- રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના નિર્ણયને લઈને વિવાદ
- વાલીમંડળ આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે
- વધારાના વર્ગની વ્યવસ્થા વિભાગ માટે એક પડકાર
- આ મામલે અગાઉ પણ રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
અમદાવાદઃ સરકારના આ નિર્ણયને વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવશે તેવું વાલી મંડળનું કહેવું છે. વાલી મંડળે વધુમાં જણાવ્યું કે શિક્ષણ વિભાગે રેગ્યુલર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમને Mass promotion પાસ કર્યા પરંતુ રિપીટર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ચિંતા ન કરી. આ મામલે ઓલ ગુજરાત વાલી મંડળના ( All Gujarat Parent Association )પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ 18 વર્ષથી નીચેની વયના છે તેઓ પરીક્ષા આપવા જતાં સંક્રમિત થાય તો જવાબદારી કોની? ત્યારે સોમવારે વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં (High Court ) પીઆઈએલ ( PIL ) કરવામાં આવશે અને ત્રણ અલગ-અલગ મુદ્દાને લઈને પીઆઈએલ ( PIL ) કરશે.
તાજેતરમાં આ મામલે 25થી વધુ વિદ્યાર્થીઓએ કલેકટર ઓફિસ પહોંચ્યા હતાં અને ત્યાં બેનર લઇ ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ( Mass promotion ) આપવામાં આવ્યું છે. તો અમને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માગણી કરી હતી.
આ પણ વાંચોઃ GSHSEBનો નિર્ણય : 15 જુલાઈથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે
રિપીટરની પરીક્ષા મામલે શિક્ષણ વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે બીજી તરફ રીપીટર વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી છે. રીપીટર વિદ્યાર્થીઓનું કહેવું છે કે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ( Mass promotion )આપવામાં આવે છે તો અમને કેમ આપવામાં નથી આવતું. સરકાર અમારી પાસે કેમ ભેદભાવ કરે છે?
આ પણ વાંચોઃ NSUIની માગ, ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટરોને પણ આપો માસ પ્રમોશન