ETV Bharat / city

One Gujarat One Dialysis Program: રાજ્યમાં હવે કોઈ પણ જગ્યાએ કરાવી શકાશે ડાયાલિસીસ, જાણો યોજના વિશે

અમદાવાદમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે વન ગુજરાત વન ડાયાલિસીસ યોજનાનું (One Gujarat One Dialysis Program) અનાવરણ કર્યું હતું. રાજ્યમાં 79 જીડીપી સેન્ટર ઉપલબ્ધ છે. જ્યારે આગામી સમયમાં રાજ્યના દરેક જિલ્લામાં ડાયાલિસીસ વાન શરૂ (Dialysis Van in Gujarat) કરવાની યોજના છે.

One Gujarat One Dialysis Program: રાજ્યમાં હવે કોઈ પણ જગ્યાએ કરાવી શકાશે ડાયાલિસીસ, જાણો યોજના વિશે
One Gujarat One Dialysis Program: રાજ્યમાં હવે કોઈ પણ જગ્યાએ કરાવી શકાશે ડાયાલિસીસ, જાણો યોજના વિશે
author img

By

Published : Mar 8, 2022, 3:27 PM IST

અમદાવાદઃ વન ગુજરાત વન ડાયાલિસીસ યોજના (One Gujarat One Dialysis Program) કાર્યક્રમ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. રાજ્યમાં કોઈ પણ જગ્યા ડાયાલિસીસ કરાવી શકશે. રાજ્યમાં 79 જીડીપી સેન્ટર ઉપલબ્ધ છે. તો આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં ડાયાલિસિસ વાન (Dialysis Van in Gujarat) શરૂ કરવાની યોજના છે. અમદાવાદમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે આ યોજનાનું અનાવરણ કર્યું હતું. ડાયાલિસીસ હજારો દર્દીઓને મોટી રાહત આપવા આ યોજના તૈયાર કરવામાં આવી છે. આ સેન્ટર દ્વારા રાજ્યમાં ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને નિઃશુલ્ક ડાયાલિસીસ સેવા કરવા અખિલ ગુજરાત સંકલિત નેટવર્ક 'વન ગુજરાત વન ડાયાલિસિસ યોજના'નું અનાવરણ (One Gujarat One Dialysis Program) કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 79 જીડીપી સેન્ટર ઉપલબ્ધ

આ પણ વાંચોઃ GTU Short Term Course: GTU દ્વારા બે નવા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાયા

ગુજરાતમાં 79 જીડીપી સેન્ટર ઉપલબ્ધ

'વન ગુજરાત વન ડાયાલિસિસ'ની યોજના (One Gujarat One Dialysis Program) હેઠળ દરેક દર્દી રાજ્યમાં ફેલાયેલા 79 જીડીપી સેન્ટરમાંથી (GDP Center in Gujarat) કોઈ પણ સ્થળે નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત ડાયાલિસીસ સુવિધાઓ ઉપયોગ કરી શકાશે. કોઈ પણ જીડીપી ઓનલાઈન એક્સેસ કરી શકાય છે. મૂળ સેન્ટર સિવાય કોઈપણ જીડીપી ડાયાલિસિસ સેન્ટર (GDP Dialysis Center in Gujarat) પર ડાયાલિસિસ સેવાઓ મેળવવા માટે દર્દીએ માત્ર કોલ પર જ વિશેષ ઓળખ નંબર આપીને ડાયાલિસીસ સેશન સ્લોટ બૂક કરાવવો પડશે. રાજ્યભરમાં ગમે તે જિલ્લામાં જઈને પણ ડાયાલિસીસ કરાવવી શકશે.

આ પણ વાંચોઃ Bhiksha nahi Shiksha Project Ahmedabad: ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને પણ હવે સિગ્નલ સ્કૂલમાં મળશે શિક્ષણ, જૂઓ

33 મોબાઈલ ડાયાલિસીસ વાન શરૂ કરવાની તૈયારી

ડાયાલિસીસ વિના ICU સારવાર લઈ રહેલા દર્દીઓને સેવા આપવા દરેક જિલ્લા માટે 33 મોબાઈલ ડાયાલિસીસ વાનનો (Dialysis Van in Gujarat) વિશાળ કાફલો ઉંમેરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023ના અંત સુધીમાં 50 દરિયાકાંઠાના સેન્ટરનો ઉંમેરો થશે. IKDRC દ્વારા સંચાલિત 500 મશીનોથી સજ્જ જીડીપી સેન્ટર (GDP Center in Gujarat) દર મહિને અંદાજે 30,000 ડાયાલિસીસ કરવામાં આવશે.

ગુજરાતમાં ડાયાલિસીસ સુવિધા

રાજ્યમાં 33 જિલ્લાઓમાં કુલ મળીને 62 અદ્યતન ડાયાલિસીસ વિભાગો કાર્યરત્ છે. જેમાં કુલ 582 મશીન કાર્યરત્ છે. આમાં કુલ 2020-21 સુધી 2,64,167 ડાયાલિસીસ થયા છે. તો વર્ષ 2010થી અત્યાર સુધીમાં કુલ 15.40 લાખ લોકોના ડાયાલિસીસ થયા છે.

કિડની હોસ્પિટલ કરશે મોનિટરીંગ

1-3-2022ના રોજ 158 ડાયાલિસીસ મશીનની ક્ષમતા ધરાવતા કુલ 31 ડાયાલિસીસ વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમાંથી 59 ડાયાલિસીસ મશીન ફેરાફેક્સ ઈન્ડિયા ચેરિટેબલ ફાઉન્ડેશન (FAIRAFAX INDIA CHERITABLE FOUNDATION FICF) દ્વારા આપવામાં આવ્યા છે. આ દરેક વિભાગનું સેન્ટ્રલ મોનિટરીંગ કિડની હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. ડાયાલિસીસ પ્રક્રિયા માટે સિંગલયુઝ ડાયાલાઈઝર અને બ્લડ ટ્યૂબિંગના ફરજિયાત માપદંડને લીધે ગુજરાતને ઉચ્ચ ગુણવત્તાવાળા ડાયાલિસીસ પ્રદાન કરવા આંતરરાષ્ટ્રીય ધોરણનું પાલન કરવાનારા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.