- ધન્વંતરીમાં હવે કોરોના બાદ થતી બીમારીઓને પણ ઇલાજ થશે
- કોરોના દર્દીઓની સંખ્યા ઓછી થતા પોસ્ટ કોવિડ કેર વૉર્ડ શરૂ કરાયો
- શ્વસન અને ઓક્સિજન સંબંધિત બીમારીઓની સારવાર કરવામાં આવશે
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ હવે ઓછી થતી જઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ ખુબ જ વધુ હતા તેવા સમયમાં સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં રિક્ષામાં આવેલા દર્દીને પ્રવેશ ન અપાતા ચાલકે બેરિકેડ પર રિક્ષા ચઢાવી
હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે
ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં 950 બેડની ક્ષમતા છે. હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન વાળા છે તેમજ દોઢસો બેડ વેન્ટિલેટર વાળા છે. હાલમાં કોરોનાના કેસમાં જ્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે દર્દીઓ પણ હોસ્પિટલમાં ઓછા આવી રહ્યા છે. હોસ્પિટલો ખાલી પડી છે તેવામાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલમા પોસ્ટ કોવિડ કેર વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં 108 સિવાયના દર્દીઓને પ્રવેશ ન મળતા રોષ
આ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને રજિસ્ટ્રેશન ડેસ્ક પર નોંધણી કરાવી પડશે
પોસ્ટ કોવિડ કેર વૉર્ડમાં એવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે કે જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય, પરંતુ શ્વસનતંત્રને ઓક્સિજન સંબંધિત સમસ્યાઓની બીમારી હોય. આવા દર્દીઓને ધન્વંતરી હોસ્પિટલના ડૉક્ટર દ્વારા સારવાર આપવામાં આવશે. આ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને રજિસ્ટ્રેશન ડેસ્ક પર નોંધણી કરાવી હોસ્પિટલમાં દર્દીને ભરતી કરાવી શકાશે.