- ભરૂચ નગરપાલિકા અને ભરૂચ ફાયર વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો જવાબ
- ફાયર અધિકારીએ કોર્ટને જણાવ્યું કે, આગની ઘટના પહેલા પટેલ વેલફેર હોસ્પિટલની લીધી હતી મુલાકાત
- પટેલ વેલફેર હોસ્પિટલ દ્વારા જૂની બિલ્ડિંગમા ફાયર સેફ્ટી હોવાનું જણાવ્યું હતું
- કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી છૂપાવી
- આગના બનાવ પહેલા પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી
ભરૂચ : હોસ્પિટલમાં આગ લાગવા મામલે આજે ભરૂચ નગરપાલિકા ( Bharuch Municipality )એ અને ભરૂચ ફાયર વિભાગ ( Bharuch Fire Department ) દ્વારા નામદાર હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં ભરૂચ મહાનગરપાલિકા અને ભરૂચ ફાયર વિભાગ ( Bharuch Fire Department ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હોસ્પિટલને જ્યારે કોવિડ ડેઝીગ્નેટેડ તરીકે જાહેર કરવામાં આવી તે પહેલા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી છે કે કેમ? તે અંગે મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર દ્વારા હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં લાગેલી ફાયર સેફટી ફાયર અધિકારીઓને બતાવ્યા હતા, પરંતુ કોવિડના દર્દીઓને જૂની હોસ્પિટલના બદલે અન્ય બિલ્ડિંગમાં દાખલ કરવામાં આવે આવશે, તે અંગેની માહિતી રજૂ કરવામાં આવી ન હતી.
ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ( Patel Welfare Hospital )માં એકાએક આગ લાગતાં કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા 16 અને બે નર્સ એમ કુલ 18 લોકોના મોત થયા હતા. Patel Welfare Hospital Fire Accident અંગે બુધવારના રોજ ગુજરાત હાઇકોર્ટના આદેશથી ભરૂચ નગરપાલિકા ( Bharuch Municipality ) અને ભરૂચ ફાયર વિભાગ ( Bharuch Fire Department )ના અધિકારી એ એફિડેવીટ રજૂ કર્યું હતું. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે આ મામલે કોર્ટમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. જો કે, Patel Welfare Hospital Fire Accident મામલે ભરૂચ ફાયર ઓફિસર અલ્પેશ મિસ્ત્રીએ કોર્ટને જણાવ્યું છે કે, 30 એપ્રિલના ભરૂચ નગરપાલિકાના સુપ્રિટેન્ડન્ટના આદેશથી તેમને અને તેમની સાથે પુરુષોત્તમ મચ્છીએ પટેલ વેલફેર હોસ્પિટલ ( Patel Welfare Hospital )ની મુલાકાત લીધી હતી
ભરૂચ નગરપાલિકા અને ભરૂચ ફાયર વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો જવાબ
ભરૂચ નગરપાલિકા અને ભરૂચ ફાયર વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા જવાબ સોગંદનામા જણાવવામાં આવ્યું છે કે, ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ ( Bharuch Fire Department )ના અધિકારીઓએ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર અજયને હોસ્પિટલની ફાયર સેફટી અંગેની મુલાકાતે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં તેમણે હોસ્પિટલ અને તેમાં લાગેલી ફાયર સેફ્ટીના તમામ સાધનોની તપાસ કરી હતી, પરંતુ અજયે તપાસ દરમિયાન એ નહીં જણાવ્યું કે, કોરોનાના દર્દીઓની સારવાર અલગ હોસ્પિટલમાં થઈ રહી છે અને તેમણે માત્ર મુખ્ય બિલ્ડિંગના ફાયર સાધનો જ તપાસ દરમિયાન બતાવ્યા હતા.
આગ દુર્ઘટનાની તપાસ રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓને સોંપાઈ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા છે. આ સાથે એમ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે.
18 લોકોના થયા હતા મોત
ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર હોસ્પિટલ ( Patel Welfare Hospital )ને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. Patel Welfare Hospitalમાં તારીખ 1 મે ના રોજ રાત્રિ દરમિયાન ICU વિભાગમાં આગ લાગી હતી. જેના કારણે સારવાર લઈ રહેલા 16 દર્દી સહિત કુલ 18 લોકોના મૃત્યું થયા હતા. આ મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જો કે, મામલામાં હવે Patel Welfare Hospitalના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ
આ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાલા સહિતના ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ઘટનાનેે અનુરૂપ અન્ય સમાચારો
- Patel Welfare Hospital Fire Accident - આગમાં 18ના મોત, વડાપ્રધાન મોદીએ સંવેદના કરી વ્યક્ત
- Patel Welfare Hospital Fire Accident - ટ્રસ્ટીઓ સામે બેદરકારીનો ગુનો નોંધાયો
- Patel Welfare Hospital Fire Accident - તપાસ પંચના નિવૃત્ત જસ્ટીસ ડી.એ.મહેતાએ ઘટના સ્થળની લીધી મુલાકાત
- Patel Welfare Hospital Fire Accident - આગ દુર્ઘટનામાં બચી ગયેલી નર્સએ વર્ણવી સમગ્ર ઘટના
- Patel Welfare Hospital Fire Accident - 9 ટ્રસ્ટીઓની ધરપકડ
- Patel Welfare Hospital Fire Accident - ટ્રસ્ટીઓ વિરુદ્ધ કરવામાં આવી ફરિયાદ
- Patel Welfare Hospital Fire Accident - મૃતકના પરિવારજનોને અપાશે 4 લાખ રૂપિયાની સહાય