ETV Bharat / city

કોરોના કાળમાં અમદાવાદીઓની સેવામાં ભાજપનું સ્થાન ક્યાં?

વકરી રહેલી કોરોનાની પરિસ્થિતીમાં સરકાર જરુરીયાત મુજબના પગલાં લઈ રહી છે, ત્યારે ભાજપનો દાવો છે કે આ કામગીરી તેમના પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ETV ભારતે ભાજપના નેતાઓનો સંપર્ક કરીને તેમના દ્વારા કરવામાં આવતાં દાવાઓ વિશે માહિતી મેળવી છે.

ભાજપ
ભાજપ
author img

By

Published : Apr 23, 2021, 10:44 PM IST

  • ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા હેલ્પ લાઈન શરૂ કરાઈ
  • ભાજપેે ઘણું મોડું કર્યું ડેમેજ કંટ્રોલ
  • અમદાવાદમાં કામગીરીનો અભાવ

અમદાવાદ: કોરોના કાળમાં રાજ્યમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે. સૌથી વધુ કાર્યકરો, કોર્પોરેટરો અને ધારાસભ્યો ધરાવતી ભારતીય જનતા પાર્ટી નાગરિકોની સેવામાં શું કરી રહી છે તે જાણવા ઇટીવી ભારતે પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મોટા માર્જિનથી ચૂંટાઇને આવેલા ભાજપના કોર્પોરેટરોમાંથી ગણતરીના કોર્પોરેટરો નાગરિકોની સેવામાં હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું.

સરકારની કામગીરી ભાજપ સંગઠનની સહાય કેવી રીતે કહેવાય?

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ કોર્પોરેશન કામગીરીને ભાજપના હોદ્દેદારોએ ભાજપની કામગીરી કહી હતી. એપ્રિલ મહિનાની શરૂઆત સુધીમાં ભાજપના કોર્પોરેટર, સાંસદો અને ધારાસભ્યો કોરોનાના ડરથી પ્રજાની વચ્ચે જતા ડરતા હતા. ગુજરાતમાં 1 કરોડથી વધુ કાર્યકરો હોવાનો દાવો કરતા પક્ષની નહિવત સેવાકીય પ્રવૃત્તિથી ભાજપ અને સરકાર પ્રત્યે પ્રજામાં આક્રોશ પેદા થતા આખરે ભાજપે એક સીમામા ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને સેવામાં જોડાવા કહ્યું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ડેમેજ કંટ્રોલ શરૂ કરતા પક્ષના અગ્રણી હોદ્દેદારો અને ચૂંટાયેલા નેતાઓ તેમજ કાર્યકરો સાથે ઓનલાઇન મિટિંગ કરીને તમામને આ કપરા કાળમાં પ્રજાની સેવામાં જોડાવા આદેશ કર્યો હતો. જો કે સુરતમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી એક્ટિવ જણાયા હતા. પરંતુ અમદાવાદમાં ભજપીઓ હજુ પણ શીથીલ અવસ્થામાં છે. સ્વૈચ્છીક સંગઠનો જ આગળ આવીને પ્રજાની મદદ કરી રહ્યા છે. જો કે સી.આર.પાટીલની ટકોર બાદ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે પ્રજાની હાલાકીને ધ્યાનમાં લઈને ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. પરંતુ હજી પણ અમદાવાદમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો એક્ટિવ જણાતા નથી.

● આ અંગે ઇટીવી ભારત દ્વારા ભાજપના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે નીચે મુજબના દાવાઓ કર્યા હતા

ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો દાવો

શહેરના 48 વોર્ડમાં ભાજપ દ્વારા હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવી છે. ભાજપ શહેર કાર્યાલય ખાનપુર ખાતે પણ હેલ્પડેસ્ક શરૂ કરાઇ છે. ભાજપના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો દ્વારા ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત માસ્ક વિતરણ અને સેનેટરાઈઝર વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર ભાજપના કાર્યકરો તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા વેક્સીનેશન સેન્ટરની માહિતી અને કોવિડ વેકસીન અંગે જાગૃતિ લાવી રહ્યા છે. ઓક્સિજન, વેન્ટિલેટર અને હોસ્પિટલમાં પથારીની વ્યવસ્થા અંગે કોઈપણ નાગરિક ધારાસભ્યોનો સંપર્ક કરી શકે અને માહિતી મેળવી શકે છે.

ભાજપના ઘાટલોડિયા ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનો દાવો

ભારતીય જનતા પાર્ટીના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેમને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેની અંદર હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, તેની માહિતીના આધારે તેમના વિસ્તારના નાગરિકોના ફોન કોલ્સ આવતા તેમની મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા માટે પણ પોર્ટેબલ મશીનની વ્યવસ્થાઓ કરાય છે.

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકીનું કાર્ય

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા હોસ્પિટલમાં દાખલ થવા કાર્યકરોને ફોન કરવામાં આવે છે. જો કે વધુ પડતા લોડને કારણે નાની-મોટી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. તેમના દ્વારા પણ છેલ્લા પાંચ દિવસથી એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેની ઉપર ઓનકોલ નિદાન કરવામાં આવે છે. આ ઉપરાંત ઓક્સિજન માટે પણ મદદ કરવામાં આવે છે. નાગરિકોના રેમડેસીવર ઇન્જેક્શન માટે, 108 માટે, વેકસીનેશન માટે અને કોવિડ ટેસ્ટિંગ માટે ફોન આવતા હોય છે. જોકે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, બધાને મદદ કરવી શક્ય નથી.

આ પણ વાંચો:રેમડીસીવરના સપ્લાઇમાં પોતાની ‘દખલ’ અંગે ભાજપ રાજકીય ચર્ચાના ઘેરામાં

ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનો દાવો

સરકાર દ્વારા સતત કોવિડની પથરીઓમાં વધારો કરવામાં આવ્યો છે. સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી કોરોના માઈલ્ડ દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જો કે તે માટે કલેકટરની મંજૂરીની જરૂર પડતી હોય છે, તેની પ્રોસેસ પણ ચાલુ છે. આગામી એક અઠવાડિયા આ મંજૂરી સાથે આઇસોલેશન સેન્ટર ઉભી કરવાની વ્યવસ્થા થશે. કેટલાક કોર્પોરેટરો દ્વારા ઘરેથી દર્દીને ટીફિન વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.108 ના ડ્રાઈવર તેમજ હોસ્પિટલના સ્ટાફને ટિફિન સર્વિસ પૂરી પાડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓના સગા હોસ્પિટલની બહાર હોય, તેમને પણ ભોજન અને પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.