- રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણના સંપન્ન
- ગૃહ રાજ્યપ્રધાન અને મહંત એ માન્યો લોકોનો આભાર
- રથયાત્રાનો રૂટ હવે કરફ્યુ મુક્ત
અમદાવાદ: શહેરમાં આજે (સોમવારે) શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થતાં ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Minister of State for Home Pradipsinh Jadeja) અમદાવાદ કમિશનર સંજય શ્રીવાસ્તવ(Ahmedabad Commissioner Sanjay Srivastava) તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી(Mahant Dilipdasji)એ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો અને શહેરની જનતાનો આભાર માન્યો હતો.
ગૃહપ્રધાને જનતાનો માન્યો આભાર
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે લોકોનો સાથ અને પોલીસની સારી કામગીરીને લઇને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે ત્યારે તેમણે વધુમાં કહ્યું કે પ્રજાએ ઘરે બેસીને જ આખી રથયાત્રા નિહાળી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. દિલીપદાસજી એ જણાવ્યું કે પોલીસનો સહયોગ અને શહેરવાસીઓના સહયોગને કારણે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ છે આ ઉપરાંત ભક્તોનો પણ હું આભાર માનું છું.
ઐતિહાસિક રથયાત્રા
પ્રદિપસિંહ જાડેજાએ રથ યાત્રા પૂર્ણ થતાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું કે રથયાત્રા બે વાગ્યા સુધી મંદિર પરત લાવવાની હતી પરંતુ માત્ર ત્રણ જ કલાકમાં રથયાત્રા નિજમંદિર પરત આવતા જે 2 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો હતો તે 11:30 વાગે હટાવી દેવામાં આવ્યો છે. સમગ્ર રથયાત્રામાં માત્ર પોલીસ જ દેખાઈ રહી હતી કારણ કે આ વખતની રથયાત્રા એક ઐતિહાસિક રથયાત્રા છે. ત્યારે બીજી તરફ ભગવાનના મોસાળમાં ભક્તો પોતાના ધાબા અને ગેલેરીઓમાં આવીને ભગવાનના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો : Exclusive: કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ, અમદાવાદ પોલીસ કમિશ્નરે જનતાનો આભાર માન્યો