ETV Bharat / city

Organ Donation in Ahmedabad Civil Hospital : બ્રેઇનડેડ જયેશભાઇના ધબકતા હ્રદય સહિતના અંગોએ અન્યોને જીવન આપવા સ્થાન બદલ્યું - બ્રેઇનડેડ જયેશભાઈ નટનું અંગદાન

મૃત્યુને કોઇ ટાળી શકતું નથી પણ મૃત શરીરના કોઇ અંગનું દાન (Organ donation) અન્યોને જીવનની ભેટ આપી શકે છે. મહીસાગર જિલ્લાના જયેMભાઈ નટ નામના યુવાનનું બ્રેઇનડેડ ડેથ થયાં બાદ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Organ Donation in Ahmedabad Civil Hospital) તેમના અંગદાનનો(Organ donation of braindead Jayeshbhai Nat) નિર્ણય લીધો હતો. વધુ વાંચવા ક્લિક કરો.

Organ donation in Ahmedabad Civil Hospital : બ્રેઇનડેડ જયેશભાઇના ધબકતા હ્રદય સહિતના અંગોએ અન્યોને જીવન આપવા સ્થાન બદલ્યું

author img

By

Published : Apr 12, 2022, 5:56 PM IST

અમદાવાદઃ અંગદાન (Organ donation) વિશે લોકોમાં ફેલાવાતી જાગૃતિને લઇને તાજેતરમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 52મું અંગદાન (Organ donation in Ahmedabad Civil Hospital) થયું છે. મહીસાગર જિલ્લાના લૂણાવાડાના 25 વર્ષીય જયેશભાઇ નટ (Organ Donation of braindead Jayeshbhai Nat) બ્રેઇનડેડ થતા lતેમના પિતાએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.

મૃત યુવકના પરિવારની સંમતિથી અંગદાન
મૃત યુવકના પરિવારની સંમતિથી અંગદાન

મૃત યુવક નટ સમુદાયના હતાં- નટ શબ્દ સાંભળીને માનસ પટલ પર ચોક્કસથી નાનપણમાં જોયેલું કોઈ એવું દ્રશ્ય પ્રતિબિંબિત થયું હશે. જેમાં એક નાની દીકરી કે દીકરો થોડી ઉંચાઈ પર બાંધેલા દોરડા પર ચાલીને કરતબ બતાવી લોકોનું મનોરંજન કરી રહ્યા હોય. આમ જયેશભાઈ પોતે ભલે આ વ્યવસાય સાથે જોડાયેલા ન હતાં પરંતુ જેમ દરેક ગરીબજન ઊંચાઈ પર બાંધેલ ગરીબીની એક દોરી પર રોજ ચાલીને જીવન અને મરણ વચ્ચે પોતાના અસ્તિત્વનું સંતુલન જાળવે છે.જ્યાં તેને પોતાના પરિવારની દૈનિક જરૂરિયાતને સંતોષવા માટે એક નટ સમુદાયની જેમ જ રોજ સંઘર્ષ કરવો પડતો હોય છે તેમ જ મૃતક પણ સંઘર્ષરત હતાં.

માર્ગ અકસ્માતને પગલે બ્રેઇનડેડ- આવા જ એક ધૂળાભાઇ નટ (બ્રેઇનડેડ જયેશભાઇના પિતા)ની એક મોટી દીકરી અને એકનો એક જુવાનજોધ 25 વર્ષના જયેશની વાત છે. કોઈ પણ મા-બાપની જેમ જ જયેશના પિતાને પણ દીકરો મોટો થતા તે પગભર બનીને હવે પરિવારની પડખે ઉભો રહેશે તેવી આશાનું કિરણ જાગ્યું.પરંતુ કુદરતને જાણે એ મંજૂર જ ન હતું. એટલે એક જ ઝાટકે કાળની બેરહેમ ઘડી આવી અને જયેશને 10મી એપ્રિલે ટેમ્પાનો માર્ગ અકસ્માત નડ્યો.આ માર્ગ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ અને બ્રેઇન હેમરેજ થઈ ગયું.જયેશને ગંભીર પ્રકારની ઇજામાંથી ઉગારવાના ધરખમ પ્રયાસો સિવિલ હોસ્પિટલના તબીબો અને પરિવારજનોએ કર્યાં. પરંતુ જીવન અને મરણ વચ્ચેના કાળ સમયમાં 11મી એપ્રિલના રોજ 8.46 કલાકે તબીબોએ જયેશને બ્રેઇનડેડ જાહેર કર્યા.

જયેશભાઈને આ માર્ગ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ અને બ્રેઇન હેમરેજ થઈ ગયું

આ પણ વાંચોઃ Organ Donation : ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી 3 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓની મહેક

મૃતકના પિતાએ લીધો નિર્ણય- પિતા ધૂળાભાઇને જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ જયેશભાઈ બ્રેઇનડેડ થયાંના સમાચાર આપ્યાં ત્યારે તબીબોએ તો આ દ્રશ્ય જોઇને પોતાનાં આંસુ રોકી લીધાં હતાં. પરંતુ પિતા ધૂળાભાઇના આંસુ રોકાયે રોકાતા ન હતાં. આ પ્રસંગે જ્યારે સહાનુભૂતિ અને પરાનુભૂતિ એટલે કે પોતાની જાતને એક ક્ષણ માટે આ પરિસ્થિતિમાં મૂકીને જોઇશું તો સંવેદનશીલતાથી વાકેફ થઇ શકીશું. જ્યાં દિકરાને બ્રેઇનડેડ જોઇ પિતા ધૂળાભાઇના આંસુ પણ રોકાયે રોકાતા ન હતાં તેવામાં દીકરા પ્રત્યેની લાગણીથી ઉપર દાનનું મહત્વ સમજીને તેઓએ દીકરાના અંગોના દાંન કરવાનો (Organ Donation of braindead Jayeshbhai Nat) મોટો નિર્ણય કર્યો. પિતા ધૂળાભાઇએ અંગદાન માટે હા પાડતા સિવિલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જયેશભાઇના અંગોને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યાં.

બ્રેઇનડેડ જયેશભાઇના અંગદાનમાં હ્રદય, ફેફસાં, એક કિડની અને લીવરનું દાન મળ્યું

આ પણ વાંચોઃ Organ donation: અમદાવાદમાં અંગદાનથી 6 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓનો રંગ

આટલાં અંગોનું દાન થઇ શક્યું - કલાકોની ભારે જહેમત બાદ બ્રેઇનડેડ જયેશભાઇના અંગદાનમાં હ્રદય, ફેફસાં, એક કિડની અને લીવરનું દાન મળ્યું. હ્રદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં (Ahmedabad Cims Hospital )અને ફેફસાંને મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં(Mumbai Global Hospital) ગ્રીન કોરિડોર (Organ Donation Green Corridor)મારફતે જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની ઇન્સ્ટીટ્યુટમાં(Ahmedabad Civil Medicity Kidney Institute ) પ્રત્યારોપણ માટે ગણતરીની મિનીટોમાં મોકલવામાં આવ્યાં.

પ્રત્યારોપણ અત્યંત ગંભીર અને જટીલ પ્રક્રિયા- આ સંદર્ભે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ (Ahmedabad Civil Hospital Superintendent Dr. Rakesh Joshi)જણાવ્યું હતું કે અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં (Organ Donation in Ahmedabad Civil Hospital)હ્રદય અને ફેફસાનું રીટ્રાઇવલ અને પ્રત્યારોપણ અત્યંત ગંભીર અને જટીલ હોય છે. ગણતરીના કલાકોમાં જ આ બંને અંગોને પ્રત્યારોપણ માટે સામેના વ્યક્તિ સુધી પહોંચાડવા ગ્રીનકોરિડોરની મદદ લેવી પડતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૫૨ અંગદાતાઓ થકી મળેલા 158 અંગોમાંથી 8 હ્રદય અને 8 ફેફસાનું દાન મેળવવામાં સફળતા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.