ETV Bharat / city

ઇન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો

ઈન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં બાયો ડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ આચરતુ કોલ સેન્ટર ઝડપાયું હતુ. જ્યારે રખિયાલ પોલીસે ઇન્દોરથી બે આરોપીની ધરપકડ કરી છે તેમજ અન્ય 10 ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ઇન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો
ઇન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો
author img

By

Published : Jun 25, 2021, 9:10 AM IST

  • ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે કર્યો પર્દાફાશ
  • બાયોડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ
  • બંન્ને ભાઇ-બહેન બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ

અમદાવાદ: રખિયાલ પોલીસની ગિરફતમા ઉભો નીરજ તિવારી અને રીતા તિવારી બન્ને ભાઇ-બહેન બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ છે. ઇન્દોરમાં બનાવટી વેબ સાઈટ ઇન્ટર ગ્લોબલ રિસોર્સિસના નામનું બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતુ. જે કોલ સેન્ટરનો મુખ્ય ફરાર આરોપી નાગેશકુમાર કટારીયા છે. પકડાયેલા બંન્ને આરોપી કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતા હતાં અને ઠગાઇનાં પૈસા પોતાના બેંક ખાતામાં જમા થતા હોવાનું સામે આવ્યુ છે.

બાયો ડીઝલ સસ્તા ભાવે જથ્થો આપવાના બહાને ઠગાઇ આચરતા

આ બોગસ કોલ સેન્ટરની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો બાયો ડીઝલ સસ્તા ભાવે જથ્થો આપવાના બહાને ઠગાઇ આચરતા હતા. જેમાં વેપારીઓ વેબસાઈટ મારફતે સંપર્ક કરે ત્યાર બાદ પકડાયેલા આરોપી રીતા તિવારી વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈને પૈસા બેંકમાં જમા કરાવી ઠગાઇ કરતા હતા. બાયો ડીઝલનો સોદો નક્કી કર્યા બાદ વેપારીને શંકા ન જાય તે માટે બાયો ડીઝલ જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે જતો હોવાની રસીદ અને વિડિયો પણ મોકલવામાં આવતો હતો. આ ઉપરાંત કોઈ આરોપી દ્વારા બનાવટી વેબસાઈટ પર અમદાવાદની રખિયાલ કંપની સરનામું લખ્યું હતુ. જેનાથી લોકો વિશ્વાસમાં આવી જાય અને બાયો ડીઝલની ખરીદી કરવા તૈયાર થઈ જાય.

આ પણ વાંચો: રાજસ્થાન ACBએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતીનું કૌભાંડ પકડ્યું, ભરતી માટે વસૂલવામાં આવતા હતા 2 લાખ રૂપિયા

અન્ય મુખ્ય આરોપી સહિત 10 ફરાર આરોપી પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી

આ મામલે ઉલ્લેખનીય છે કે, રખિયાલ પોલીસને છેતરપિંડીની એક અરજી આવી હતી. જેમાં ભાવનગર વેપારી 46 લાખ રૂપિયા છેતરપીંડી થઈ હતી. જેની તપાસ કરતા રખિયાલ પોલીસ ઇન્દોર બોગસ કોલ સેન્ટરના તાર મળ્યા અને પોલીસે બે આરોપીની ધરપકડ કરી 10 લાખ રૂપિયા બેંકમાં ફિઝ કરી દીધાં હતા. અન્ય મુખ્ય આરોપી સહિત 10 ફરાર આરોપી પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ઇન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો

આ પણ વાંચો: સુરતમાં ગેરકાયદે ચાલતા મોટા કોલ સેન્ટરનો PCBએ કર્યો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.