઈને જાણ ન હતી ક્યારે બની, ક્યારે અમેરિકન પ્રમુખને આમંત્રણ આપ્યું વગેરે પ્રશ્નો અધરમાં જ લટકતાં રહી ગયાં હતાં. આજે પણ આ સમિતિનું શું સ્ટેટસ છે તે ભાગ્યેજ જાણવાની ઉત્સુકતા હશે. અને હા, આ કાર્યક્રમે જે મોટો વિરોધ આજના કોરોના કાળમાં બની ગયો એ કોરોના જ હતો. કારણ કે વિપક્ષે વારંવાર આક્ષેપ કર્યાં છે ટ્રમ્પ સાથે અમેરિકાથી આવેલો મહા રસાલો ભારતમાં, ગુજરાતમાં કોરોના વાઇરસનો પગપેસારો કરવા મોટું કારણ બની ગયો હતો અને તેના કારણે કોરોના ફેલાયો છે.

  • વચ્ચે આ મુલાકાત નિર્ધારિત હતી પરંતુ કોરોનાએ કેન્સલ કરાવેલી

આ તો થઈ પીએમ મોદીની 2020ના વર્ષની પહેલી ગુજરાત મુલાકાતની વાત. જો કોરોનાનું લૉકડાઉન ન થયું હોત તો પીએમ મોદીનો 21 અને 22 માર્ચનો ગુજરાત પ્રવાસ પણ નક્કી થયેલો હતો. જે કાર્યક્રમ જાહેર સ્થળોએ વધુ ભીડ એકત્રિત ન થવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામાને પગલે મોકૂફ રાખવામાં આવ્યો હતો. પીએમ મોદી 21-22 માર્ચે વડોદરા આવવાના હતા, જેમાં નમસ્તે ટ્રમ્પ જેવા જ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી વડોદરામાં ઈન્ડિયન ઓઇલ રિફાઈનરીના બીએસ-6 ઈંધણના પ્લાન્ટનું લોકાર્પણ કરવાના હતાં અને લગભગ 40 હજાર લોકોની જનસભા પણ સંબોધવાના હતાં. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના હતા. હાલમાં ઓક્ટોબરની મુલાકાત દરમિયાન કેવડિયાના જે પ્રોજેક્ટોનું ઉદઘાટન તેમણે કર્યું તે કાર્યક્રમ 21 માર્ચના રોજ નિર્ધારિત થયો હતો. 22 માર્ચે પીએમ મોદી જૂનાગઢ જવાના હતાં, જ્યાં ગુજરાત સરકારની દિનકર યોજનાનો શુભારંભ કરાવવાના હતાં અને અમદાવાદ આવીને સિવિલ હોસ્પિટલ સંકુલમાં બનેલી નવી યુ.એન.મહેતા હોસ્પિટલની હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના હતાં. આ કાર્યક્રમો કોરોના કારણે મોકૂફ રખાયા હતા અને છેવટે પીએમ મોદીની ઈ-ઉપસ્થિતિમાં અને ગુજરાત સરકારના બન્ને મુખ્યપ્રધાનોની ઉપસ્થિતમાં આ કાર્યક્રમો સંપન્ન પણ કરી દીધા છે.

  • નવ મહિનાના અંતરાલ બાદ ફરી આવ્યા વડાપ્રધાન

કટ ટૂ શોર્ટ, પીએમ મોદીની ગુજરાત મુલાકાતના મેપમાં નવ મહિનાનો ગાળો ટૂંકો થઈ ગયો તેમાં ફાળો ગણવો હોય તો ફાળો અને કારણ ગણવું હોય તો કારણ, કોરોના મહામારીને ફાળે જાય છે. 25 માર્ચથી દેશભરમાં લૉકડાઉન લાગુ પડ્યું અને સૌ ઘરોમાં પૂરાઈ ગયાં તે પહેલાં બે દિવસ અગાઉ ગુજરાત સરકારે જનતા કરફ્યૂના નામે 2 દિવસનો લૉકડાઉનનો ટ્રાયલ રન લઈ લીધો હતો. જેમાં પ્રજાને આવી પરિસ્થિતિ માટે જાણે માનસિક રીતે તૈયાર કરવામાં આવી હોય તેમ 25 માર્ચથી સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. જે જૂન બાદ અનલૉકના તબક્કાવાર સમયમાંથી પસાર થઈને સમાપ્તિના આરે આવ્યું. ત્યારે પીએમ મોદી પણ માદરે વતનનો વિરહ દૂર કરવા માટે ગુજરાતની મુલાકાત લેવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનો દિવસ-રાષ્ટ્રીય એકતા દિવસને પસંદ કરી લીધો. વળી, જે પ્રોજેક્ટોનું લોકાર્પણ 21 માર્ચના દિવસે મોકૂફ રહ્યું હતું તે પ્રોજેક્ટો સહિતના નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ તો ખરાં જ. સાથે દેશના સૌપ્રથમ સી-પ્લેન રૂટ અમદાવાદ-કેવડિયાનું ઉદ્ઘાટન જેવો ગ્લેમરસ કાર્યક્રમ પણ સામેલ કરવામાં આવ્યો. આ બન્ને કાર્યક્રમ પણ પીએમ મોદીના કાર્યક્રમોની લાક્ષણિકતા મુજબ જ ધામધૂમથી સંપન્ન કરવામાં આવ્યાં છે. દેશભરમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાની પીએમ મોદીની રૂપરેખાના એક ભાગ એવા સી-પ્લેનનો સૌપ્રથમ લાભ પીએમ મોદીએ પોતાના હમવતનીઓને આપ્યો છે. તો કેવડિયામાં ક્રૂઝ બોટનું ઉદ્ઘાટન કરીને પણ પીએમ મોદીએ પ્રવાસીઓ માટે નવું નજરાણું પેશ કરી દીધું છે. ખૂબ જ લાઈમ લાઈટ આપતાં અને પ્રોત્સાહિત કરી મૂકે તેવા પ્રોજેક્ટોના ક્રમબદ્ધ ઉદ્ઘાટનો અને કલરફૂલ પિકચર્સનો જલસો પીએમ મોદીના આ બે દિવસના કાર્યક્રમોના ઉપક્રમે ગુજરાતની જનતાએ જાણ્યો અને માણ્યો. તેમની આ મુલાકાતને લઈને કેટલાક લોકોને એમ પણ કહેવાનું થયું કે કોરોના મહામારીને લઇને પ્રજા પોતાનો ઉત્સાહ ગુમાવી બેઠી છે ત્યારે પીએમ મોદીએ તેમને દીવાળીના તહેવારના દિવસોમાં ગુજરાતમાં જ ફરવા જવા માટેનું સુંદર સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વધુ સુંદર આકર્ષણો સાથે ભેટ ધર્યું. તો આ થઈ પીએમ મોદીની માદરે વતનમાં કોરોના વર્ષ 2020 દરમિયાનની બીજી પ્રત્યક્ષ મુલાકાત.

  • ગુજરાતના પનોતાં પુત્રોની આખરી વિદાય પર આપી શ્રદ્ધાંજલિ

આ મુલાકાત દરમિયાન એ પણ નોંધવું જોઈએ કે, પીએમ મોદી પોતાના જૂના સંબંધોને પણ યાદ કરાવી ગયાં. ખાસ તો વડાપ્રધાન મોદીની આ મુલાકાત પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને ગુજરાતના જાણીતાં કલાકારો મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના નિધનને લઇને તેમના પરિવારજનોને પણ મળવા ગયાં હતાં અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • કપરા સમયમાં પક્ષાપક્ષીથી પર રહી પૂછ્યાં ખબરઅંતર

પીએમ મોદી કોરોના કાળ દરમિયાન જોકે આવ્યાં ભલે ન હોય પણ શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ, નરહરિ અમીનને કોરોના થયો ત્યારે તેમના ખબર અંતર પૂછવા ફોન કર્યાં હતાં. તો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને મેંદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમ્મર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી ગુજરાત સાથેનો સંબંધ જીવંત રાખ્યો છે. તો એ પણ નોંધવું પડે કે પીએમ મોદીના તેમનાં માતા હીરાબા સાથેની મુલાકાતના આ વર્ષે ખબર મળ્યાં નથી.

  • અને આ રહી વડાપ્રધાન મોદીની છેલ્લી ગુજરાત મુલાકાત

પીએમ મોદીની તાજેતરની છેલ્લી ગુજરાત મુલાકાત રહી તે કોરોના વાઇરસની રસી શોધતી કંપનીઓની મુલાકાતના સંદર્ભે રહી. વડાપ્રધાન મોદી છેલ્લે 28 નવેમ્બરે કોરોના વાયરસની પ્રતિરોધક રસી સંશોધનમાં લાગેલી દેશભરની ત્રણ ફાર્મા કંપનીઓની ઊડતી મુલાકાત લીધી. જેમાં અમદાવાદમાં ચાંગોદરમાં આવેલા કેડિલા બાયોટેક પ્લાન્ટની મુલાકાત પણ હતી. જ્યાં તેમણે ઝાયકોવ-ડી રસી નિર્માણ અને તેની પ્રક્રિયા વગેરેની મહત્ત્વની જાણકારી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ વર્ષ દરમિયાન ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ વીજાણુ માધ્યમોમાં ઉપસ્થિતિ દ્વારા પણ નોંધાવી છે. જેમાં ગિરનાર રોપ વે લોકાર્પણ સહિતના મહત્ત્વના પ્રોજેક્ટના લોકાર્પણ હોય કે રો પેક્સ સર્વિસનો શુભારંભ હોય, તેઓ એમ કરીને પણ ગુજરાત સાથે કનેક્ટેડ રહ્યાં છે. તો હાલમાં જ તેમણે ગાંધીનગરની પીડીપીયુના દીક્ષાંત સમારોહમાં પણ યુવાઓને સંબોધન કરીને પોતાની ઈ-હાજરી દ્વારા પ્રેરક સંબોધન કર્યું હતું.

તો આમ, વડાપ્રધાન મોદી 2020ના કોરોના મહામારીનું વર્ષે પોતાના વતન અને હમવતનીઓ સાથેની સંવેદનાઓ સાથે જોડાઈને સમયાંતરે પણ જોડાયેલાં રહ્યાં છે અને જ્યારે પણ તેઓ ગુજરાત આવે છે ત્યારે કોઈને કોઈ મોટા પ્રોજેક્ટની વાત લઈને આવે છે કે કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો કરાવીને જાય છે. બસ તેમના આવવાના અને પરત જવાના સમયની આગળ પાછળ વિવિધ વાતો અને ઘટનાઓની ચર્ચાઓ દિવસો સુધી જાહેર ચર્ચાનો અને આલેખનનો વિષય બની રહે છે.

પારુલ રાવલનો અહેવાલ, ઈટીવી ભારત, અમદાવાદ

Last Updated : Dec 4, 2020, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.