ETV Bharat / city

PM Modi Gujarat Visit: "સૌથી વધુ સરકાર ચલાવનારી પાર્ટીએ ક્યારેય આદિવાસીઓ સામે ન જોયું"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) પહોંચ્યા છે. વડાપ્રધાને નવસારીમાં 3,050 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ (PM Modi inaugurated the development work in Navsari) કર્યું હતું. તો આ સાથે તેઓ દિવસ દરમિયાન અન્ય કાર્યક્રમોમાં પણ વિશેષ ઉપસ્થિત રહેશે જોઈએ આ અહેવાલમાં.

PM Modi Gujarat Visit: સૌથી વધુ સરકાર ચલાવનારી પાર્ટીએ ક્યારેય આદિવાસીઓ સામે ન જોયુંઃ PM મોદી

author img

By

Published : Jun 10, 2022, 10:33 AM IST

Updated : Jun 10, 2022, 3:27 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) પહોંચ્યા છે. વડાપ્રધાને નવસારીમાં 3,000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અહીં વડાપ્રધાન નવસારી પહોંચી ખૂડવેલના આદિવાસી વિસ્તારોને પાણી પહોંચાડવાના એસ્ટોલ પ્રોજક્ટ, 13 પાણી પૂરવઠા યોજના, વીજ સબસ્ટેશન, સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, નવી મેડિકલ કૉલેજ સહિત 3,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ (PM Modi inaugurated the development work in Navsari) કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગૌરવ સંમેલનમાં (Gujarat Gaurav Abhiyan at Navsari) પણ વિશાળ જનમેદનીને સંબોધી હતી. નવસારીમાં પરંપરાગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ સરકાર ચલાવનારી પાર્ટીએ ક્યારેય આદિવાસીઓ સામે ન જોયુંઃ PM મોદી

વિજ્ઞાનની શાળા નહતી ત્યાં હવે યુનિવર્સિટી બની રહી છેઃ PM - વડાપ્રધાને (PM Modi inaugurated the development work in Navsari) જણાવ્યું હતું કે, આપણા બાપ-દાદાઓએ જે મુશ્કેલી વેઠી હતી. તે મુશ્કેલીઓ મારે યુવાનોને નથી થવા દેવી. પહેલા આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનની શાળા નહતી. મેં કહ્યું હતું કે, વિજ્ઞાનની શાળાઓ બનાવો ને આજે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટી બની રહી છે. ગોવિંદ ગુરુના નામે યુનિવર્સિટી, બિરસા મુંડાના નામે યુનિવર્સિટી, આદિવાસી પટ્ટામાં યુનિવર્સિટી. પ્રગતિ અને વિકાસ કરવો હોય તો દૂરથી દૂર જંગલમાં જવું પડતું હોય છે. અને તે કામ અમે કર્યું છે. સાથે જ ડાંગ જિલ્લાએ પ્રાકૃતિક ખેતી પર જે કામ કર્યું તે અંગે વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા. આદિવાસી, OBC, હળપતિ સમાજના યુવાનોને જો ડોક્ટર બનવું હોય તો અંગ્રેજીની જરૂરિયાત નથી માતૃભાષામાં ભણી તેઓ ડોક્ટર બની શકે છે.

વડાપ્રધાન નવસારી પહોંચ્યા
વડાપ્રધાન નવસારી પહોંચ્યા
  • At Gujarat Gaurav Abhiyan, various initiatives are being launched which will improve water supply and enhance ease of living. https://t.co/YadULypTeo

    — Narendra Modi (@narendramodi) June 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રજા માટે અમારું કમિટમેન્ટ છેઃ PM - વડાપ્રધાને જનસભાને સંબોધતા (PM Modi inaugurated the development work in Navsari) જણાવ્યું હતું કે, કેટલાક લોકો કહે છે કે, ચૂંટણી આવે છે એટલે આ બધા વિકાસકાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે, પરંતુ અમે લોકોના વિકાસ માટે આ કામ કરી રહ્યા છે, વોટ માટે નહીં. ચૂંટણી તો અમને જનતા જીતાડે છે. સાથે જ વડાપ્રધાને ઉંમેર્યું હતું કે, અમે જે રીતે નર્મદા કેનેલ માટે કાર્ય કર્યું અને એન્જિનિયરિંગ કાર્ય માટે અભ્યાસ કરવો જોઈએ. પ્રજા માટે અમારું કમિટમેન્ટ છે. લોકોને પીવાનું પાણી મળે તે માટેનું આ અભિયાન છે. જેનું શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, મને સરકારમાં આવ્યાને 22થી વધુ વર્ષ થયા, પણ એક અઠવાડિયું બતાવો કે, મેં વિકાસનુ કોઈ કામ ન કર્યું હોય. અમે ચૂંટણી માટે નહીં પણ જનતાનું ભલું કરવા નીકળ્યા છીએ. ચૂંટણી તો અમને લોકો જીતાડતા હોય છે.

નવસારીમાં વડાપ્રધાને 3,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

લાંબા સમય પછી ચીખલી આવ્યોઃ PM- વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું (PM Modi inaugurated the development work in Navsari) કે, હું લાંબા સમય પછી ચીખલી આવ્યો છું એટલે જૂની યાદો તાજી થઈ ગઈ છે. અહીંના લોકો સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે. હું અહીં ઘણા વર્ષો સુધી રહ્યો. આટલા વર્ષોમાં ક્યારેય મારે ભૂખ્યા રહેવાનો વારો નહતો આવ્યો. આદિવાસીઓની વચ્ચે કામ કરવાની તક મળી. સાથે જ તેમની પાસેથી હું સ્વચ્છતા, શિસ્ત શિખ્યો હતો. આદિવાસી સમાજ પર્યાવરણ રક્ષણ કરે છે.

PM મોદીએ જૂના કિસ્સા યાદ કર્યા - ભૂતકાળમાં આદિવાસી વિસ્તારના મુખ્યપ્રધાન હતા. તેમના પોતાના ગામમાં પાણીની ટાંકી નહતી. હેન્ડપંપથી પાણી મેળવતા હતા. જ્યારે હું મુખ્યપ્રધાન બન્યો ત્યારે મેં તેમના ગામમાં પાણીની ટાંકી બનાવી હતી. અત્યારે ગુજરાતના વિકાસ માટે ગુજરાત સરકારની સમગ્ર ટીમને હું શુભેચ્છા આપું છું. એક જમાનામાં ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું હતું. ને ગુજરાતના છાપાઓમાં પહેલા પાના પર તેના મોટા ફોટો અને સમાચાર છપાયા હતા. ગુજરાતે એ દિવસો પણ જોયા છે. ત્યારે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3,000 કરોડ રૂપિયાના કામોનું ઉદ્ઘાટન કરી રહ્યો છું.

વડાપ્રધાન નવસારી પહોંચ્યા
વડાપ્રધાન નવસારી પહોંચ્યા

અન્ય સરકારે ક્યારેય આદિવાસીઓ પર ધ્યાન ન આપ્યુંઃ PM - વડાપ્રધાને આડકતરી રીતે કૉંગ્રેસ પર આક્ષેપ (PM Modi attack on Congress) કરતા જણાવ્યું હતું કે, સૌથી વધુ જે પાર્ટીએ સરકાર ચલાવી તેમણે ક્યારેય આદિવાસી વિસ્તારમાં કામ કર્યું નહીં. આદિવાસીઓ, ગરીબ લોકો શુદ્ધ પીવાના પાણીથી વંચિત હતા. આદિવાસી વિસ્તારમાં મહેનત વધુ હોવાથી અગાઉની સરકારે તેની પર ધ્યાન જ ન આપ્યું.

નવસારીમાં વડાપ્રધાનનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું

દૂરના જંગલોની ચિંતા એ આપણા સંસ્કારોમાં છેઃ PM - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં ઉમેર્યું હતું કે, આઝાદી પછી જે સરકાર બની તેમણે વિકાસને પ્રાથમિકતા ન બનાવી. આદિવાસી વિસ્તારના લોકોને હવે વિજળી, શૌચાલય, ગેસ કનેક્શન મળ્યા. આઝાદી પછી સૌથી વધુ ગરીબ આદિવાસી ભાઈબહેનો હતા. ટીકાકરણ અભિયાનમાં એક સમયે ગામ સુધી પહોંચવા વર્ષો લાગી જતા હતા. જંગલો રહી જતા હતા. જોકે, દૂરના જંગલોની ચિંતા એ આપણા સંસ્કારોમાં છે. કોઈ આદિવાસી અને ગરીબ યોજનાના લાભથી છૂટી ન જાય તે દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે.

PM મોદીનું સંબોધન - નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, મેં આટલા વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે અહીં કામ કર્યું, પરંતુ ક્યારેય આદિવાસી વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવાની તક નહતી મળી. આજે મને ગર્વ છે કે, ગુજરાત છોડ્યા પછી જેટલા પણ લોકોએ ગુજરાતને સંભાળવાની જવાબદારી સંભાળી અને આજે ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલની જોડી ઉમંગ અને ઉત્સાહની સાથે નવો વિશ્વાસ જગાવી રહી છે. તેનું જ આ પરિણામ છે કે, આજે અહીં 5 લાખથી વધુ લોકો ઉપસ્થિત છે. હું મારા કાર્યકાળમાં જે ન કરી શક્યો તે મારા સાથીઓએ કરી બતાવ્યું છે.

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ પણ વાંચો- PM Modi Gujarat Visit : ઇન સ્પેસ સેન્ટર શું છે તે જાણો, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સંબોધન - આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં (CM Bhupendra Patel in Navsari) જણાવ્યું હતું કે, વડાપ્રધાને સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના લાખો લોકોને પાણી, ઊર્જા, રોડરસ્તા અને સુખાકારીના પ્રકલ્પોની ભેટ આપી છે. વડાપ્રધાને દેશ અને દુનિયાને વિકાસની રાજનીતિનો નવો માર્ગ બતાવ્યો છે. તેમના દિશાદર્શનમાં અમારા માટે સત્તા એ સેવાનું માધ્યમ બન્યું છે. દેશ વિદેશમાં વડાપ્રધાને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. વિકાસની યાત્રામાં એક પણ વ્યક્તિ બાકી ન રહી જાય તે વડાપ્રધાને શિખવ્યું છે.

આ પણ વાંચો- Exhibition in Mahatma Mandir : મુખ્યપ્રધાને નાણાંપ્રધાનની હાજરીમાં કેન્દ્રીય જાહેર સાહસોને આપી દીધું એક ઇજન

વડાપ્રધાન સુરતને પણ આપી ભેટ - નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત જિલ્લામાં 86 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા ‘માંડવી ગૃપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજના’નું ખૂડવેલથી ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. કરોડો રૂપિયાના વિકાસકાર્યોની સાથોસાથ વડાપ્રધાન સુરત જિલ્લાને પણ નવી યોજનાની ભેટ આપી હતી. તો માંડવી અને બારડોલી તાલુકાના 44 ગામોના 321 ફળિયાઓની અંદાજિત 7,200 વસ્તીને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે. વડાપ્રધાન ખૂડવેલથી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના સામૂહિક રીતે અંદાજિત 900 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજીત 2,150 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Last Updated : Jun 10, 2022, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.