ETV Bharat / city

સાબરમતી રિવરફ્રન્ટ પર NO PARKING ZONE ન હોવાથી પોલીસ વાહન જપ્ત કરી શકે નહી: હાઈકોર્ટ - police cannot detain vehicle from Sabarmati riverfront

સાબરમતી રિવરફ્રન્ટને લઈને આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર 'નો પાર્કિંગ' નો નિયમ જ ન હોય તો કઈ રીતે વાહન ટોઈંગ કરી શકાય? વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને પોતે સ્વીકાર્યું છે કે રિવરફ્રન્ટ પર 'નો-પાર્કિંગ' ઝોન નથી. તો રિવરફ્રન્ટ પર પોલીસનો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસુલ કરી શકે નહીં.

સાબરમતી રિવરફ્રન્ટ પર NO PARKING ZONE ન હોવાથી પોલીસ વાહન જપ્ત કરી શકે નહી

author img

By

Published : Jun 2, 2021, 9:24 PM IST

  • સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદ્દે મહત્વના સમાચાર
  • સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ 'નો પાર્કિંગ' ના નામે વાહન જપ્ત કરી શકે નહીં
  • ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે પોતાના વાહનને ટોઈંગ કરવા સામે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દે અરજદારને જણાવવામાં આવ્યું હતું કે, તેમનું વાહન પાર્કિંગના નિયમોનું પાલન ન કરવાના કારણે થયું છે. તેમને જણાવવામાં આવ્યું હતું કે, તેમનું વાહન 'નો પાર્કિંગ ઝોન' માંથી જપ્ત કરવામાં આવ્યું છે, પરંતુ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને RTIના જવાબમાં ઉલ્લેખ કર્યો છે કે, રિવરફ્રન્ટ પર 'નો પાર્કિંગ ઝોન' છે જ નહીં.

સાબરમતી રિવરફ્રન્ટ પર NO PARKING ZONE ન હોવાથી પોલીસ વાહન જપ્ત કરી શકે નહી

અરજદારને વાહન જપ્ત કરવાનું ચલણ પણ આપવામાં નથી આવ્યું

વાહન જપ્ત કરવા બદલ અરજદાર સામે દાંડી અથવા ચલણ જારી કરવામાં આવ્યું નથી. તમામ બાબતોને જોઈને ગુજરાત હાઈકોર્ટે આવા સંજોગોમાં વાહન જપ્તી ગેરકાયદેસર છે અને વાહનને છોડી દેવા માટેનો ઓર્ડર આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.