ETV Bharat / city

પાટીદારોનું રાજકારણ ફરીથી ચર્ચાના ચગડોળે, દરેક પક્ષ જ્ઞાતિવાદને કેમ મહત્વ આપે છે? - Patidars' politics is once again in the spotlight

ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનું રાજકારણ પીછો છોડતું નથી. મુખ્યપ્રધાન તો પાટીદાર જ હોવા જોઈએ, તેવા નિવેદન પછી તમામ જ્ઞાતિઓએ મુખ્યપ્રધાન પદની માંગ કરી હતી, તે મુદ્દો માંડ શાંત પડ્યો, ત્યાં સત્તામાં રહેલી પાર્ટી ભાજપે ફરીથી ‘પાટીદાર એટલે ભાજપ’ એવું નિવેદન કર્યું અને ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, પાટીદારો તો રૂપિયો અને પાયલી જેવા છે, પાટીદારોએ એક થવા જેવું છે. આ નિવેદનો પછી પાટીદારોનું રાજકારણ ફરીથી ગરમાયું છે. પાટીદારોના રાજકારણ પર ETV Bharatનો વિશેષ અહેવાલ.

પાટીદારોનું રાજકારણ ફરીથી ચર્ચાના ચગડોળે

author img

By

Published : Aug 20, 2021, 6:16 PM IST

  • મનસુખ માંડવિયા અને નીતિન પટેલ પાટીદાર કાર્ડ ઉત્તર્યા છે
  • નરેશ પટેલ કહે છે કે વખત આવે વાત કરીશું
  • ભાજપને કેમ પાટીદારો યાદ આવ્યા?

અમદાવાદ- ગુજરાતના રાજકારણમાં પાટીદારોની અતિમહત્વની ભૂમિકા રહી છે અને તેમનું વર્ચસ્વ પણ રહ્યું છે. પાટીદારોનો 44 ટકા વોટ શેર છે, જેથી ગુજરાતમાં પાટીદારોને તમામ પક્ષના રાજકારણીઓ વધુ મહત્વ આપે છે. તાજેતરમાં કડવા પટેલ અને લેઉઆ પટેલ એક થયા અને પાટીદાર સમાજ માટે વિચારવાનો સમય છે. તાજેતરમાં કેન્દ્રમાં મોદી સરકારે પાટીદાર નેતાઓને આગળ કરીને પ્રમોશન આપ્યું હતું, તેમને કેબિનેટ લેવલના પ્રધાનો બનાવ્યા, જેથી કરીને પાટીદારોને રીઝવવાનો એક પ્રયાસ થયો તેમ કહી શકાય.

આ પણ વાંચો- મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા, પાટીદારો સાથે યોજી બેઠક

ગુજરાતમાં રાજકીય યાત્રાઓ

ગુજરાતમાં 2022ના ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે અગાઉ ભાજપે જન આશીર્વાદ યાત્રા કાઢી છે, કોંગ્રેસે કોવિડ-19 ન્યાય યાત્રા કાઢી છે અને આમ આદમી પાર્ટીએ દોઢ મહિના પહેલાથી જન સંવેદના યાત્રા શરૂ કરી છે. આ તમામ પક્ષોની યાત્રાનો હેતુ લોકસંપર્કનો છે. ભાજપની જન આશીર્વાદ યાત્રા થકી મોદી સરકાર અને રૂપાણી સરકારની વિકાસની કામગીરી અને નવી યોજનાઓને પ્રજા વચ્ચે લઈ જઈ રહ્યા છે.

મનસુખભાઈને પાટીદારનો સંબધ યાદ આવ્યો

ગુજરાત ભાજપની જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે જ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા(Mansukh Mandvia )એ રાજકોટમાં પાટીદારોના સંમેલનમાં કહ્યું હતું કે, પાટીદાર અને ભાજપ વચ્ચે નાડી અને નાભિ જેવો સંબધ છે, પાટીદાર એટલે ભાજપ. મનસુખભાઈએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મને અને કડવા પાટીદાર નેતા પુરષોત્તમ રૂપાલાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે અને વખતોવખત તેમણે પાટીદારોનો ખ્યાલ રાખ્યો છે.

પાટીદાર ભાજપમાંય છે ને કોંગ્રેસ અને આમ આદમીમાં પણ છે

તે વખતે જ ખોડલધામના નરેશ પટેલે (Naresh Patel)પ્રતિક્રિયા આપી હતી કે, પાટીદાર એટલે ભાજપ એ એમનો અંગત મત છે અને કેટલાય પાટીદારો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ છે. હું પહેલેથી કહેતો આવ્યો છું કે, પાટીદાર બહોળો સમાજ છે. પાટીદારોની અંદર વિભાજન હોઈ શકે, ઘણા લોકો ભાજપમાં હોય તો ઘણા લોકો ‘આપ’માં પણ છે અને કોંગ્રેસમાં પણ છે. ખોડલધામમાં રાજકીય કાર્યક્રમ પર પ્રતિબંધ હોય છે, પણ લેઉઆ પટેલ સમાજના દીકરા કેબિનેટ પ્રધાન બનીને આવે છે, માટે ખોડલધામ હંમેશા તેમને આવકારે છે તેમજ પાટીદાર મુખ્યપ્રધાનની વાત સમય આવ્યે થશે.

આ પણ વાંચો- મનસુખ માંડવિયાના નિવેદનથી પાટીદાર સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે: કોંગ્રેસ

પાટીદાર સમાજ એક થાય તો સવા રૂપિયો થાયઃ નીતિન પટેલ

બીજી તરફ ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલે(Deputy CM Nitin Patel ) માણસામાં સામાજિક સમારોહમાં કહ્યું હતું કે, માણસા આસપાસ પાટીદારોમાં પાવલી અને રૂપિયો સમાજ છે અને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર મીટિંગમાં પુછતાં હતા કે, હવે પાવલી અને રૂપિયો ભેગા થાય તો સવા રૂપિયો થાય. ગુજરાતી સંસ્કૃતિમાં સવા શુંકનવંતુ સ્થાન છે. આથી તમામ પાટીદાર સમાજે એક થવાની જરૂર છે. જો તમામ એક થાય તો હું તે અંગે મારી પાર્ટીમાં વાત કરીશ કે બધા ભેગા થઈ ગયા છે.

સરકાર નિષ્ફળતા છુપાવવા જાતિવાદને ભડકાવી રહી છેઃ અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit Chawda)એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મનસુખ માંડવિયા સરકારની નાકામી છુપાવવા માટે જાતિવાદને ભડકાવી રહ્યા છે. સમાજ માટે આ વાત સારી નથી. મનસુખભાઈને 2015 -2017 યાદ જ હશે. મનસુખભાઈએ પાટીદારોના નામે રાજકારણ કર્યું છે, તેનો જવાબ તેમના સમાજના આગેવાને આપી જ દીધો છે. ભાજપ પાસે હવે સરકારની નિષ્ફળતા છુપાવવા માટે આવા જ્ઞાતિવાદી નિવેદનો કરીને પાટીદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જાહેર જીવનમાં આ વાત યોગ્ય નથી.

આપણે બધા ભારતીયો છીએઃ મહેશ સવાણી

આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી(Mahesh Savani )એ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણે બધા ભારતીયો છે અને મા ભારતના સંતાનો છીએ. ભાજપ જ્યા જાય ત્યાં નાતો જોડે છે. વિદેશ જાય કે દેશમાં કે રાજ્યમાં જ્યાં જાય ત્યાં નાતો જોડવાનો રીવાજ છે. શહેરમાં જાય તો ત્યાં પણ અને કોઈ સમાજના કાર્યક્રમમાં જાય તો ત્યાં પણ નાતો જોડે છે. રાજકારણમાં જ્ઞાતિવાદ કે જાતિવાદ ન હોવું જોઈએ. આપણે બધા ભારતીયો છીએ. સારુ કામ કરે તે ભારતીયને જ મત અપાય.

પાટીદાર ભાજપથી વિમુખ ન થાય તેનો પ્રયાસ છે

રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ETV Bharatને કહ્યું હતું કે, 2020ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતના વરાછા અને કતાર ગામના પાટીદારોનો પ્રવાહ આમ આદમી પાર્ટી તરફ વળ્યો હતો. આ પ્રવાહને ‘આપ’ તરફ જતો અટકાવવા માટે ભાજપે પાટીદારોને યાદ કરાઇ રહ્યું છે કે, ભાજપે પાટીદારોને ઘણુ આપ્યું છે. હવે ભાજપ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યો છે. પાટીદાર ભાજપનો પાયો છે અને પાટીદારોના ખંભે બેસીને ભાજપ મોટુ થયું છે. આથી જ ભાજપને હવે જ્ઞાન થયું છે, જેથી જન આશીર્વાદ યાત્રામાં પાટીદારોના સંમેલનમાં પાટીદારોને ભાજપે શું આપ્યું છે, તે સતત યાદ કરાવી રહ્યો છે. જેથી પાટીદાર ભાજપથી વિમુખ ન થાય.

આ પણ વાંચો- સુરત પાટીદાર ગઢને ફરીથી કોંગ્રેસ તરફી કરવા માટે હાર્દિક પટેલ સુરતની બે દિવસીય મુલાકાતે

જ્ઞાતિવાદી સમીકરણો કયારે દૂર થશે?

ગુજરાતના રાજકારણમાંથી જ્ઞાતિવાદનું રાજકારણ કયારે દૂર થશે? કોઈપણ ચૂંટણી હોય દરેક પક્ષ જ્ઞાતિ જાતિ જોઈને જ બેઠકો પર નામની જાહેરાત કરે છે. દેશ અને દુનિયા આધુનિક અને ડિજિટલ તરફ આગળ વધે છે, તો પણ હજી રાજકારણમાંથી જ્ઞાતિવાદ જતો નથી. ગુજરાતીઓએ માનસિકતા બદલવાની જરૂર છે, કે સારુ કામ કરે તે ઉમેદવારને જ મત આપવો જોઈએ. નહી કે આપણી જ્ઞાતિનો છે માટે. જો આ બદલાવ આવે તો ભારતને વિશ્વ ગુરુ બનતા કોઈ નહી રોકી શકે.
ભરત પંચાલ બ્યૂરો ચીફ, ETV BHARAT, GUJARAT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.