ETV Bharat / city

યુ.એન. મહેતામાં રૂપિયા 300 કરોડના ખર્ચે તૈયાર થયેલી બાળ હ્રદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે ઉદ્ધાટન - યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદની યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્રદયરોગ માટે નિર્માણાધીન નવી બિલ્ડીંગની શુક્રવારે મુલાકાત લીધી હતી. જેમાં થઈ રહેલી અંતિમ તબ્બકાની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.

બાળ હ્યદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે ઉદ્ધાટન

author img

By

Published : Aug 21, 2020, 7:53 PM IST

અમદાવાદ: નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, હ્રદયરોગ માટે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત અમદાવાદની યુ.એન.મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. પડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓનો ધસારો આવતો હોય છે,જેથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં જ બાળ હ્યદયરોગ માટે નવીન બિલ્ડીંગ નિર્માણનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

યુએન મહેતામાં રૂપિયા 300 કરોડના ખર્ચે તૈયાર થયેલી બાળ હ્રદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે ઉદ્ધાટન
તેમણે વધુમાં કહ્યું કે, યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં જ વિસ્તૃતિકરણ કરીને બાળ હ્યદયરોગ માટે નવીન બિલ્ડીંગનું ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાવવામાં આવશે.તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બાળ હ્યદયરોગ માટેના નવીન સંકુલનું સ્વપ્ન જોઈ આયોજન કર્યુ હતું. જેના ભાગરૂપે જ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 300 કરોડના ખર્ચે અત્યાધુનિક બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે.એપ્રિલ મહિનામાં જ્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ હતું ત્યારે વિકટ પરિસ્થિતિ વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારને પ્રાથમિકતા આપી સિવિલ સંકુલની 1200 બેડની હોસ્પિટલની સાથે સા઼થે યુ.એન.મહેતાની નવનિર્મિત બિલ્ડીંગનો પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 2 મહીના સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં WHO દ્વારા કોરોનાકાળમાં ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કોરોના કેસ અને સંક્રમણમાં ગુજરાત રાજ્ય દ્વિતીય ક્રમાંકે હતું, જે રાજ્ય સરકારના સઘન સારવાર, સંક્રમણ રોકવાના પ્રયાસો, ટેસ્ટીંગ અને નીચા મૃત્યુદરમાં કારણે 11 થી 12માં ક્રમાંકે પહોંચ્યું છે.બાળ હ્યદયરોગ માટે બિલ્ડીંગ ખૂલ્લું મૂકતા પહેલા શક્રવારે આરોગ્યપ્રધાન નીતિન પટેલે આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ તેમજ યુ.એન.મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર આર.કે.પટેલ સાથે હોસ્પિટલમાં ચાલી રહેલી સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.