ETV Bharat / city

Pollution In Sabarmati River: AMC-GPCBને ભૂતકાળમાં કરેલા બ્લન્ડરમાંથી બહાર આવવાની તક આપી રહ્યા છીએ-હાઈકોર્ટ

સાબરમતીમાં વધતા પ્રદૂષણ (Pollution In Sabarmati River) મામલે આજે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી (suo moto hearing in gujarat high court) યોજાઈ હતી. કોર્ટે CETP અને નદીમાં જોડાયેલા ગેરકાયદે કનેક્શન (illegal connection in sabarmati river) દૂર કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, અમે AMC અને GPCBને ભૂતકાળમાં તેમણે કરેલા બ્લન્ડરમાંથી બહાર આવવાની તક આપી એક રહ્યા છીએ.

Pollution In Sabarmati River: AMC-GPCBને ભૂતકાળમાં કરેલા બ્લન્ડરમાંથી બહાર આવવાની તક આપી રહ્યા છીએ-હાઈકોર્ટ
Pollution In Sabarmati River: AMC-GPCBને ભૂતકાળમાં કરેલા બ્લન્ડરમાંથી બહાર આવવાની તક આપી રહ્યા છીએ-હાઈકોર્ટ
author img

By

Published : Dec 24, 2021, 6:24 PM IST

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ (Pollution In Sabarmati River) મામલે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો મામલે આજે સુનાવણી (suo moto hearing in gujarat high court) દરમિયાન કોર્ટે AMC, GPCB, ઔદ્યોગિક એકમો અને ટાસ્ક ફોર્સની રજૂઆતોને સાંભળી હતી. કોર્ટે ટાસ્ક ફોર્સને નદીની સ્થિતિને સુધારવા પાછળ કેવા પ્રયત્નો કરવાની જરૂર છે? આજ દિન સુધી કેટલા ગેરકાયદે કનેક્શન (illegal connection in sabarmati river) દૂર કરવામાં આવ્યા? તેવા સવાલ કર્યા હતા. બીજી તરફ કોર્ટે ટાસ્ક ફોર્સને સવાલ કર્યો હતો કે, સુનાવણી બાદ અત્યાર સુધી લેવાયેલા પગલાંના પરિણામ સકારાત્મક આવી રહ્યા છે કે નહીં? ટાસ્ક ફોર્સની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે, અમે AMC અને GPCB (gujarat pollution control board)ને ભૂતકાળમાં તેમણે કરેલા બ્લન્ડરમાંથી બહાર આવવા એક તક આપી એક રહ્યા છીએ.

GPCBએ કોર્ટમાં કહ્યું- મનપાએ સીલ કરેલા એકમો કાર્યરત

સુનાવણી દરમિયાન GPCBએ અગાઉ મનપાએ તપાસ દરમિયાન સીલ કરેલા એકમો હજી પણ કાર્યરત હોવા અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની કોર્ટે મનપાને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. કોર્ટે (gujarat high court on sabarmati river pollution) મનપાને સૂચના આપી હતી કે, જે લોકો નદીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેઓ ગંભીર ગુનો કરી રહ્યા છે. તેમની સામે પગલાં લો. આવા લોકોની હિસ્ટ્રી સાથે તમામ માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવા પણ કોર્ટે AMCને સૂચના આપી હતી.

રાજ્ય સરકારને હાઇકોર્ટનો સવાલ

સુનાવણી દરમિયાન કોર્ટે એડવોકેટ જનરલને સવાલ કર્યો હતો કે, સાબરમતી નદીમાં આગામી સમયમાં પ્રદૂષણવાળું પાણી ન ઠલવાય તે માટે કોઈ સૂચન આપી શકે છે? શહેરની આસપાસ કેમ ઇન્ડસ્ટ્રી ઝોન (industrial zone around the city) આવેલા છે? રાજ્ય સરકાર આ વિષયને કઈ રીતે લઈ રહી છે? કોર્ટે આગામી સુનાવણીમાં આ તમામ ઉપર જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.

છુટા-છવાયા કનેક્શન ટ્રીટમેન્ટ વિના સીધા નદીમાં જોડાયેલા છે

ટાસ્ક ફોર્સ દ્વારા પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સાબરમતી નદીમાં સુવેજ ડ્રેનેજ (sewage drains in sabarmati river) અને CETPની સાથે બીજા પણ કેટલાક છુટા-છવાયા કનેક્શન જોડાયેલા છે. જે કોઈપણ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાંથી પસાર થયા વિના સીધા નદીમાં જોડાયેલા છે. તપાસ દરમિયાન આવા 2 સ્થળોએ જોડાણ મળી આવ્યા છે. આ જોડાણો મોટા ભાગે રહેણાંક ડ્રેનેજના જણાઈ આવ્યા છે. કોર્ટે તરત આવા જોડાણોને દૂર કરી જોડાણ કરનારાઓ સામે ક્રિમિનલ પ્રોસીઝર હાથ ધરવા આદેશ કર્યો હતો.

નદીમાં ટોક્સિક એલિમેન્ટનો ઉમેરો થવા નહીં દઈએ: કોર્ટ

ઔદ્યોગિક એકમ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, તેમની પાસે પોતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેમાંથી એફ્લૂએન્ટ ટ્રીટમેન્ટ થાય છે. તેથી ટ્રીટમેન્ટ થયેલા પાણીને ડિસ્ચાર્જ કરવા માટે તેમને સુવેજ લાઈનમાં જોડાણ માટેની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત અમદાવાદ મેગા કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, અમે ઔદ્યોગિક એકમોને બંધ કરી હજારો લોકોની રોજગારી સંકટમાં નાખવા નથી માંગતા. પણ નદીમાં ટોક્સિક એલિમેન્ટનો ઉમેરો થવા નહીં દઈએ.

150 km લાંબી લાઇન નાખવાનું આયોજન

ઔદ્યોગિક એકમોનું પાણી સુવેજ લાઈનને બદલે CETP (Common effluent treatment plant) સુધી લઈ જવા હાઇકોર્ટે અમદાવાદ મેગા ક્લીન એસોસિએશન (ahmedabad mega clean association) પાસેથી સૂચનો માંગ્યા હતા. કોર્ટે એસોસિએશનને AMC અને GPCB સાથે બેસી આ મુદ્દે ચર્ચા કરવા પણ જણાવ્યુ હતું. મેગા પાઇપલાઇનના જોઈન્ટ સેક્રેટરી આજે સુનાવણીમાં હાજર રહેતા તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, આગામી સમયમાં 150 km લાંબી લાઇન નાખવાનું આયોજન કરવામા આવ્યું છે. આ લાઈન ડેવલોપ કરવાથી એફ્લૂએન્ટ પાણી ટ્રીટ થઈને નદીને બદલે સીધુ પાણીમાં ઠલવાશે. મેગા લાઇન 103 km જમીનની અંદરથી તો 22 km સમુદ્ર અંદરથી નાખવામાં આવશે.

શું કહે છે કોર્ટ મિત્ર હેમાંગ શાહ?

AMCએ જણાવ્યું હતું કે STPને કાર્યરત કરવા અપગ્રેડેશન માટે 500 કરોડનો ખર્ચ થશે.

કોર્ટ મિત્ર હેમાંગ શાહે મીડિયાને જણાવ્યું હતું કે, કોર્ટમાં આજે AMCએ જણાવ્યું હતું કે STPને કાર્યરત કરવા અપગ્રેડેશન માટે 500 કરોડનો ખર્ચ થશે. જ્યારે GPCB CETP માટે NEERI સાથે બેઠક કરી રહી છે. આ સાથે કેટલાક ગેરકાયદે જોડાણ પણ સામે આવ્યા છે જેને દૂર કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.

NEERI સાથે GPCBની એક બેઠક પૂર્ણ

હાઇકોર્ટે મનપાને સવાલ કર્યો હતો કે, હાલ મનપા 14 STP પ્લાન્ટ્સ ઉપર કઈ રીતે કામ કરી રહી છે? આ મુદ્દે મનપાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, પીરાણા પાસેના STPનું 40 ટકા કામ પૂર્ણ થઇ ગયું અને આગામી ફેબ્રુઆરી સુધીમાં STP અપગ્રેડ થઈ જશે, જ્યારે વાસણાના STP અપગ્રેડ માટે ઓર્ડર અપાઈ ગયો છે. હાલ મનપા 2 મોટા STP પ્લાન્ટ્સ ઉપર કામ કરી રહી છે. GPCBએ કોર્ટમાં જણાવ્યું હતું કે, NEERI સાથે GPCBની એક બેઠક થઈ ચૂકી છે. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ CETP માટે GPCBએ NEERIની મદદ માંગી હતી જે માટે કોર્ટે મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak: મુદ્રેશ પુરોહિતની ધરપકડ કરવા ઉપર હાઇકોર્ટની રોક

આ પણ વાંચો: ABVP Raging in GLS College 2021 : વિદ્યાર્થી જૂથોની બબાલમાં પરાણે જયશ્રી રામના નારા બોલાવડાવવાનો વિવાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.